ટીવી ઉપર લાઈવ ઈન્ટરવ્યું આપી રહ્યા હતા પિતા ત્યારે દીકરાએ કરી એવી હરકત કે હસવા લાગ્યા એંકર.

આ બાળકનો મજેદાર વિડીયો જોઈને તમને ખુબ હસવું આવશે, જાણો પિતાના લાઈવ ઈન્ટરવ્યું દરમિયાન તેણે કેવી મસ્તી કરી.

સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો શેર થઇ રહ્યો છે, જેમાં એક બાળક પોતાના પિતાના લાઈવ ઈન્ટરવ્યું દરમિયાન ડાન્સ કરતો જોવા મળ્યો. બાળક ક્યારેક જીભ દેખાડીને ચીડવતો હતો તો ક્યારેક મોઢું બગાડીને.

બાળકની આ બધી હરકતો ટીવી ઉપર ચાલી રહેલા લાઈવ ઈન્ટરવ્યું દરમિયાન કેમેરામાં કેદ થઇ રહી હતી. તે દરમિયાન એંકર અને બાળકના પિતા બંને લાઈવ ટીવી પર હસવા લાગે છે. તમે પણ વિડીયો જોયા પછી હસવા લાગશો.

શું છે વિડીયોમાં? વિડીયોમાં, એક વ્યક્તિને સુટ પહેરી, હેડફોન લગાવી ટીવી ઉપર લાઈવ ઈન્ટરવ્યું આપતા જોઈ શકાય છે. તે બ્લૂમબર્ગ સર્વેલાન્સ ચેનલ ઉપર હોસ્ટ સાથે વાતચિતમાં સંપૂર્ણ રીતે તલ્લીન હતા. તેવામાં તેમનો દીકરો રૂમની અંદર એન્ટર થાય છે. તે પિતાની પાછળ ઉભો રહીને મોઢું બનાવવા લાગે છે. તેની આ બધી હરકતો દર્શકો ટીવી પર લાઇવ જોઈ રહ્યા હતા.

તે બાળકના પિતા તેને સ્ક્રીન સામેથી દુર કરી દે છે. પણ તે ફરી વખત પાછો આવે છે. આ વખતે તે પોતાના પિતાની પાછળ નાચવા લાગે છે. તેણે રમુજી અંદાજમાં દર્શકોને પોતાની જીભ દેખાડી અને મોઢું બગાડ્યું. શો ના એંકર પણ બાળકની આ હરકતો ઉપર હસવા લાગ્યા. પિતા પણ લાઈવ ઈન્ટરવ્યું દરમિયાન હસવા લાગ્યા.

આ વિડીયોને ટ્વીટર ઉપર @ aggichristiane નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જે હાલમાં ફેમસ થઇ રહ્યો છે. આ વિડીયો ઉપર યુઝર્સ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. કોઈએ વિડીયોને ફની ગણાવ્યો તો કોઈએ બાળકને તોફાની ગણાવ્યો. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.