1 ડિસેમ્બરથી બધા વાહનોમાં FASTags લગાવવા થશે જરૂરી, જાણું શું છે આ વસ્તુ અને ક્યાંથી મળશે?

રોકડ વગર ઈલેકટ્રોનિકની મદદથી ટોલની ચુકવણી માટે જરૂરી ફાસટેગ ટૂંકસમયમાંજ પેટ્રોલ પમ્પ પર પણ ઉપલબ્ધ થશે, અને તેમાંથી પેટ્રોલ અને પાર્કિગ ફી પણ ચૂકવી શકાશે. એટલું જ નહિ સ્ટેટ હાઇવે અને શહેરી ટોલ પ્લાઝા પર પણ ફાસટેગના માધ્યમ દ્વારા ટોલ સ્વીકારવામાં આવશે. સરકારી એજન્સી આની જોર શોરથી તૈયારી કરી રહી છે.

રાષ્ટ્રીય ઈલેકટ્રોનિક ટોલ કલેકશન પ્રોગ્રામ અંતર્ગત 1 ડિસેમ્બર, 2019 થી દેશભરમાં તમામ પ્રકારના વાહનોમાં ફાસટેગ લગાડવું ફરજીયાત કરી દીધું છે. આને દયાનમાં રાખીને સરકારે ફાસટેગની ઉપલબ્ધતામાં વધારો કરવાની ગોઠવણ કરી છે, જેથી અંતિમ ઘડીએ ધસારો થતા મુશ્કેલી ન પડે.

ફાસટેગને વિન્ડશીલ્ડ પર ચોંટાડવો પડશે :

ફાસટેગનો એક સાધારણ રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટીફેકેસન ટેગ છે, જેને વાહનના આગળના કાચ એટલેકે વિન્ડશીલ્ડ પર ચોંટાડવો પડશે. જયારે ફાસટેગ લગાડેલ વાહનો ટોલ પ્લાઝા પરથી પસાર થશે, તો ત્યાં લાગેલ ઉપકરણ ચાલકના ખાતામાંથી ઑટોમૅટિક ટોલ ભરી દેશે. આ વ્યસ્થાને કારણે રોકડ ચુકવણીની ઝંઝટ સંપૂર્ણ રીતે દૂર થઈ જશે.

528 થી પણ વધારે ટોલ પ્લાઝા પર ફાસટેગની સુવિધા :

એનપીસીઆઈના ચીફ ઓપરેટીંગ ઓફિસર પ્રવિણા રાયે કહયું કે, અમારો પ્રથામિક ધ્યેય નેશનલ ઇલોટોનિક્સ ટોલ પ્રોગ્રામ હેઠળ ફાસટેગ પર છે. અને બે વર્ષથી પણ ઓછા સમયમાં આ સંપૂર્ણ રીતે એન્ટેરોપરેટેબલ થઇ જશે.

ઓક્ટોબર 2019 માં ફાસટેગ લાગેલ વાહનોમાં 3.1 કરોડથી પણ અધિક ફેરામાં 702.86 કરોડ રૂપિયાના ટોલ વસુલ કરવામાં આવ્યા. આ પહેલા સપ્ટેમબર 2019 માં 29.01 ફેરામાં 658.94 કરોડ રૂપિયા ટોલ વસુલ કરવામાં આવ્યો હતો. હાલમાં આ સિસ્ટમ 23 બેક ફાસટેગ જારી કરી રહી છે. જયારે 10બેકને ફાસટેગની ચુકવણી મળી રહી છે. આજની તારીખમાં રાષ્ટ્રીય રાજમાર્ગ સ્થિત 528 થી પણ વધારે ટોલ પ્લાઝા પર ફાસટેગ મારફત ટોલ એકત્ર કરવામાં આવે છે.

ક્યાંથી ખરીદશો ફાસટેગ :

પહેલી ડિસેંબર, 2017 થી દેસભરમાં નવી કારમાં ફાસટેગ લગાડવામાં આવે છે. હાલમાં ફાસટેગને ટોલ પ્લાઝા, રિટેલ પીઓએસ સ્થાનો ઉપરાંત અધિકૃત બેન્ક શાખાઓ, બેંકો અને e કોમર્સ વેબસાઈટ અને માય ફાસટેગ એપ્લિકેશન દ્વારા ખરીદી શકાય છે. આ સાથે જ ઓછાંમાં ઓછાં 100 રૂપિયાનું રિચાર્જ પણ કરાવી શકો છો. ટૂંકસમયમાં જ પેટ્રોલ પમ્પ પર પણ ફાસટેગ જોવા મળશે. આટલુંજ નહિ, ફક્ત ટોલ જ નહિ, પરંતુ પેટ્રોલ, ડીઝલ, CNG અને પાર્કિગ ચાર્જ ચૂકવવાનું શક્ય બનશે.

રજીસ્ટર મોબાઇલ નંબર પર આવશે sms :

ઈલેટ્રોનિક્સ ટોલ કલેકશનને પ્રોત્સાહન આપવામાટે npci એ 31 માર્ચ, 2020 સુધી ફાસટેગના ઉપયોગ પર 2.5 ટકા કેશબેક ઓફરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત વાહન ચાલક ઈલેટ્રોનિકસ ટોલ પ્લાઝા પરથી પસાર થશે ત્યારે તેના ખાતામાંથી ટોલ કપાઈ જશે. પરંતુ થોડી જ ક્ષણોમાં 2.5 % રકમ ખાતામાં જમા થઇ જશે. વાહન ચાલાકના મોબાઇલ પર પણ SMS આવી જશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.