મહિલા IAS અધિકારી રસ્તા પર ઝડપથી ચલાવવા લાગી વોલ્વો બસ, જાણો કેમ કરવા લાગી પોતે ડ્રાઈવિંગ?

આપણા દેશમાં જુના સમયમાં મહિલાઓ અને છોકરીઓને પુરુષોથી નબળી સમજવામાં આવતી હતી. લોકોને એવું લાગતું હતું કે, મહિલાઓ માત્ર ઘરનું કામ જ કરી શકે છે. પણ સમય પસાર થવાની સાથે સાથે લોકોની વિચારસરણી પણ બદલાવા લાગી. આજના સમયમાં મહિલાઓ મોટા મોટા હોદ્દા ઉપર કામ કરી રહી છે અને આપણા દેશનું નામ રોશન કરી રહી છે.

મહિલાઓને નબળી માનવા વાળા લોકોની ટૂંકી વિચારસરણીને બેંગ્લોરની એક IAS અધિકારી સી. સીખાએ ખોટી સાબિત કરી. તેમણે બસ ચલાવીને એક વખત ફરી એ સાબિત કરી દીધું કે, મહિલાઓ કોઈ પણ બાબતમાં પુરુષોથી નબળી નથી. આવો જાણીએ તેમના વિષે વિસ્તારથી.

બેંગલુરુ મેટ્રોપોલીટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (બીએમટીસી) ની એમડી અને મહિલા IAS અધિકારી જેમનું નામ સી. શીખા છે તેમણે મંગળવારના દિવસે વોલ્વો બસ ચલાવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા. બસની ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠા પછી શીખાને જોઇને એવું લાગી રહ્યું હતું કે, જેમ કે તે એક ઘણી જ તાલીમ બદ્ધ અને જોરદાર ડ્રાઈવર છે. તેની સારી ડ્રાઈવિંગે બધા કર્મચારીઓને ઘણા વધુ પ્રભાવિત કર્યા.

ત્યાં રહેલા તમામ લોકોએ શિખાની જોરદાર પ્રશંસા કરી. થોડા દિવસો પહેલા આ બનાવ બન્યો છે, જેમાં એવું પહેલી વખત બન્યું છે કે કોઈ મહિલા આઈએએસ અધિકારીએ તપાસ કરવા માટે બસને જાતે ચલાવીને જોઈ હોય.

કોર્પોરેશનના અધિકારીઓ સાથે IAS અધિકારી સી. શિખા અહિયાં તપાસ કરવા માટે આવી હતી. શિખાએ ટેસ્ટ ટ્રેક ઉપર જાતે વોલ્વો બસ ચલાવીને તેની તપાસ કરી. પહેલા તો કર્મચારી થોડા ડરી ગયા પણ જયારે જોયું કે શિખા એક જાણકાર અને ઉત્તમ ડ્રાઈવરની જેમ બસ ડ્રાઈવ કરી રહી છે, તો ત્યાં રહેલા તમામ લોકોએ તાળીઓ વગાડીને શિખાનો ઉત્સાહ વધાર્યો. તે ઉપરાંત આઈએએસ અધિકારી શિખાના આ પગલાએ ઘણા લોકોને પ્રેરણા પણ આપી. જેમાં ખાસ કરીને કોર્પોરેશન સાથે જોડાયેલી એકલી મહિલા બસ ડ્રાઈવર પ્રેમા રમપ્પા પણ જોડાયેલી હતી.

પ્રેમાએ પાછળથી જણાવ્યું કે, તે મેડમ શિખાથી ઘણી પ્રેરિત થઇ છે. બેંગલુરુમાં લગભગ ૩૬ લાખ પ્રવાસીઓ રોજ બસમાં મુસાફરી કરે છે. એટલા માટે બેંગલુરુમાં લગભગ ૬૪૦૦ બસો ચાલે છે જયારે ૧૪ હજાર ડ્રાઈવર છે. ૨૦૦૪ બેચની આઈએએસ શિખાએ વર્ષ ૨૦૧૯ માં સપ્ટેમ્બરમાં અહિયાંના એમડીનો ચાર્જ સંભાળ્યો છે. સતત ઘણા બધા અકસ્માતો થયા પછી જાતે શિખાએ તપાસ કરવાનો નિર્ણય લીધો. અને કર્મચારીઓ સામે જ બસ ચલાવીને તેને પ્રેરણા પણ આપી.

નિરીક્ષણ કરતી વખતે શિખાએ ડ્રાઈવર્સ સાથે તેમની સમસ્યાઓ વિષે પણ માહિતી મેળવી, સાથે જ તેમણે ડ્રાઇવર્સને તેમની તકલીફો દુર કરવાનું આશ્વાસન પણ આપ્યું. મહિલા અધિકારી શિખાએ જણાવ્યું કે, તેઓ સારી રીતે જાણે છે કે ડ્રાઇવર્સને કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમ છતાં પણ પ્રવાસીઓની સુરક્ષા આપણી જવાબદારી છે અને આપણે બધાએ આ જવાબદારીને સંપૂર્ણ ઈમાનદારી સાથે નિભાવવાની છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.