જયારે દાઢી ના કરવાને કારણે તૂટ્યા લગ્ન, સસરાને ન ગમ્યો દાઢીવાળો વરરાજો પાછી મોકલી જાન

ભારતમાં એક કહેવત ઘણી જ જાણીતી છે, કે લગ્ન બે માણસની વચ્ચે જ નથી હોતા પરંતુ લગ્ન એ બે પરિવારોનું મિલન પણ હોય છે. પ્રયત્ન એવા કરવામાં આવે છે કે આ લગ્ન દરમિયાન અને પછી પરિવારના તમામ સભ્યોની રાજીખુશી હોય અને તેને પારિવારિક ઉત્સવની જેમ મનાવવામાં પણ આવે છે. તે બધામાં વર-વહુ ઉપરાંત જો સૌથી ખાસ કોઈ સભ્ય છે તો એ હોય છે વર-વહુના માતા અને પિતા. પરંતુ ત્યારે શું થાય જયારે દરવાજા ઉપર જાન ઉભી હોય અને સસરા એટલે કે કન્યાના પિતા જાનનું સ્વાગત કરવાને બદલે લગ્ન તોડવાની જિદ્દ પકડીને બેસી જાય.

તમને સાંભળીને થોડું વિચિત્ર લાગી રહ્યું હશે પરંતુ એવું ખરેખર થયું છે, કે એક છોકરીના પિતાએ ઘરમાં આવેલી જાનને જોઈ અને વરરાજાને જોતા જ લગ્ન માટે મનાઈ કરી દીધી, અને તેની સામે એક શરત મૂકી. વરરાજા પણ પોતાની જિદ્દ ઉપર આવી ગયો અને વાત એટલે સુધી આવી ગઈ કે જાન પાછી જવા લાગી. ખાસ કરીને આ આખી બાબત છે મધ્ય પ્રદેશના ખંડના જીલ્લાના અજંટી ગામની. માર્ચ ૨૦૧૮ ના રોજ જયારે અજંટીમાં રાધેશ્યામ જાદવના ઘરે તેની દીકરીની જાન આવી. આ જાન હરસુદ બ્લોકના જુનાપાનીથી મંગલ ચોહાણના ઘરેથી આવી હતી.

જેવા કન્યાના પિતાએ વરરાજાને જોયો તો તેનો પારો હાઈ થઇ ગયો, અને તેણે લગ્નને કેન્સલ કરવાની વાત કરી. ખાસ કરીને વરરાજાએ દાઢી રાખી હતી અને રાધેશ્યામને તે વાત સામે વાંધો હતો, અને તે જિદ્દ ઉપર આવી ગયા કે જ્યાં સુધી તે વરરાજો દાઢી નહિ કરાવે ત્યાં સુધી તે લગ્ન નહીં થવા દે.

પરંતુ વરરાજા પણ પોતાની જિદ્દ ઉપર મક્કમ રહ્યો અને તે દાઢી કરાવવા માટે તૈયાર ન થયો. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે જાન પાછી જવા લાગી. વાતને વધતા જોઈને અમુક લોકોએ પોલીસને ફોન કરી દીધો પોલીસે પણ બન્ને પક્ષોને સમજાવ્યા અને છેવટે વરરાજા દાઢી કરાવવા માટે તૈયાર થઇ ગયા અને ત્યાર પછી તે લગ્ન થયા.

છોકરા વાળાએ જણાવ્યું કે છોકરાના પિતાના ગુમ થવાને લીધે તેણે માનતા રાખી હતી, કે જ્યાં સુધી તેના પિતા નહિ મળી જાય ત્યાં સુધી તે દાઢી નહિ કરાવે. જેને લઇને છોકરો દાઢી કરાવ્યા વગર જ લગ્નમાં ગયો. પરંતુ છોકરી પક્ષનું કહેવું છે કે એક મહિના પહેલા જ છોકરાને તે લોકો મળ્યા હતા, ત્યારે તેણે કોઈ દાઢી રાખી ન હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.