13 ફેબ્રુઆરી સૂર્યનું કુંભમાં રાશિ પરિવર્તન, રાશિઓ પર કેવી થશે અસર? જાણો પોતાની રાશિની ફળ કથન.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની ચાલની સ્થિતિ સતત બદલાતી રહે છે, જેના કારણે જ તમામ ૧૨ રાશીઓ પ્રભાવિત થાય છે, જો કોઈ ગ્રહ તમારી રાશિમાં પરિવર્તન કરે છે, તો તેના કારણે તમામ ૧૨ રાશીઓ ઉપર તેની સારી અને ખરાબ અસર પડે છે, રાશીઓ ઉપર તેની અસર કેવી રહેશે?

તે ગ્રહની સ્થિતિ મુજબ થાય છે, ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૦નો સૂર્ય તમારી રાશીના લોકોના જીવન ઉપર તેની કાંઈને કાંઈ અસર જરૂર પડશે, ખરેખર આ પરિવર્તન તમારા જીવનમાં કેવા ફેરફાર લઈને આવશે? આજે અમે તમને તેની જાણકારી આપવાના છીએ. આવો જાણીએ સૂર્યનું કુંભ રાશીમાં પ્રવેશ કઈ રાશીઓ ઉપર પાડશે શુભ અસર.

મેષ રાશી વાળા માટે સૂર્યનું રાશી પરિવર્તન શુભસમાચાર લઈને આવવાનું છે, તમારા માટે આ પરિવર્તન શુભ સાબિત થશે, તમારી આવકમાં વધારો થવાની શક્યતા ઉભી થઇ રહી છે, પ્રગતીના ઘણા રસ્તા મળી રહેશે, ઘણા ક્ષેત્રો માંથી તમને લાભની પ્રાપ્તિ થઇ શકે છે, શાસન-સત્તાનો પુરતી સહકાર મળશે, તમે તમારા કામકાજમાં સફળતા પ્રાપ્ત કરશો.

મિથુન રાશી વાળા માટે સૂર્યનું રાશી પરિવર્તન શુભ સાબિત થશે, તમને માન સન્માન સાથે સાથે ધન પ્રાપ્તિના યોગ પ્રાપ્ત થશે, તમારા દ્વારા કરવામાં આવેલા તમામ કામ સફળ થશે, કુટુંબમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, તમે તમારા તમામ કાર્ય સરળતાથી કરી શકો છો, મિત્રોનો સહયોગ મળવાનો છે.

કન્યા રાશી વાળા માટે સૂર્યનું રાશી પરિવર્તન સારું સાબિત થશે, તમારી આર્થિક સ્થિતિ મજબુત રહેશે, કોર્ટ કચેરીની બાબતમાં સારા પરિણામ પ્રાપ્ત થઇ શકે છે, આરોગ્ય સાથે જોડાયેલી તકલીફો દુર થશે, તમારું મન કામમાં લાગશે, કોઈ જુના આયોજન પુરા થઇ શકે છે. જેનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે, જીવનસાથીનો પુરતો સહકાર મળશે.

તુલા રાશી વાળા માટે સૂર્યનું રાશી પરિવર્તન ધન લાભ લઈને આવશે, પ્રેમ સંબંધિત બાબતોમાં તમને સફળતા પ્રાપ્ત થશે, કુટુંબના સંબંધોમાં મજબુતી આવશે, તમે તમારા કુટુંબના લોકો સાથે સારો સમય પસાર કરવાના છો, કોઈ જુના રોકાણથી તમને સારો લાભ પ્રાપ્ત થશે, પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક જળવાઈ રહેશે, જે તમારા માટે મદદરૂપ સાબિત થશે, માનસિક ચિંતાઓ દુર થશે.

ધન રાશી વાળા માટે સૂર્યનું રાશી પરિવર્તન ભાગ્યશાળી સાબિત થશે, તમારા અટકેલા કામ ભાગ્યના બળ ઉપર પુરા થઇ શકે છે, તમને લાભની ઘણી તકો મળી શકે છે, એટલા માટે તમે આ તકોનો પૂરો ફાયદો ઉઠાવો, સામાજિક ક્ષેત્રમાં માન સન્માનની પ્રાપ્તિ થશે, કુટુંબની તકલીફો દુર થઇ શકે છે, તમારી સુખ સુવિધાઓમાં વધારો થવાની શક્યતા ઉભી થઇ રહી છે.

મકર રાશી વાળા માટે સૂર્યનું રાશી પરિવર્તન ઉત્તમ સાબિત થશે, અચાનક તમારા અટકેલા પૈસા પાછા મળી શકે છે, તમારા દ્વારા કરવામાં આવેલો પ્રવાસ સફળ થશે, જો તમે કોઈ ભાગીદારીમાં કામ શરુ કરો છો, તો તેમાં તમને સારો લાભ મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે, જીવનસાથીની પુરતી મદદ મળશે, મિત્રોની મદદથી તમે તમારા અટકેલા કામ પુરા કરી શકો છો, કાર્યક્ષેત્રમાં તમારો દબદબો જળવાઈ રહેશે, મોટા અધિકાર તમારા કામથી ખુશ રહેશે.

