માત્ર ૩ ફૂટની છે આ મહિલા IAS ઓફિસર, પોતાના કામને કારણે તે આખા દેશની મહિલાઓ માટે બની ગઈ છે એક ઉદાહરણ

માણસ ભલે ઓછો સુંદર હોય, ઓછા પૈસા વાળા હોય કે પછી ઓછી ઊંચાઈ વાળા હોય, પરંતુ મનમાં કાંઈક કરવાની ધગશ હોય છે તો દરેક કામ સરળ બની જાય છે. કંઈક કરવાની ધગશ માણસને ક્યાંથી ક્યાં પહોચાડી દે છે, એનો લોકોને વિશ્વાસ સુદ્ધાં નથી થઇ શકતો. કાંઈક એવું જ કરી બતાવ્યું માત્ર ૩ ફૂટની આ મહિલા IAS ઓફિસરએ. પોતાનો અભ્યાસ અને મહેનતના બળથી આજે મોટા મોટા ઊંચા કદના લોકો તેની આગળ નમે છે. દહેરાદુનમાં ઉછરીને મોટી થયેલી IAS ઓફિસર આરતી ડોગરા પોતાના કામ દ્વારા ચર્ચામાં જળવાઈ રહે છે. તેમણે એવા એવા કામ કર્યા છે કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેના કામથી ઘણા પ્રભાવિત થયા.

માત્ર ૩ ફૂટની છે આ મહિલા IAS ઓફિસર :

૧૮ ડીસેમ્બરના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રીએ પોતાની ફરજની જવાબદારી સંભાળતા જ ૪૦ આઈએએસ ઓફિસરોની બદલી કરાવી. ખાતામાં થયેલા આ વિશેષ ખાતાકીય ફેરફાર સાથે જ આરતી ડોગરાને સંયુક્ત સચિવની જવાબદારી આપવામાં આવી, અને તે પહેલા આરતી અજમેરમાં કલેકટરના હોદ્દા ઉપર ફરજ બજાવતા હતા. વર્ષ ૨૦૦૬ ની બેચ માંથી પાસ આઉટ થઇ IAS આરતી ડોગરા ભલે જ કદમાં ત્રણ ફૂટ જ હોય, પરંતુ તેમણે પોતાના ખાતાકીય નિર્ણયોથી રાજસ્થાનમાં જ નહિ પરંતુ આખા દેશમાં મહિલાઓ માટે એક ઉદાહરણ બનવાનું કામ કર્યુ છે.

આરતીની પ્રશંસા દેશના પ્રધાનમંત્રી મોદી પણ કરી ચુક્યા છે. ડોગરા અજમેર પહેલા બિકાનેર કલેકટર સહીત ઘણા બીજા મહત્વના હોદ્દા ઉપર કામ કરી ચુકી છે, અને તેની કુશળતાનો જાદુ પાથરી ચુકી છે. આઈએએસ આરતી ડોગરાના જણાવ્યા મુજબ, માણસએ ક્યારે પણ છોકરી અને છોકરામાં ફરક ન સમજવો જોઈએ, અને જો કોઈ મહિલા કે પુરુષ ઓફિસર બની જાય તો તેણે એક સરખો વ્યવહાર કરવો જોઈએ.

એક એવોર્ડ ઈવેન્ટમાં આરતીએ જણાવ્યું, કે જયારે તેમણે IAS ની પરીક્ષા પાસ કરી હતી, ત્યારે તેના ઘેર ઘણા બધા લોકો અભિનંદન આપવા આવી ગયા હતા. તેમાંથી એક વ્યક્તિએ મારી માં ને કહ્યું, તમારી દીકરીએ દીકરાની કમી પૂરી કરી દીધી. તો તેના જવાબમાં મારી માં એ કહ્યું, દીકરાની કમી ક્યારેય થઇ જ નથી. તે અમારી દીકરી છે અને તેણે તેનું કામ કર્યુ છે અને અમારું નામ ઉજ્વળ કર્યુ છે.

મહિલાઓ માટે કર્યુ આ કામ :

મોદી સરકારે દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું જેનાથી દેશની ગંદકી સાફ કરવાની જવાબદારી અહિયાં રહેનારા દરેક નાગરિકની થઇ ગઈ. તે દરમિયાન ખુલ્લામાં શૌચ ન કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું અને ઘણા ગામમાં શૌચાલય બનાવવામાં આવ્યા.

તે દરમિયાન આરતી બિકાનેરમાં કલેકટરના હોદ્દા ઉપર ફરજ બજાવી રહી અને તેમણે ‘બંકો બીકોણા’ નામનું એક કેમ્પેઈન ચલાવ્યું, જેના અંતર્ગત ખુલ્લામાં શૌચ ન જવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા. એડમીનીસ્ટ્રેશનના લોકો સવારે ૪ વાગ્યાથી જ આ ગામ અને આજુ બાજુના વિસ્તારોમાં ફરીને ખુલ્લામાં શૌચ કરવા વાળાને અટકાવતા હતા. તેના રહેતા ગામમાં પાક્કા શૌચાલય પણ બનાવવામાં આવ્યા અને તેનું મોનીટરીંગ મોબાઈલ સોફ્ટવેર દ્વારા જ કરવામાં આવતું હતું.

એક રીપોર્ટના જણાવ્યા મુજબ આ કેમ્પેઈન 195 ગ્રામ પંચાયતમાં ચલાવવામાં આવ્યું. આ કમ્પેઈનની સફળતા પછી આજુ બાજુના જીલ્લામાં પણ આ કામ કરવામાં આવ્યું, અને આરતી ડોગરાની ઘણી પ્રશંસા થઇ. તમને જણાવી દઈએ કે આરતી ડોગરાને રાજ્ય સ્તરેથી લઇને નેશનલ લેવલ સુધી ઘણા એવોર્ડ મળી ચુક્યા છે.