પપ્પા ઓફિસમાં પહોંચ્યા જ હતા કે દીકરીની સ્કૂલ માંથી આવ્યો ફોન, તમારી દીકરીને લઈને સ્કુલમાં આવી જજો.

મીઠા અવાજમાં મેમ બોલી :

સાહબ ! તમારી દીકરી જે બીજા ધોરણમાં છે,

હું તેની ક્લાસ ટીચર બોલું છું.

આજે વાલી શિક્ષક મીટીંગ છે. રીપોર્ટ કાર્ડ દેખાડવામાં આવશે.

તમે તમારી દીકરી સાથે સમયસર આવશો.

બિચારા પપ્પા શું કરે.

આદેશના પાકા. તરત રજા લઇને, ઘરેથી દીકરીને લઇને સ્કુલે પહોચી ગયા.

સામે ગુલાબી સાડી પહેરેલી, નાનો એવો ચાંદલો લગાવેલો, નવા જમાનાની, ગોરી એવી પરંતુ ઘણી કડક મેમ બેઠી હતી.

પપ્પા કાંઈ બોલે તે પહેલા તો બસ ખીજાઈને બોલી : તમે હમણાં રોકાવ, હું તમારી સાથે અલગથી વાત કરીશ.

પપ્પાએ દીકરી તરફ જોયું, અને બન્ને ચુપચાપ પાછળ જઈને બેસી ગયા.

મેમ ઘણી ગુસ્સા વાળી લાગે છે : દીકરીને ધીમેથી કહ્યું. તારું રીપોર્ટ કાર્ડ તો ઠીક છે – એવી જ રીતે પપ્પા પણ ધીમેથી બોલ્યા. ખબર નથી પપ્પા, મેં તો જોયું નથી. દીકરીએ પોતાનો બચાવ કર્યો. મને પણ લાગે છે, આજે તારી મેમ તારી સાથે મારો પણ ક્લાસ લેશે. પપ્પા પોતાને તૈયાર કરતા કહ્યું.

તે બન્ને અંદરો અંદર ગુસપુસ જ કરી રહ્યા હતા કે મેમ નવરા પડીને બોલ્યા – હા, હવે તમે બન્ને પણ આવી જાવ.
પપ્પા કોઈ પણ રીતે મધ ભરેલા મરચા જેવા અવાજે પાસે ગયા. અને દીકરી પપ્પાની પાછળ છુપાઈને ઉભી રહી ગઈ.

મેમ : જુવો તમારી દીકરીની ફરિયાદ તો ઘણી છે, પરંતુ પહેલા તમે તેની પરીક્ષાના પેપરો અને રીપોર્ટ જુવો. અને જણાવો તેને કેવી રીતે ભણાવવામાં આવે.

મેમએ ટૂંકમાં લગભગ બધી વાતો કહી દીધી.

મેમ : પહેલા ઈંગ્લીશનું પેપર જુવો. નાપાસ છે તમારી દીકરી.

પપ્પાએ એક નજર દીકરીને જોઈ, જે શાંતિથી ઉભી હતી. પછી હસીને બોલ્યા.

પપ્પા : અંગ્રેજી એક વિદેશી ભાષા છે. આ ઉંમરમાં બાળકો પોતાની જ ભાષા નથી સમજી શકતા.
એટલું મેમને ખીજવવા માટે પુરતું હતું.

મેમ : સારું, અને આ જુવો. તે હિન્દીમાં પણ નાપાસ છે. કેમ?

પપ્પાએ ફરીથી દીકરી તરફ જોયું. જેમ કે તેની નજર સોરી કહી રહી હતી.

પપ્પા : હિન્દી એક અઘરી ભાષા છે. અવાજ આધારિત છે. જેને જેવી બોલવામાં આવે છે, એવી રીતે લખવામાં આવે છે. હવે તમારી ઈંગ્લીશ સ્કુલમાં કોઈ શુદ્ધ હિન્દી બોલવા વાળી ટીચર નહિ હોય.

પપ્પાની વાત મેમ વચ્ચે કાપતા બોલ્યા.

મેમ : સારું, તો તમે બીજા બાળકો વિષે શું કહેશો જે…

આ વખતે પપ્પાએ મેમની વાત કાપતા કહ્યું.

પપ્પા : બીજા બાળકો કેમ નાપાસ થયા તે હું નથી જણાવી શકતો.. હું તો..