આવો જાણીએ બીજી રાશીઓની સ્થિતિ વિષે

વૃષભ રાશી વાળા માટે સૂર્યનું રાશી પરિવર્તન મિશ્ર રહેવાનું છે, તમારી આવક સામાન્ય રહેશે, કુટુંબના ખર્ચામાં વધારો થવાની શક્યતા ઉભી થઇ રહી છે એટલા માટે તમે તમારા ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ રાખો, સામાજિક ક્ષેત્રમાં માન સન્માનની પ્રાપ્તિ થશે, કાર્યક્ષેત્રમાં તમને વધારાની જવાબદારી મળી શકે છે, જેથી તમારે વધુ સમય આપવો પડશે, તમે તમારી જવાબદારીઓથી પાછા નહી પડો.

કર્ક રાશી વાળા માટે સૂર્યનું રાશી પરિવર્તન મુશ્કેલ રહેવાનું છે, પિતાના આરોગ્યમાં તકલીફ આવી શકે છે, જેના કારણે જ તમને ઘણી ચિંતા રહેશે, કોઈ જૂની વાત તમને ઘણા દુઃખી કરશે, તમે ખરાબ સંગતથી દુર રહો, નહી તો તેની અસર તમારી છાપ ઉપર પડી શકે છે, વાહન ચલાવતી વખતે તમારે સાવચેત રહેવું પડશે, ભાઈ બહેનો સાથે મતભેદ થઇ શકે છે.

સિંહ રાશી વાળા માટે સૂર્યનું રાશી પરિવર્તન ઘણે અંશે ઠીક ઠીક રહેવાનું છે, કુટુંબમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે, પહેલાની સરખામણીમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવવાના યોગ ઉભા થઇ રહ્યા છે, શારીરિક રીતે તમે સ્વસ્થ રહેશો, કોઈ જૂની સમસ્યા માંથી તમને છુટકારો મળી શકે છે, પરંતુ આ રાશી વાળા લોકોએ ક્યાય પણ ધનનું રોકાણ કરતા પહેલા વિચાર વિમર્શ કરવો પડશે, નહિ તો તમને નુકશાન થઇ શકે છે.

વૃશ્ચિક રાશી વાળા માટે સૂર્યનું રાશી પરિવર્તન ઠીક ઠીક રહેશે, તમે કાર્યક્ષેત્રમાં ધ્યાન આપીને કામ કરશો, જેના કારણે જ ભવિષ્યમાં તમને સારું ફળ મળી શકે છે, વિદ્યાર્થી વર્ગના લોકોને શિક્ષણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, તમારું મન અભ્યાસમાં નહિ લાગે, તમે કોઈ પણ લાંબા અંતરના પ્રવાસ ઉપર જવાથી દુર રહો, વાહનના ઉપયોગમાં તમારે સાવચેતી રાખવાની જરૂર છે, અચાનક કાર્યક્ષેત્રમાં ફેરફાર થવાના યોગ ઉભા થઇ રહ્યા છે.

કુંભ રાશી વાળા માટે સૂર્યનું રાશી પરિવર્તન જીવનમાં મોટા ફેરફાર લઈને આવશે, તમારે તમારા આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, જો તમે તમારા કામકાજમાં મહેનત કરશો તો તેનું પરિણામ જરૂર પ્રાપ્ત થઇ શકે છે, તમે તમારી ઉપર નકારાત્મક વિચારો હાવી ન થવા દો, આળસને કારણે જ તમારા કામકાજ અટકી શકે છે, તમારે તમારી ભાવનાઓ ઉપર કાબુ રાખવાની જરૂર છે.

મીન રાશી વાળા માટે સૂર્યનું રાશી પરિવર્તન પડકારપૂર્ણ રહેશે, તમારે તમારા વિરોધીઓથી સતર્ક રહેવાની જરૂર છે, નોકરી માટે કરવામાં આવેલા પ્રયાસ સફળ થઇ શકે છે, તમારે તમારા મહત્વના કામોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, તમે આમ તેમની વાતોમાં તમારો સમય ન બગાડશો, જીવનસાથીનું આરોગ્ય બગડી શકે છે, બાળકોના અભ્યાસની ચિંતા થતી રહેશે, અચાનક કોઈ સંબંધી દ્વારા શુભસમાચાર મળવાની શક્યતા ઉભી થઇ રહી છે, પૂજા પાઠમાં તમારું મન લાગશે, કુટુંબના લોકો વચ્ચે આંતરિક તાલમેલ જળવાઈ રહેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.