ફાસ્ટેગ નો બિઝનેશ કરી કરો કમાણી મોદી સરકાર આપી રહી છે કમાવા ની તક જાણો રોકાણ ને બધી વિગત

કેન્દ્ર સરકારે ૧૫ ડિસેમ્બર થી ટોલ પ્લાઝા પાસેથી પસાર થતી દરેક ગાડી પર ફાસ્ટેગ લગાવવાનું અનિવાર્ય કરી દીધું છે.

નવી દિલ્હી- પરિવહન અને રાષ્ટ્રીય મંત્રાલયે (મિનિસ્ટ્રી ઓફ રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેસ) એ હાલમાંજ દેશભરમાં નેશનલ હાઇવે થી પસાર થતી ગાડીઓ માટે ટોલ પ્લાઝા પર એક ખાસ નિયમ લાગુ કરવાનું એલાન કર્યું છે. મંત્રાલયે કહ્યું છે કે ૧૫ ડિસેમ્બર ૨૦૧૯ થી ટોલ પ્લાઝા થી પસાર થવા વાળી ગાડીઓ પર ફાસ્ટેગ ના માધ્યમ થી પેમેન્ટ કરવાનું ફરજીયાત બની જશે સરકારે આ નિર્ણય ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની સાથે યાત્રીઓએ ટોલ પર લાંબી લાઈનમાંથી બચાવવા અને પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય થી લીધો છે. આવામાં કેન્દ્ર સરકારના આ નિર્ણયથી માત્ર ૫૦,૦૦૦ રૂપિયામાં રોકાણ કરી કમાણી કરી શકાય છે. જાણો આના વિશે..

કોને વેચી શકાય છે ફાસ્ટેગ

દેશભરમાં હાઇવે પર ચાલવાવાળા ૪ ચક્રીય કે તેથી વધુ પૈડાંવાળા વાહનો પર ફાસ્ટેગ લગાવવાનું અનિવાર્ય છે. આવામાં તમે આ વાહનોને ફાસ્ટેગ વેચી શકો છો જે ૧૫ ડિસેમ્બર પછી નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પાસેથી પસાર થાય છે અને તેમના વાહન પર કોઈ ફાસ્ટેગ નથી લાગ્યો. આ વિશે વધારે માહિતી મેળવવા તમે અહીંયા ક્લિક કરી શકો છો.

એક લેપટોપ અને પ્રિન્ટર થી પણ થઈ જશે કામ.

ફાસ્ટેગ માટે પ્વાઇન્ટ ઓફ સેલ એજન્ટ બનવા માટે તમારે માત્ર ૩ વસ્તુની જ જરૂરત છે.સૌથી પહેલા તો તમને કમ્પ્યુટર વિશે થોડી ઘણી જાણકારી હોવી જોઈએ. તમારી પાસે ઓછામાં ઓછું એક લેપટોપ કે ડેસ્કટોપ, પ્રિન્ટર કે બાયોમેટ્રિક ડિવાઇસ હોવું જોઈએ. સાથે જ તમારી પાસે ૫૦,૦૦૦ રૂપિયા રોકવાની ક્ષમતા હોવી જોઈએ.

આ લોકોને મળશે ખાસ છૂટ

આના માટે કોઈ પણ ભારતીય નાગરિક આવેદન કરી શકે છે જેને માર્કેટમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. જોકે અમુક લોકોને ખાસ અગ્રિમતા આપવામાં આવશે જે વર્તમાનમાં આરટીઓ એજન્ટ, કાર ડીલર, કાર ડેકોર, ટ્રાન્સપોર્ટ, પીયૂસી સેન્ટર, ફ્યુલિંગ સ્ટેશન ,ઇન્સ્યોરન્સ એજન્ટ પ્લાઇન્ટ ઓફ સેલ એજન્ટના રીતે કામ કરી રહ્યા હોય.

શુ છે ફાસ્ટેગ અને કેવી રીતે કામ કરે છે?

સૌથી પહેલા તો તે જાણી લઈએ કે આખરે ફાસ્ટેગ હોય છે શું? અને તે કેવી રીતે કામ કરે છે. ખરેખર ,ફાસ્ટેગ એક ઇલેક્ટ્રોનિક ટોલ કલેકશન તકનીક છે જે નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે. આ તકનીક રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ના નિયમો પર કામ કરે છે. ફાસ્ટેગના વાહનોની વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે. જેથી ટોલ પ્લાઝા પર હાજર સેન્સર તેને વાંચી શકે, જયારે કોઈ વાહન ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેન માંથી પસાર થાય છે ત્યારે ઓટોમેટિક રીતે ટોલ ચાર્જ કપાઈ જાય છે.આના માટે વાહનોને રોકવાની જરૂર પડશે નહિ. એકવાર બનાવેલો ફાસ્ટેગ ૫ વર્ષ સુધી ચાલી શકે છે.