ઔષધીય ગુણોથી ભરપુર છે ફટકડી, જાણો આ સમસ્યાઓને મૂળમાંથી અપાવે છે છુટકારો

ઈજા થવાથી, પરસેવો દુર્ગંધ મારતો હોય, દાંતની તકલીફ માટે, ચામડી કપાઈ જવી કે બીજી કોઈ તકલીફમાં ફટકડી ચમત્કારી લાભ આપે છે.

ફટકડી એક એન્ટી બેક્ટેરીયલ ઔષધી છે જેનો ઉપયોગ કોઈને લાંબા સમય પહેલા થયેલ ઈજાનો ઘા, દાઝવું, કપાવું વગેરેમાં કરવામાં આવે છે, આયુર્વેદ માં ફટકડીના ઘણા લાભ જણાવ્યા છે. એવું માનવામાં આવે છે કે ફટકડીથી 23 જાતની સમસ્યાઓ દુર થઇ શકે છે. દાઢી કર્યા પછી કે, પાણી ચોખ્ખુ કરવા માટે ફટકડી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઈજા થવાથી, પરસેવાની દુર્ગંધ દુર કરવામાં, દાંતોની તકલીફ માટે. ચામડી નું કપાઈ જવા ઉપર અને ઘણી સમસ્યાઓમાં ફટકડીના ચમત્કારી લાભ મળે છે. આવો અમે તમને આવા જ લાભદાયી પ્રયોગો વિષે જણાવવાના છીએ.

દાંતોની તકલીફમાં – મોઢામાંથી દુર્ગંધ આવતી હોય કે દાંતોમાં કોઈ જાતનો દુઃખાવો હોય, બન્ને સમસ્યાઓમાં ફટકડીનો ઉપયોગ ખુબ ફાયદાકારક છે. ફટકડી એક કુદરતી માઉથ વોશ જેવી હોય છે. ફટકડીથી કોગળા કરવાથી દાંતોના દુખાવામાં રાહત મળે છે.

પરસેવાની દુર્ગંધમાં – ત્વચા ઉપર રહેલા બેક્ટેરિયા ને કારણે પરસેવામાં દુર્ગંધ આવે છે. જો તમને પરસેવામાં દુર્ગંધ આવતી હોય તો ફટકડીનો ઉપયોગ કરીને આ તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો. કરવાનું બસ એટલું જ ફટકડીનું બારીક ચૂર્ણ બનાવીને થોડા પ્રમાણમાં પાણીમાં ભેળવી દો. હવે તેને પાણીથી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધ આવતી બંધ થઇ જશે.

ખાંસીમાં – ખાંસી, દમ અને બલગમમાં પણ ફટકડી નો ઉપયોગ ખુબ લાભદાયક છે. ફટકડીનું બારીક ચૂર્ણ બનાવીને મધ સાથે ભેળવીને ચાટવાથી દમ સાથે ખાંસીમાં પણ ઘણો લાભ મળે છે.

જુ ને મારવા માટે – જેમકે પહેલા જણાવી ગયા કે ફટકડીમાં એન્ટી-બેક્ટેરીયલ પ્રોપર્ટી હોય છે માટે જ તેનો ઉપયોગ માથાની જુ ને મારવામાં પણ કરવામાં આવી શકે છે. જો તમારા માથામાં જુ હોય તો તમે નિયમિત રીતે ફટકડીના પાણીથી સ્નાન કરો. તેનાથી તમને જલ્દી જુ માંથી છુટકારો મળી જશે.

ઈજાથી થયેલ ઘા ઉપર – ફટકડી લોહીના ગઠા બનાવવામાં પણ ખુબ લાભદાયી છે. જો તમને ક્યારેય ઈજા થાય અને તેમાંથી સતત લોહી નીકળ્યા કરે છે તો ફટકડીના પાણીથી ઘા ને ધોઈ લો. તેમ કરવાથી લોહીની તરત બંધ થઇ જવાની શક્યતા રહે છે. દાઢી કરતી વખતે જો જરા પણ બ્લેડ લાગી જાય તો તરત જ ફટકડી ઘસી દો લોહી જલ્દી બંધ થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.