આ પિતાએ દીકરીના લગ્નમાં સોના-ચાંદીની જગ્યાએ દહેજમાં આપી દીધી એવી વસ્તુ કે લોકો કરી રહ્યા છે વખાણ

આજના સમયમાં જ્યાં જુવો ત્યાં દહેજની બબાલ જોવા મળતી હોય છે. અને દહેજને કારણે ઘણા કુટુંબ બરબાદ પણ થાય છે. તેવામાં આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સમાજ માટે ઉદાહરણ રૂપ સાબિત થઇ શકે છે.

આજકાલ તમે ઘણી વખત જોયું હશે કે, જયારે પણ કોઈ દીકરીના લગ્ન થાય છે તો ઘરવાળા પોતાની દીકરીની તમામ ઇચ્છાઓ પૂરી કરે છે. ઘર વાળા પોતાની દીકરીને પ્રેમથી ઉછેરીને આટલી મોટી કરે છે એટલા માટે તે વિચારે છે કે, લગ્નમાં તેની કોઈ પણ ઈચ્છા અધુરી ન રહી જાય. કેમ કે લગ્ન પછી દીકરી પોતાનું બધું છોડીને પોતાના સાસરીયામાં જતી રહેશે. એટલા માટે પોતાની દીકરીને ખુશ કરવા માટે માં-બાપ પોતાની દીકરીને ઘણું સોનું ચાંદી અને ગાડી વગેરે પણ આપે છે જેથી તેની દીકરી હંમેશા ખુશ રહે.

હવે એ બધું તો હંમેશા થતું જ રહે છે અને હંમેશા થતું રહેશે. પરંતુ અમે તમને એવું કાંઈક બતાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે આશ્ચર્યચકિત રહી જશો. આ ઘટના ગુજરાતની છે. ગુજરાત રાજ્યમાં રાજકોટ શહેરમાં રહેતી કિન્નરીબાના લગ્ન પૂર્વજીત સિંહ સાથે નક્કી થયા હતા. પૂર્વજીત સિંહ ધંધાથી એક એન્જીનીયર છે. જયારે કિન્નરીબાના લગ્ન નક્કી થયા તો તેના પિતાએ તેને પૂછ્યું કે, તેને પોતાના લગ્નમાં શું શું જોઈએ? પોતાના પિતાના આ પ્રશ્ન ઉપર કિન્નરીબાએ પોતાના પિતાને કહ્યું કે, તેને વિચારવા માટે થોડો સમય જોઈએ.

કિન્નરીબાના આમ કહેવાથી બધા લોકોને લાગ્યું કે, તે દહેજમાં ઘરેણા કે ફોરેન ટ્રીપની માંગણી કરશે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે, કિન્નરીબાએ એવા પ્રકારની કોઈ માંગણી પોતાના પિતા સામે ન રાખી. કિન્નરીબાએ પોતાના પિતાને એક લીસ્ટ આપ્યું જેમાં ૧૨૦૦ પુસ્તકોના નામ લખ્યા હતા. આ લીસ્ટને પોતાના પિતાને આપતા કિન્નરીબાએ પોતાના પિતાને કહ્યું કે, મારે દહેજમાં આ જોઈએ.

પોતાની દીકરીની ઈચ્છા માન્ય રાખતા તેના પિતા દીકરી દ્વારા જણાવવામાં આવેલા પુસ્તકોને જમા કરવામાં લાગી ગયા. લીસ્ટમાં લખવામાં આવેલી તમામ પુસ્તકો એકઠી કરવામાં પુરા ૬ મહિના લાગી ગયા. પણ તેના પિતાએ હાર ન માની અને જયારે તેની દીકરીની વિદાય થઇ, તો તેમણે પોતાની દીકરીને તમામ પુસ્તકો ભેંટના રૂપમાં આપી દીધા અને ઢગલાબંધ પુસ્તકો સાથે કિન્નરીબાને તેના સાસરે જવા માટે વિદાય આપી.

સમય પસાર થવા સાથે હવે ક્યાંકને ક્યાંક એવો અહેસાસ થવા લાગે છે કે, ખરેખર લોકોની વિચારસરણીમાં ફેરફાર આવ્યો છે અને લોકો થોડા સમજુ થવા લાગ્યા છે. અને જો કિન્નરીબાની વાત કરીએ તો તે હંમેશાથી ઘણી જ હોંશિયાર દીકરી હતી. કિન્નરીબાને નાનપણથી પુસ્તકોનો શોખ હતો. તે ભણવામાં પણ ઘણી હોંશિયાર હતી. એટલા માટે જયારે તેના લગ્નમાં તેના પિતાએ પૂછ્યું કે તેને દહેજમાં શું જોઈએ તો તેણે પુસ્તકોની માંગણી કરી. કિન્નરીબાના લગ્નમાં લોકો તરફથી પણ લગભગ ૨૦૦ પુસ્તકો ભેટના સ્વરૂપમાં આવ્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.