નદીમાં ડૂબી રહી હતી ગર્ભવતી હરણી, પછી જે ભારતના સૈનિકોએ કર્યું તે જાણીને ગર્વ થશે.

ઇન્ડિયન આર્મી એ નદીના પાણીમાં ડૂબતી હરણી માટે એવું કામ કર્યું કે દરેક દેશવાસીને ગર્વ થવા લાગશે.

છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર પ્રાણીઓના અધિકારી અને સુરક્ષાને લઈને વિવાદ છેડાયો છે. તેનું કારણ થોડા દિવસ અગાઉ કેરળમાં થયેલી પ્રેગ્નેન્ટ હાથીની હત્યા છે. જોકે જ્યાં ખરાબ લોકો છે ત્યાં સારા લોકો પણ છે. અને તેનું જીવતું જાગતું ઉદાહરણ તમે હાલમાં જ વાયરલ થઈ રહેલા થોડા ફોટામાં જોઈ શકો છો. હકીકતમાં આ ફોટામાં આપણી ઈંડિયન આર્મીની દરિયાદિલી દેખાઈ રહી છે. તેમણે એક ગર્ભવતી માદા હરણી માટે જે કર્યું છે તેને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે.

નદીમાં ડૂબી રહી હતી હરણી :

આ આખો બનાવ અરુણાચલનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં એક માદા બાર્કિંગ હરણ (Barking Deer) જાઈડિંગ ખો નદી (Jiding Kho River) માં ડૂબી રહ્યું હતું. ત્યારે ત્યાંથી ભારતીય સેનાની એક ટુકડી પસાર થઈ રહી હતી. જયારે તેમણે જોયું કે, એક હરણી નદીમાં ડૂબી રહી છે, તો તેમણે તરત તેનો જીવ બચાવવાનો નિર્ણય લીધો.

આ જવાન નદીમાં ગયા અને હરણીને ડૂબતા બચાવી લીધી. ત્યારબાદ જવાનોએ આની સૂચના વન વિભાગને આપી, જેમણે ગર્ભવતી હરણીનો પ્રાથમિક ઉચ્ચાર કરીને તેને ઇગલ્સ નેસ્ટ વાઈલ્ડલાઇફ અભ્યારણ્યમાં (Eagles Nest Wildlife Sanctuary) છોડી દીધી.

એક ડૂબતા ગર્ભવતી માદા હરણને બચાવવા માટે જવાનોની ખુબ પ્રશંસા થઈ રહી છે. આ ઘટના 2 જુનની જણાવવામાં આવી રહી છે. આની સૂચના EasternCommand_IA (@easterncomd) એ પોતાના સત્તાવાર ટ્વીટર હેંડલ પર આપી છે. ટ્વીટ કરીને તેમણે લખ્યું – 2 જૂનના રોજ અરુણાચલની જાઈડિંગ ખો નદીમાં એક માદા બાર્કિંગ હરણને ઈંડિયન આર્મીની એક ટુકડીએ બચાવ્યું. વન વિભાગની મદદથી તેને પ્રાથમિક ઉપચાર આપ્યા પછી ઇગલ્સ નેસ્ટ વાઈલ્ડલાઇફ અભ્યારણ્યમાં મોકલી દેવામાં આવ્યું.

લુપ્ત થઈ રહ્યા છે બાર્કિંગ હરણ :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, હરણોની ‘બાર્કિંગ હરણ’ નામની પ્રજાતિ લુપ્ત થવાની અણીએ છે. આ હરણોના નામ બાર્કિંગ હરણ એટલા માટે પડ્યા કારણ કે, જયારે પણ તેમની આસપાસ કોઈ શિકારી હોય છે તો તે કૂતરાની જેમ ભસવા લાગે છે. બસ આ કારણે તેમનું નામ બાર્કિંગ હરણ પડી ગયું.

ગર્ભવતી માદા હરણીને નદીમાં ડૂબવાથી બચાવતા ભારતીય સેનાના જવાનોના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. લોકોએ કહ્યું કે, આપણે આ જવાનો પાસેથી શીખવું જોઈએ કે, પ્રાણીઓનું જીવન પણ મહત્વ ધરાવે છે, અને તેમને બચાવવા માટે આપણે જરૂરી પગલાં ભરવા જોઈએ. એક વ્યક્તિએ એ પણ કહ્યું કે, ઈંડિયન આર્મી લાજવાબ છે. તેમના લીધે આપણે આપણું માથું ગર્વથી ઊંચું રાખી શકીએ છીએ.

આમ તો તમને લોકોને આ ફોટો કેવો લાગ્યો, તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આશા છે કે તમે લોકો પણ આપણા ભારતીય જવાનો પાસેથી કાંઈ શીખશો અને પ્રાણીઓના હિત માટે આગળ આવશો. જો તમે પોતાની આસપાસ પ્રાણીઓ પર જુલમ થતા જુઓ તો તેના વિરુદ્ધ અવાજ જરૂર ઉઠાવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.