દહેજના 5 લાખ રૂપિયા લઈને આવ્યા સસરા, વરરાજો બોલ્યો રાજપૂત દહેજ નથી લેતા, હું ફક્ત 1 રૂપિયો લઈશ

આપણા દેશના ઘણા પ્રખ્યાત હસ્તીઓના મોંઘા લગ્ન ઘણા ચર્ચામાં રહે છે, અને હંમેશા એના પર ઘણા સવાલ પણ ઉઠે છે. જેમકે હાલમાં જ થયેલા ભારતના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને પિરામલ ગ્રુપના માલિકના દીકરા આનંદ પિરામલના લગ્ન ઘણા ધૂમ ધામથી થયા. જાણકારી અનુસાર એમના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્ન ગણવામાં આવે છે. આ લગ્નમાં અઢળક રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દેશમાં એવા પણ પરિવાર છે, જે ખોટી શાન અને દેખાવ કરવાની જગ્યાએ સાદાઈથી લગ્ન કરવામાં વિશ્વાસ રાખે છે.

આ બધા વચ્ચે તારાનગરમાં એક એવા લગ્ન થયા છે, જેની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. વરરાજાએ અને એના પરિવારે લગ્ન માટે દહેજ લેવાની ના પાડી, એના સંબંધમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે સમાજે પણ આવી બાબતો પર ગંભીરતાથી વિચારવું જોઈએ.

વરરાજા અને એમના પરિવારજનોએ દહેજ વગર લગ્ન કરીને સમાજમાં એક નવી મિસાલ કાયમ કરી છે. વરરાજા રવિન્દ્ર સિંહ રાઠોડ બેંક મેનેજર છે. તે તારાનગર તાલુકાના રહેવા વાળા છે. જયારે કન્યા સુશીલા કંવર પોતે ટીચર છે. તે ચૌમુંના આષ્ટીની રહેવા વાળી છે. વરરાજાની જાન 13 ડિસેમ્બરના રોજ આવી હતી. બંનેના લગ્ન હિંદુ રીતિ રિવાજથી સંપન્ન થયા.

કન્યાના પિતા ભંવરસિંહે દહેજના રૂપમાં 5 લાખ રૂપિયાનો ચાંદલો જમાઈને આપવા માંગ્યો. આ જોઈને વરરાજાએ બંને હાથ જોડીને કહ્યું, કે દહેજ લેવું જરૂરી છે તો તમે મને ફક્ત 1 રૂપિયો આપો. અને રાજપૂત છીએ અને અમે દહેજ લેતા નથી. વરરાજાએ 5 લાખ રૂપિયા પાછા આપી દીધા. વરરાજાના પિતાએ કહ્યું કે અમારું સૌથી મોટું દહેજ અમારી વહુ છે.

વરરાજા પિતાએ કહ્યું કે સમાજમાં વધી રહેલા ખોટા રીતિ રિવાજને દૂર કરવા માટે સમાજને એક નવી દિશા આપવાની જરૂર છે. એમની આ પહેલ દરેક સમાજને એક નવી દિશા આપી શકે છે. એના માટે એમણે દહેજ પ્રથાને દૂર કરવા માટે આ પગલું ભર્યુ છે. લગ્ન કરતા પહેલા કન્યા (શિક્ષક) ને ઘોડી પર બેસાડી ગામમાં બંદોરી (ત્યાંની એક રસ્મ) કાઢવામાં આવી.

તેમજ આ લગ્નને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો સમાજમાં દરેક પરિવાર આવી પહેલ કરે તો ન ફક્ત સ્થિતિ સુધરશે, પણ છોકરીના શિક્ષણ પર વધારે ધ્યાન આપી શકાશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.