પિતા શાકભાજી વેચીને કરે છે પરિવારનું ભરણપોષણ, દીકરીએ આ પરીક્ષામાં ટોપ કરીને નામ રોશન કર્યું.

આજે અમે તમને એક એવી છોકરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે ઘણી જ સાધારણ અને ગરીબ કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. પણ આ છોકરીએ પોતાના ઉત્સાહ અને આશાઓના બળ ઉપર આજના સમયમાં એક એવું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. જેની ઉપર તેના પિતા અને કુટુંબ વાળાને ઘણો ગર્વનો અહેસાસ થઇ રહ્યો છે. આ ઘટના કર્ણાટકની છે. ભલે આ ઘટના થોડી જૂની થઇ ચુકી છે, પણ જે લોકોની અંદર કાંઈક કરી દેખાડવાની તમન્ના હોય છે તેની કહાનીઓ ક્યારે પણ જૂની થતી નથી.

આજે અમે તમને લલીતા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તેની કહાની પણ લોકોની અંદર જોશ અને ઉત્સાહ ઉભો કરી શકે છે. લલીતા એક ઘણી જ સાધારણ કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. લલીતના પિતા શાકભાજી વેચી પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. પણ જયારે લલીતાના પિતાને એ વાતની જાણ થઇ કે તેની દીકરીએ એયરોનોટિકલ એન્જીનીયરીંગની પરીક્ષા સૌથી વધુ નંબરોથી પાસ કરી છે, તો તેની છાતી ગર્વથી ફુલાઈ ગઈ.

લલીતાએ કર્ણાટકની Vishvesvaraiah ટેકનોલોજી યુનીવર્સીટીમાં એયરોનોટિકલ એન્જીનીયરીંગની પરીક્ષામાં સૌથી વધુ માર્ક્સ લાવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. લલીતાનું ટોપ કરવા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા માટે નોબલ પ્રાઈઝથી સન્માનિત કૈલાશ સત્યાર્થીએ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે.

સ્થાનિક મીડિયા મુજબ લલીતા નિયમિત રીતે સવારે ૩.૦૦ કે ૪.૦૦ વાગ્યે ઉઠી જાય છે. તે પહેલા શાકભાજી વેચવામાં પોતાના માતા-પિતાની મદદ કરે છે અને ત્યાર પછી બેંગલુરુંના ઈસ્ટ વેસ્ટ કોલેજ ઓફ એન્જીનીયરીંગ જતા પહેલા શાકભાજીની દુકાન ઉપર બેસીને અભ્યાસ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે લલીતાના માતા-પિતા વધુ ભણેલા ગણેલા નથી. લલીતાના પિતા માત્ર પહેલા ધોરણ સુધી ભણ્યા છે અને માં એ પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. લલીતાના માતા-પિતા શાકભાજીની એક નાની એવી દુકાન ચલાવે છે.

લલીતાના માતા-પિતા નિયમિત રીતે ખેડૂતો પાસે શાકભાજી ખરીદવા માટે સવારે વહેલા ૪.૩૦ વાગ્યે ઘરેથી નીકળી જાય છે. ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદ્યા પછી લલીતાના માતા-પિતા સવારે ૬.૦૦ વાગ્યાથી રાતના ૧૦.૦૦ વાગ્યા સુધી પોતાની શાકભાજીની દુકાન ચલાવે છે. લલીતાની ઉંમર ૨૨ વર્ષ છે. લલીતા વર્ષ ૨૦૧૫માં પહેલી વખત બેંગલુરું ગઈ હતી. શહેરના રંગ ઢંગ અને અહીયાના હવામાનમાં સારી રીતે એડજસ્ટ થવામાં તેને થોડો સમય લાગ્યો.

નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં તેની પસંદગી થયા પછી હવે તે એક એયરોસ્પેસ કંપનીમાં ઈંટર્નશીપ કરી રહી છે. લલીતાને એ આશા છે કે તેને આગળ જઈને આ ફર્મમાં જોબ મળી જશે. અમે લલીતાના ઉત્સાહની પ્રસંશા કરીએ છીએ.

લલીતાને જોઇને તમામ લોકોએ એ પ્રેરણા મળે છે કે ભણવા અને આગળ વધવા માટે સાધનો નહિ પરંતુ કાંઈક કરી દેખાડવાનો ઉત્સાહ જરૂર જરૂરી છે. જો માણસની અંદર કાંઈક કરી દેખાડવાની તમન્ના હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં આગળ વધી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.