મહિલા IAS એ સરકારી હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રજુ કર્યું દૃષ્ટાંત, લોકો કરી રહ્યા છે સલામ

ઝારખંડના આદિવાસી બાહુલ્ય ક્ષેત્ર ગોડડાની ડેપ્યુટી કમિશનર કિરણ કુમારી પાસીની ખુબ ચર્ચા થઈ રહી છે. લોકો તેમની પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમને સલામી આપી રહ્યા છે. લખવામાં આવી રહ્યું છે કે, જ્યાં અમુક લોકો ન જેવી શરદી ખાંસી થતા પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા રહે છે, ત્યાં કિરણ કુમારીએ પોતાના બાળકને જન્મ આપવા માટે સરકારી હોસ્પિટલને પસંદ કરી છે.

આઈએએસ કિરણ કુમારીએ જિલ્લાની સદર હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. ડોક્ટરોએ કિરણ કુમારીની સિઝેરિયન પ્રોસેસ દ્વારા ડિલિવરી કરી છે. સરકારી હોસ્પિટલમાં ડિલિવરી કરાવવાનો નિર્ણય કિરણ કુમારીનો જ હતો. માં અને બાળક બંને સ્વસ્થ જણાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે, બે દિવસો સુધી માં અને બાળક બંનેને હોસ્પિટલમાં જ દેખરેખ માટે રાખવામાં આવશે અને પછી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.

મીડિયા સાથે વાત કરતા સમયે હોસ્પિટલના સિવિલ સર્જન એસપી મિશ્રાએ આઈએએસ કિરણ કુમારીના નિર્ણયને સમાજ માટે દૃષ્ટાંત જણાવ્યો. તેમણે કહ્યું કે, પ્રસવ પછી મહિલાનો પુનર્જન્મ થાય છે. આજના જમાનામાં જ્યાં સક્ષમ લોકો સાધારણ શરદી-ખાંસીનો ઉપચાર કરાવવા માટે મોંઘી ખાનગી હોસ્પિટલોમાં જાય છે, ત્યાં એક સક્ષમ અધિકારીના સરકારી હોસ્પિટલમાં ડિલિવરી કરાવવાના નિર્ણયથી સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાશે.

झारखंड के गोड्डा ज़िले की उपायुक्त किरण कुमारी पासी को बधाई। आपने अपने बच्चे को जन्म देने के लिए सरकारी सदर अस्पताल को…

Posted by Ravish Kumar on Sunday, March 1, 2020

સોશિયલ મીડિયામાં પણ લોકો ગોડડા ડીસીની પ્રશંસા કરી રહ્યા છે. ઝારખંડના સીએમ હેમંત સોરેને ટ્વીટ કરી લખ્યું કે, કિરણ કુમારી પાસીજીને સંતાન પ્રાપ્તિ માટે ખુબ ખુબ શુભકામનાઓ. રાજ્યમાં ચિકિત્સા વ્યવસ્થા સબળ અને સુદૃઢ કરવાના હેતુથી કરેલો તમારો પ્રયત્ન પ્રશંસનીય છે.

વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારે લખ્યું – કિરણ કુમારી પાસીને અભિનંદન. તમે પોતાના બાળકને જન્મ આપવા માટે સરકારી સદર હોસ્પિટલને પસંદ કરી. સિઝેરિયન માટે કોઈ આઈએએસ સરકારી હોસ્પિટલ નથી જતા. બાળકને ઘણો બધો પ્રેમ અને તમને સલામ. સિસ્ટમમાં ભરોસો પુનઃસ્થાપિત કરવો જ રાષ્ટ્ર્ર નિર્માણ છે. આ ફોટો ઘણો સુંદર છે. અમે કિરણ કુમાર પાસી અને તેમના નવજાત શિશુના સ્વાસ્થ્ય અને સુંદર ભવિષ્યની કામના કરીએ છીએ.

જણાવી દઈએ કે, આઈએએસ કિરણ કુમારીની ગણતરી તેજ – ચપળ અધિકારીના રૂપમાં થાય છે. તે 2013 બેચની આઈએએસ છે. સાથે જ ગોડડા જિલ્લાની 48 મી ડીસી છે. ગોડડા ડીસી કિરણ કુમારી બીજી વાર માં બની છે. આ પહેલા પણ તેમની ડિલિવરી સિઝેરિયન જ થઈ હતી.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.