ફાટેલા દૂધમાંથી બનાવી શકાય છે આ 3 મીઠાઈઓ, હવે તેને ફેંકવાની ભૂલ ન કરતા.

ફાટેલા દૂધને ફેંકવાની જગ્યાએ આ સરળ અને ઝડપી રીતે બનાવો તેમાંથી 3 સ્વાદિષ્ટ મીઠાઈ.

ઉનાળાની શરુઆત થઇ ગઈ છે એવામાં દૂધ ફાટવાની સમસ્યા પણ વધવા લાગે છે. ખરેખર ઉનાળાના સમયમાં આ સમસ્યાથી ઘણી વખત લોકો કંટાળી જતા હોય છે. આવા સમયમાં દર વખતે ફાટેલા દૂધમાંથી પનીર બનાવવામાં આવે તે સારું નથી લાગતું. તમે ઘણી વખત એવું પણ જોયું હશે કે ફાટેલા દૂધને એમ જ ફેંકી દેવામાં આવે છે, કારણ કે આપણે તેનો કોઈ ઉપયોગ નથી કરી શકતા. પણ અમે એમ કહીએ કે ફાટેલા દૂધમાંથી મીઠાઈઓ બનાવી શકાય છે તો?

આમ તો તમે ફાટેલા દૂધનો ઘણી રીતે ઉપયોગ કર્યો હશે, પણ શું તમે ક્યારેય તેમાંથી અલગ અલગ પ્રકારની મીઠાઈઓ બનાવી છે? આવો આજે અમે તમને એવી જ ત્રણ રેસિપી વિષે જણાવીએ જે ફાટેલા દૂધની મદદથી તમે બનાવી શકો છો. આ રેસિપીનો આનંદ આખું કુટુંબ ઉઠાવી શકે છે. તો આવો જાણીએ ફાટેલા દૂધમાંથી બનતી ત્રણ રેસિપી વિષે.

(1) ફાટેલ દૂધની સ્ટીમ્ડ બરફી : જો તમારે ફટાફટ કોઈ મીઠાઈ બનાવવી છે તો તમે ફાટેલા દૂધમાંથી સ્ટીમ્ડ બરફી પણ બનાવી શકો છો.

સામગ્રી :

ફાટેલા દૂધમાંથી બનેલા ¾ કપ પનીર

¾ કપ હંગ કર્ડ (એક પ્રકારનું દહીં)

¾ કપ કંડેન્સ મિલ્ક

4 ચમચી કાજુ પાવડર

2 ચમચી દૂધ

¼ નાની ચમચી એસંસ

થોડા કેસરના તાંતણા

રીત :

સૌથી પહેલા ફાટેલા દૂધમાંથી પનીર બનાવી લો. જેવી રીતે સામાન્ય રીતે તમે બનાવો છો એવી જ રીતે બનાવો. તેને તમારે ગ્રાઈન્ડ કરવાનું છે જેથી છીણેલા જેવી કંસીસ્ટેંસી આવી જાય.

હવે તેમાં હંગ કર્ડ, કંડેન્સ મિલ્ક, કાજુ પાવડર, હુંફાળા દૂધમાં થોડું એવુ કેસર વગેરે ભેળવીને તેમાં ઉમેરો અને તેને સારી રીતે ગ્રાઈન્ડ કરો. તમારે આ સ્ટેપમાં તમામ ઈંગ્રીડીએંટસને ગ્રાઈન્ડ કરવાના છે.

હવે એક ટીન કેનને ગ્રીસ કરી અને તેમાં મિશ્રણ નાખીને સ્ટીમ કરવાની તૈયારી કરો. તમે તેને કડાઈ કે પેનમાં ડબલ બોઇલરની મદદથી સ્ટીમ પણ કરી શકો છો. તેને 15-20 મિનીટ માટે સ્ટીમ કરવું પડશે.

ત્યાર પછી તેને બહાર કાઢીને ઠંડું કરો અને 2 કલાક સુધી ફ્રીજમાં રાખો અને મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો.

(2) ફાટેલા દૂધની રસમલાઈ : તમે કદાચ તેના વિષે નહિ સાંભળ્યું હોય, પણ ફાટેલા દૂધમાંથી તમે રસમલાઈ પણ બનાવી શકો છો.

સામગ્રી :

1 લીટર ફૂલ દૂધ (ફાટેલું દૂધ કે પછી તમે તેને લીંબુ નાખીને ફાડી શકો છો.)

