FASTag ના યુઝર્સ થઈ જાવ સાવધાન, છેતરપિંડી કરનાર લગાવી રહ્યા છે લાખોનો ચૂનો, આવી રીતે બચો

દેશમાં FASTag ના લોન્ચની સાથે જ છેતરપિંડી કરનારા લોકોએ નાગરિકોને ઠગવાની નવી રીત શોધી કાઢી છે. છેતરપિંડી કરનારા લોકો રજીસ્ટ્રેશન કરાવવાના બહાને, અને તેમનું ફાસ્ટેગ સારી રીતે કામ કરી રહ્યું છે કે નહિ તે ચેક કરવામાં મદદ કરવાના બહાને UPI ના માધ્યમથી બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા પ્રયત્ન કરી રહ્યા છે.

આ ઘોટાળાની પહેલી ઘટના સત્તાવાર રીતે હાલમાં જ લોકો સમક્ષ આવી, જયારે બેંગલુરુના એક વ્યક્તિને ઠગ લોકોએ 50,000 રૂપિયાનો ચૂનો લગાવી દીધો. આ વ્યક્તિએ પોતાના ફાસ્ટેગને લઈને કંપ્લેન કરી હતી હતી, જે પછી તેમને એક્સિસ બેંકના એક કહેવાતા ગ્રાહક સેવા કાર્યકારી તરફથી એક નકલી કોલ આવ્યો. જેમાં તેણે કહ્યું કે, તેમણે પોતાના ફાસ્ટેગના વોલેટને યુઝમાં લાવવા માટે એક ઓનલાઈન ફોર્મ ભરવું પડશે.

છેતરપિંડી કરનારે ચતુરાઈથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાના બહાને કસ્ટમરને મૂર્ખ બનાવી તેમનો યુપીઆઈ પીન મેળવી લીધો. પીડિત વ્યક્તિ અનુસાર કોલ કરવા વાળા વ્યક્તિએ તેમને એક એસએમએસના માધ્યમથી લિંક મોકલી, જેમાં એક્સિસ બેંક – ફાસ્ટેગ ફોર્મ લખ્યું હતું. આ ફોર્મમાં તેણે વ્યક્તિ પાસેથી તેમનું નામ, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને યુનિફાઇડ પેમેંટ ઇન્ટરફેઝ (યુપીઆઈ) પિન જેવી માહિતી માંગી હતી. એ પછી તેમના ફોન પર આવેલો વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) માંગવામાં આવ્યો જે તેમણે આપી દીધો.

એટલા માટે વાચકોને સલાહ આપવામાં આવે છે કે, કોઈ પણ પરિસ્થિતિમાં તે કોઈને પણ કોઈ પણ ઉદ્દેશ્ય માટે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પિન અથવા પાસવર્ડ શેયર ન કરે. ફાસ્ટેગના રજીસ્ટ્રેશન માટે તમારે કોઈ પણ પાસવર્ડ અથવા ઓનલાઇન બેન્કિંગ વિવરણ જાહેર કરવાની જરૂર નથી.

ફાસ્ટેગ સેવા નવી હોવાને કારણે છેતરપિંડી કરનાર લોકો નાગરિકોને ઠગવા માટે દરેક પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છે. ફક્ત બે જ રીતે તમે તમારા ફાસ્ટેગને સક્રિય કરી શકો છો. એક તો MyFastag app નો ઉપયોગ કરીને અથવા નજીકની બેંક શાખા પર જઈને. ફોન પર બેંક કર્મચારી સાથે વાત કરીને ફાસ્ટેગનું રજીસ્ટ્રેશન નથી થઈ શકતું. આ મામલામાં તમને કોઈ પણ આવો કોલ પ્રાપ્ત થાય છે, તો આ કોલને કાપી નાખો. અને કોઈ પણ સમસ્યા થવા પર પોતે બેંક શાખામાં જઈને તપાસ કરો.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.