પાન કાર્ડ બનાવવા માટે હવે પિતાનું નામ જરૂરી નથી, જાણો નવા નિયમ.

આવકવેરા વિભાગએ કાયમી ખાતા સંખ્યા (પેન) આવેદનમાં આવેદકના માતા પિતાના જુદા હોવાની સ્થિતિમાં પિતાનું નામ આપવાની જરૂરીયાતને દુર કરી દીધી છે.

હવે આવેદકના માતા પિતાના સિંગલ પેરેન્ટ હોવાની સ્થિતિમાં, પાનકાર્ડ માટે આવેદન કરતી વખતે તેના પિતાનું નામ આપવું ફરજીયાત નહિ રહે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સેસ (સીબીડીટી) એ એક નોટીફીકેશન બહાર પાડીને આ ફેરફારની જાણકારી આપી.

આવકવેરા વિભાગએ એક અધિસુચના દ્વારા આવકવેરા નિયમોમાં સંશોધન કર્યું છે. વિભાગ એ કહ્યું છે કે હવે આવેદન ફોર્મમાં એવો વિકલ્પ હશે કે માતા પિતાના જુદા હોવાની સ્થિતિમાં આવેદક માં નું નામ દર્શાવી શકશે.

અત્યાર સુધી પેન આવેદનોમાં પિતાનું નામ આપવું ફરજીયાત છે. નવા નિયમ પાંચ ડીસેમ્બરથી લાગુ થશે. આ અધિસુચના દ્વારા આવકવેરા વિભાગએ આ લોકોની ચિંતાને દુર કરી દીધી છે, જેમાં માતા પિતામાં એકલા માં નું જ નામ છે. તેવામાં તે વ્યક્તિ પેન કાર્ડ ઉપર માત્ર માં નું જ નામ ઈચ્છે છે, જુદા થઇ ગયેલા પિતાનું નહિ.

આ અધિસુચના દ્વારા એક નાણાકીય વર્ષમાં ૨.૫ લાખ રૂપિયાથી વધુની નાણાકીય લેવડ દેવડ કરવા વાળા એકમો માટે પાન કાર્ડ માટે આવેદન કરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. તેના માટે આવેદન નાણાકીય વર્ષ માટે ૩૧ મે કે તે પહેલા કરવાનું રહેશે.

આવકવેરા વિભાગ મુજબ હવે નિવાસી આવક માટે તે સ્થિતિમાં પણ પેન કાર્ડ લેવાનું રહેશે. જો કે કુલ વેચાણ ધંધા અન્ય આવક મેળવનાર એક નાણાકીય વર્ષમાં પાંચ લાખ રૂપિયાથી વધુ ન હોય, તેમાં આવકવેરા વિભાગની નાણાકીય લેવડ દેવડ ઉપર નજર રાખવા, પોતાની ટેક્સ પાત્ર આવકને ખુલ્લી કરવા અને કર ચોરી અટકાવવામાં મદદ મળશે.