1 ચમચી કોર્ન ફ્લોર

4 કપ પાણી

1 કપ સાકર

રસમલાઈના રસ માટે

500 મિલી હોલ મિલ્ક

5-6 લીલી ઈલાયચી

1 ચપટી કેસર

3-4 ચમચી સાકર

સારી રીતે કાપેલા પીસ્તા

રીત :

સૌથી પહેલા ફાટેલા દૂધના રસમલાઈ બોલ્સ બનાવવાના છે. તમારે તેને ગાળીને માવો કાઢી લેવાનો અને તેને સારી રીતે ધોઈ લેવાનો છે જેથી પ્યોર માવો જ રહે.

તેને 10-15 મિનીટ સુધી ગરણીમાં જ રહેવા દો જેથી તેમાંથી પાણી નીકળી જાય.

હવે તેમાં કોર્નફ્લોર નાખીને મેશ કરવાનું શરુ કરી દો. હવે તેને 10 મિનીટ સુધી સારી રીતે મેશ કરતા રહો. તે જેટલું સ્મૂથ હશે એટલી જ સારી રસમલાઈ બનશે. તેના નાના નાના બોલ્સ બનાવી લો.

હવે 1 કપ સાકરને 4 કપ પાણી સાથે ઉકાળો અને આ બોલ્સને સાકરની સીરપમાં નાખીને 15-17 મિનીટ સુધી પકાવો. આ બોલ્સ સાઈઝમાં ડબલ થઇ જશે.

હવે આ રસમલાઈ બોલ્સને ચાસણીમાંથી કાઢીને ફ્રેશ પાણીમાં નાખો અને જો તે ડૂબવા લાગે તો તે તૈયાર છે.

રસમલાઈનો રસ બનાવવાની રીત :

હવે એક વાસણમાં 500 મિલી દૂધ ગરમ કરો. થોડા દૂધમાં થોડું કેસર નાખીને અલગ મૂકી દો. હવે જયારે તમારું દૂધ ઉકલી જાય તો તેમાં સાકર અને કેસર વાળું દૂધ નાખીને 10 મિનીટ સુધી ધીમા તાપ ઉપર પકવો અને સતત હલાવતા રહો.

20-25 મિનીટમાં દૂધ રબડી જેવું બની જશે અને તેમાં તમે વાટેલી ઈલાયચી અને પીસ્તા નાખીને મિક્સ કરી દો.

હવે રસમલાઈ બોલ્સને ચાસણીમાંથી કાઢીને હાથથી ફ્લેટ કરો અને ઘટ્ટ દૂધમાં નાખી દો. દૂધ થોડું ગરમ હોવું જોઈએ.

હવે તેને ફ્રીઝમાં 5-6 કલાક સુધી મુકો અને પછી સર્વ કરો.

(3) કલાકંદ : ફાટેલા દૂધમાંથી કલાકંદ ઘણી સારી રીતે બનાવી શકાય છે.

સામગ્રી :

3 કપ ફાટેલું દૂધ

2 કપ ફ્રેશ દૂધ

4-5 ચમચી સાકર

2 ચમચી ઘી કે માખણ

2-3 નાની ચમચી ઈલાયચી પાવડર

ગાર્નીશ કરવા માટે રોસ્ટેડ કાજુ

રીત :

સૌથી પહેલા ફાટેલું દૂધ ગરમ કરી તેમાંથી માવો કાઢી લો અને વધારાનું પાણી દુર કરી દો.

હવે એક બીજા વાસણમાં ફ્રેશ દૂધને ઉકાળો અને તેમાં તે માવો નાખીને સતત હલાવતા રહો.

હવે જયારે તે થોડું ઘટ્ટ થઇ જાય તો તેમાં ઘી, સાકર, ઈલાયચી પાવડર નાખો. તેને સારી રીતે હલાવો અને પછી કોઈ ગ્રીસ કરેલી પ્લેટમાં નાખી દો.

તેમાં કાજુ વગેરે ભેળવો અને તેને થોડા કલાક માટે સેટ થવા માટે રાખી દો.

ફાટેલા દૂધમાંથી બનેલી આ ત્રણ રેસિપીઓ તમને ઘણી પસંદ આવી હશે, અને તેને તમે તમારી ગણતરી મુજબ કસ્ટમાઈઝ પણ કરી શકો છો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.