નવજાત બાળક સાથે પરીક્ષા આપવા આવી મહિલા, પરંતુ મહિલા પોલીસે તેની સાથે જે કર્યું તેને નમન છે

પોલીસ આ દુનિયાનું સૌથી મહત્વનું અંગ છે. ગુનેગારોને પકડવા અને દુનિયામાં થતા ગુનાને કંટ્રોલ કરવા ઉપરાંત પણ તે લોકોના ઘણા પ્રકારના કામ કરે છે. દેશમાં જયારે પણ સ્થિતિ બગડે છે કે કોઈ તહેવાર, સરઘસ વગેરે થાય છે, તો તે ૨૪ કલાક પોતાની સેવા આપે છે. આમ તો તેમ છતાં પણ લોકોનું એવું માનવું હોય છે કે, પોલીસ વાળા ભ્રષ્ટાચારથી ભરેલા હોય છે.

હવે થોડા ગણ્યા ગાંઠ્યા લોકોને કારણે જ તમે બધા પોલીસ વાળા ઉપર આ આરોપ નથી લગાવી શકતા. આપણે ઘણી વખત એવા સજ્જન પોલીસ વાળા પણ જોઈએ છીએ, જે પોતાની નિર્ધારિત ફરજ ઉપરાંત પણ લોકોની સેવા કરી માણસાઈનું ઉદાહરણ પૂરું પાડે છે.

એવું જ એક તાજું ઉદાહરણ હાલના દિવસોમાં આસામમાં બન્યું છે. ખાસ કરીને હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર મહિલા પોલીસ કર્મચારીના ફોટા ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં બે મહિલા પોલીસ પોતાના ખોળામાં નાના નાના બાળકોને ખવરાવતી જોવા મળી રહી છે. મીડિયા સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આ ફોટા આસામ પોલીસના છે.

બન્યું એવું કે આ બાળકોની માતાએ TET (Teachers Eligibility Test) ની પરીક્ષા આપવાની હતી. તેવામાં આ મહિલા આરામથી પરીક્ષામાં લખી શકે એટલા માટે આસામની મહિલા પોલીસ કર્મચારીઓએ પોતે આગળ આવીને બાળકોને સાચવવાની વાત કરી. ત્યાર પછી તે મહિલાએ આ પોલીસ કર્મચારીઓને બાળક સોપી દીધું અને પરીક્ષા હોલમાં જતી રહી.

એ દરમિયાન કોઈએ આ સુંદર પળની તસ્વીરો કેમેરામાં કેદ કરી લીધી. સોશિયલ મીડિયા ઉપર લોકોને આ તસ્વીરો ઘણી પસંદ આવી રહી છે. જાણકારી મુજબ આ ઘટના ૧૦ નવેમ્બર રવિવારની છે. આ દિવસે આસામમાં TET પરીક્ષા રાખવામાં આવી હતી. જે વ્યક્તિ એકથી આઠ ધોરણ સુધીના બાળકોને ભણાવવા માટે શિક્ષક બનવા માંગતા હોય, તેમના માટે આ બેઝીક પરીક્ષા પાસ કરવી જરૂરી હોય છે.

આ ફોટા આસામ પોલીસે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપર શેયર કર્યા છે. આ ફોટાઓ શેયર કરતા તેમણે લખ્યું કે, “માં બનવું એક કાર્ય છે, જેને તમે કરો છો ન કે ફક્ત તેનું ટાઈટલ લો છો.” દરંગ જીલ્લામાં આસામ પોલીસના કર્મચારી આ નાના બાળકની સંભાળ રાખી રહી છે, જયારે તેની માં TET પરીક્ષા આપી રહી છે.

ત્યાં સોશિયલ મીડિયા ઉપર લોકોને મહિલા પોલીસનું આ કામ ઘણું પસંદ આવી રહ્યું છે. લોકો આ સજ્જન પોલીસ વાળાઓને સલામ મારી રહ્યા છે. એક બીજી રસપ્રદ વાત એ સામે આવી કે, ફોટામાં પિંક કલરના રૂમાલમાં રહેલું બાળક મહિલા પોલીસ કર્મચારીના ખોળામાં ઘણો ખુશ જોવા મળી રહ્યો છે. અને ફોટામાં જોવા મળતું બીજું બાળક શાંતિથી ઊંઘી રહ્યુ છે.

એક યુઝરે એ વાત પણ જણાવી કે, આ મહિલાઓ આસામી સોસાયટીને રીફ્લેક્ટ કરી રહી છે. અને બીજા યુઝરે જણાવ્યું કે, પોલીસનું કામ માત્ર ગુનેગારોને પકડવાનું જ નથી, પરંતુ સમાજની મદદ કરવાનું પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું ગુનેગારોને જેલમાં નાખવાનું. બસ આવા પ્રકારનો ઘણો બધો પ્રેમ સોશિયલ મીડિયા ઉપર મળી રહ્યો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.