સસરાએ પિતા બનીને કર્યુ વહુનું કન્યાદાન, ગેરજરૂરી રૂઢિ પરંપરા તોડનાર આ પરિવારને નમન.

બાલાવાલા નિવાસી વિજય ચંદે પોતાના દીકરા સંદીપના લગ્ન વર્ષ 2014 માં કવિતા સાથે કરાવ્યા હતા. પરિવારમાં બધું સારું ચાલી રહ્યું હતું. વર્ષ 2015 માં આ હસતા-રમતા પરિવારમાં માનો કોઈની નજર લાગી ગઈ. હરિદ્વારમાં થયેલ એક અકસ્માતમાં સંદીપનું મૃત્યુ થઈ ગયું.

વિજય ચંદ અને તેમની પત્ની કમલાએ કવિતાને હિમ્મત આપી. કવિતાએ જણાવ્યું કે એક વખત તે પોતાના પિયર જવાના વિષે વિચારી રહી હતી. પછી તેમને લાગ્યું કે તેમનું આ પગલુ માતા-પિતાનું સમ્માન અને સસરા-સાસુ માટે ખુબ દુઃખદાયી રહેશે.

આ વચ્ચે વિજય ચંદ અને કમલાએ કવિતાની સહમતીથી તેની માટે છોકરો શોધવાનું શરુ કરી નાખ્યું. ખાનગી કંપનીમાં કામ કરતા ઋષિકેશ નિવાસી તેજપાલ સિંહ પર જઈને તેમની આ શોધ પૂર્ણ થઈ. બંને પરિવારોની સહમતીથી તેજપાલ અને કવિતાના લગ્ન થઇ ગયા. વિજય ચંદ અને કમલાએ પોતાની દીકરીને જેમ કવિતાને ભીની આંખો સાથે વિદાઈ કરી. વિજય ચંદે જણાવ્યું કે તેમણે હમેશા પોતાની વહુને દીકરીની જેમ માની છે. તેનો સંસાર ફરી વસવા જઈ રહ્યો છે, જેથી પૂરો પરિવાર ખુબ ખુશ છે.