દમ તોડતા પિતાએ કહ્યું – ‘પરીક્ષા છોડતી નહિ’, તો દીકરીએ પહેલા પરીક્ષા આપી અને પછી અર્થીને…

પિતાની છેલ્લી ઈચ્છા પુરી કરીને આ છોકરીએ ઉઠાવી પિતાની અર્થી, જાણીને તમારી આંખ ભીની થઈ જશે

હાલના સમયમાં દેશભરમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. બોર્ડની પરીક્ષાનું મહત્વ ન માત્ર બાળકો માટે હોય છે, પરંતુ તેની સાથે તેના ફેમિલીને પણ ઘણી આશાઓ હોય છે. તેવામાં દરેક માં બાપ પોતાના બાળકને બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરે છે, પરંતુ છત્તીસગઢ માંથી એક ગમગીન ઘટના સામે આવી, જે જાણતા જ સૌની આંખો ભીની થઇ ગઇ. ભગવાન આવા દિવસો કોઈને ન આપે તેવી આપણે પ્રાર્થના કરીએ.

છત્તીસગઢ, છત્તીસગઢના ઘમતરીમાં એક દીકરીએ પોતાના પિતાના મૃત્યુ પછી પણ બોર્ડની પરીક્ષા આપી અને પછી ઘરે આવી તેના પિતાની અર્થીને ટેકો પણ આપ્યો. આમ તો અહીંયા પ્રશ્ન ઉભો થાય છે કે તેણે એવું શા માટે કર્યું?

છત્તીસગઢના ધમતરી ક્ષેત્રમાં એક દીકરીએ પોતાના પિતાના મૃત્યુ પછી પણ બોર્ડની પરીક્ષા આપી, જેની હિંમત જોઈને દરેકની આંખોમાં આંસુ આવી ગયા. જ્યારે કોઈ બાળકના માથા ઉપરથી પિતાનો છાંયો દૂર થાય છે, તો તેની આખી દુનિયા સમાપ્ત થઈ જાય છે, પરંતુ આ દીકરીએ હિંમતથી કામ લીધું અને પોતાના પિતાને આપેલું વચન પૂરું કર્યું. ત્યાર પછી પોતાના સંતાન ધર્મનું પણ સારી રીતે નિભાવ્યું.

મળેલી જાણકારી મુજબ, આમદી નગર પંચાલય કાર્યાલયની સામે ગઈ 2 માર્ચે દર્દનાક રોડ અકસ્માત થયો. અકસ્માતમાં કુમાર સાહુના ગંભીર હાલતમાં ઘાયલ થયા પછી મૃત્યુ થઈ ગયું. તેવામાં જ્યારે તેના પિતા હોસ્પિટલમાં હતા, તો તેના પિતાની ઈચ્છા હતી કે તેની દીકરી પોતાની બોર્ડની પરીક્ષા ન છોડે, જેના કારણે તેની દીકરીઓએ તેમની છેલ્લી ઈચ્છા પૂરી કરી. પિતાનું મૃત્યુ થઈ જવા છતાં પણ તે સ્કૂલ ગઈ અને પોતાની પરીક્ષા પુરી કરી, ત્યાર પછી તે ઘરે પાછી આવી.

મીડિયા અહેવાલ મુજબ કુમાર સાહુની દીકરીઓ પોતાના પપ્પાની છેલ્લી ઈચ્છા પૂરી કરી અને પછી ઘરે આવી સંતાન ધર્મનું પાલન કર્યું. પરીક્ષા પછી તેણે પોતાના પિતાની અર્થીને ટેકો આપ્યો અને પછી તેની અંતિમ સંસ્કાર વિધિ પણ કરી. કોઈ પણ સંતાન માટે પોતાના પિતાની અર્થીને ખભો આપવો, દુનિયાનો સૌથી મોટો બોજ હોય છે, તેવામાં આ બાળકીએ ઘણી જ હિંમતથી બધું સંભાળ્યું, જે જોતા જ દરેકની આંખોમાં આંસુ આવી ગયા.

કુમાર સાહુને ત્રણ દીકરીઓ છે, જેમાં સૌથી મોટી દીકરી દસમાં ધોરણમાં અભ્યાસ કરી રહી છે. તો તે બંને બીજી દીકરીઓ હજુ નાની છે. તેવામાં તમામ જવાબદારીનો બોજ મોટી દીકરી ઉપર આવી પડ્યો. ત્રણ બહેનોએ મળીને પિતાની ચિતાને અગ્નિ આપ્યો અને પછી ત્રણે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. જાણકારી મુજબ દીકરી કિરણ દસમાં ધોરણમાં છે, તો તે તેની બહેન દામિની છઠ્ઠા ધોરણમાં છે. તે ઉપરાંત નાની દીકરી ચોથા ધોરણમાં છે.

તમે આ ભારતની બેટી વિષે શું કોમેન્ટ કરશો? લખીને જણાવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.