આ ભારતીય ટ્રક ડ્રાઈવરના નામથી ધ્રૂજે છે પાકિસ્તાની સેના, તેમણે એકલાએ પાકિસ્તાનના 80 સૈનિકોને માર્યા હતા

આપણા દેશના ફોજી આપણા માટે સાચા હિરો છે. પરંતુ ઘણા એવા હીરો પણ છે જેમને લોકો ભૂલી ગયા છે, અને તે ફોજી ન હોવા છતાં પણ ફોજીની જેમ દેશ માટે લડ્યા છે. આજે અમે તમને એવા જ એક વીરની ગાથા જણાવવા જઈ રહ્યા છીએ, જે દેશ માટે બધુ જ ન્યોછાવર કરવા માટે તૈયાર થઇ ગયા હતા, અને એ પણ કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર. છતાં પણ આટલા વર્ષો સુધી તેમને જૂની સરકારોએ કોઈ સન્માન જ નથી આપ્યું. તે એવા હીરો છે જે સેનામાં કાર્યરત ન હતા છતાં પણ દેશ માટે કામ એમણે પોતાના જીવની ચિંતા કરી નહિ, અને દેશની નિસ્વાર્થ ભાવે સેવા કરી.

અમે વાત કરી રહ્યા છીએ આપણા એક ભારતીય ટ્રક ડ્રાઈવર કમલ નયનની. જે પાકિસ્તાન સાથે ૧૯૬૫ માં યુદ્ધના સમયે પંજાબ માંથી એક ટ્રકમાં ઘઉં ભરીને લાવી રહ્યા હતા. ત્યારે ખબર પડી કે પાકિસ્તાન સાથે યુદ્ધ શરુ થઇ ગયું છે. ફોજીઓએ તેને કહ્યું કે તમે તમારા ટ્રક સાથે સેનાનો સાથ આપી શકશો? એટલું સાંભળતા જ આ દેશ ભક્તે ટ્રકની અંદરના ઘઉંની ૯૦ ગુણો રોડ ઉપર જ ઉતારી દીધી, અને સેનાનો દારૂ ગોળો અને હથીયાર ભરાવરાવી દીધા.

બહાદુર ફોજી તેના ટ્રકમાં બેસી ગયા અને તે એક વીર યોદ્ધાની જેમ ટ્રકને દોડાવીને આગળ વધતા રહ્યા. ૮૦ પાકિસ્તાન સૈનિકોને તેણે ટ્રકથી જ કચડી નાખ્યા અને કોઈપણ પ્રકારના ડર વગર એમ જ ટ્રક ચલાવતા રહ્યા, જેવા કે કોઈ સામાન્ય રોડ પર ચલાવતા હોય.

તે સમયે કમલ નયનજીની ટ્રક અને ભારતીય સેના પાકિસ્તાનના સીયાલકોટ સુધી પહોંચી ગઈ હતી, અને સરકારે તેમની બહાદુરીથી પ્રભાવિત થઇને તેમને અશોક ચક્ર પણ આપ્યું. પરંતુ બીજી સહાય અને પોતાના અધિકારો માટે ભારતના આ વીર યોદ્ધાને ૫૦ વર્ષો સુધી ન્યાય ન મળ્યો. મોદી સરકાર આવવા પહેલાની સરકારો પણ ફોજીની બહાદુરીને ભૂલી ગયા હતા. આવા જ બીજા ઘણા બધા હીરો રહ્યા છે જેમણે આપણા દેશ માટે પોતાનો જીવ પણ આપી દીધો છે. આપણને ગર્વ થાય છે એવા દેશ ભક્તો માટે. આવા દેશ ભક્તોને કારણે જ આજે આપણે શાંતિથી જીવન જીવી શકીએ છીએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.