મેમ ખીજાઈને બોલી : તમે પૂરી વાત તો સાંભળી લો, મારો કહેવાનો અર્થ એ હતો કે બીજા બાળકો કેવી રીતે પાસ થઇ ગયા.. નાપાસ નહિ…

સારું રહેવા દો બીજું પેપર જુવો તમે. આજના બાળકો જયારે મોબાઈલ અને લેપટોપની નાનામાં નાની બાબતથી માહિતગાર છે, તો તમારી દીકરી કોમ્પ્યુટરમાં કેમ નાપાસ થઇ ગઈ?

પપ્પા આ વખતે પેપરને ધ્યાનથી જોતા, ગંભીરતાથી બોલ્યા : આ કોઈ ઉંમર છે કોમ્પ્યુટર વાચવા અને મોબાઈલ ચલાવવાની. અત્યારે તો બાળકોએ ખુલ્લામાં રમવું જોઈએ.

મેમના મગજનો પારો હવે સાતમાં આસમાન ઉપર હતો. તે પેપર એકઠા કરતા બોલી : સાયન્સનું પેપર દેખાડવાથી કોઈ ફાયદો જ નથી. કેમ કે હું જાણું છું કે અલ્બર્ટ આઈંસ્ટીન નાનપણમાં નાપાસ થતા હતા.

પપ્પા ચુપચાપ હતા.

મેમએ ફરીથી ફરિયાદ આગળ વધારી : આ ક્લાસમાં શિસ્તમાં નથી રહેતી, વાતો કરે છે દેકારો કરે છે. આમ તેમ ફરે છે.

પપ્પાએ મેમને વચ્ચે રોકીને શોધતા હોય એ આંખોથી બોલ્યા.

પપ્પા : તે બધું જવા દો. તમે કાંઈક ભૂલી રહ્યા છો. આમાં ગણિતનું પેપર ક્યાં છે. તેનું પરિણામ તો બતાવો.

મેમ : (મોઢું ફેરવતા) હા, તે બતાવવાની જરૂર નથી.

પપ્પા : છતાં પણ, જયારે બધા પેપર દેખાડી દીધા છે, તો તે કેમ બાકી રહે.

મેમે આ વખતે દીકરી તરફ જોયું અને પરાણે ગણિતનું પેપર કાઢીને આપી દીધું.

ગણિતના ગુણ, બીજા વિષયોથી અલગ હતા. ૧૦૦%

મેમ હજુ પણ મોઢું ફેરવીને બેઠી હતી, પરંતુ પપ્પા પુરા જોશમાં હતા.

પપ્પા : હા તો મેમ, મારી દીકરીને ઈંગ્લીશ કોણ ભણાવે છે?

મેમ : (ધીમેથી) હું.

પપ્પા : અને હિન્દી કોણ ભણાવે છે?

મેમ : હું.

પપ્પા : અને કોમ્પ્યુટર કોણ ભણાવે છે?

મેમ : તે પણ હું.

પપ્પા : હવે એ પણ જણાવી આપો કે ગણિત કોણ ભણાવે છે?

મેમ કાંઈ બોલી શેકે, પપ્પા તે પહેલા જ જવાબ આપીને ઉભા રહી ગયા.

પપ્પા : હું.

મેમ : હા ખબર છે.

પપ્પા : તો સારા શિક્ષક કોણ છે? ફરી વખત મને મારી દીકરીની ફરિયાદ ન કરશો. બાળક છે તોફાન તો કરશે જ.

મેમ મોઢું બગાડતા ઉભી થઇ ગઈ અને જોરથી બોલી : મળજો તમે બંને આજે ઘરે, બંને બાપ દીકરીની સારી રીતે ખબર લઉં છું.

વાંચક મિત્રો ખબર પડી કાઈ? એવું ના કેતા કે હા ખબર પડી કે ‘એ મેમ દીકરીની મમ્મી હતી, ને ત્રણે એક ઘરમાં એક સાથે રહેતા હતા અને સ્કુલમાં તેઓ પોત પોતાની ફરજ બજાવતા હતા,’ પણ મૂળ મુદ્દાની વાત એ છે કે બાળક સામે ક્યારે પણ એનો વિશ્વાસ તૂટે એવા શબ્દોનો પ્રયોગ ના કરવો અને કોઈ કરતુ હોય તો બચાવ કરવો, સાથે સાથે તાર્કિક રીતે પણ સામે બોલનારને એની જ ભાષામાં સાચું પરખાવી દેવું કારણ કે બાળકનો વિશ્વાસ તૂટે તો એ આજીવન લઘુતા ગ્રંથીથી પીડાશે. ઘણી બધી વસ્તુ આ લેખ કહી જાય છે, કોમેન્ટ બોક્ષમાં લખીને જણાવો.