કાળજાના કટકાને ફોસલાવીને ડ્યુટી પર આવે છે, પોતે ઘરે જઈ નથી શકતી, તો ફોન પર ખાવાનું શીખવાડે છે, ખાખીની ફરજ નિભાવે છે

ખાખીની ફરજ નિભાવતા આ મહિલા કોન્સ્ટેબલો ઘરે નથી જઈ શકતી, ફોન પર ખાવાનું બનાવતા શીખવાડે છે.

રાજસ્થાનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ છે, બાકી શહેરોમાં લોકડાઉન એટલે કે કર્ફ્યુ જેવી જ સ્થિતિ છે. જનતા પોતપોતાના ઘરોમાં છે. તેમજ પોલીસ સંપૂર્ણ ચુસ્તી સાથે પહેલાથી વધારે સમય ફિલ્ડમાં પસાર કરી રહી છે. એ બધામાં એવી મહિલા પોલીસ કર્મચારીઓ પણ છે જે અન્ય લોકોના ઘરોને સુરક્ષિત રાખવા પોતાના ઘર અને બાળકોને છોડીને ડ્યૂટી પર હાજર રહે છે. તેઓ ડ્યુટી દરમિયાન જ એક માં અને ગૃહિણીની ફરજ નિભાવી રહી છે. આવો એમાંથી અમુક મહિલાઓ કેવી રીતે દિવસો પસાર કરે છે તે જાણીએ.

1. નાની બાળકીને વાતોમાં ફોસલાવીને ડ્યુટી પર આવવું પડે છે :

5 વર્ષની દીકરી નવ્યાને ઘરમાં મૂકીને ડ્યુટી પર જવું પડે છે. રોજ તેને રડતી મૂકીને નીકળવું પડે છે. ડ્યુટી પરથી ધરે પહોંચું ત્યાં સુધીમાં તો તે ઊંઘી જાય છે. પણ સવારે જયારે મને જુએ છે તો તેને ખુશ કરવા માટે અલગથી તેને ફોસલાવું છું. પછી તેને વાતોમાં ભેરવીને નીકળી પડું છું. એવામાં હાલમાં કોરોનાને લીધે દીકરીને મળતા સમયે સતર્કતા પણ રાખું છું.

2. ત્રણ વર્ષના દીકરાને સાથે લઈને આવું છું, ડ્યુટીની જગ્યાએ છાંયડો જોઈને બેસાડું છું :

લોકડાઉનના થોડા દિવસો સુધી દીકરો મયંક પરિવારના અન્ય સભ્યો સાથે રહેતો હતો. પણ પછી રડવા લાગતો અને જીદ્દ કરતો હતો. એવામાં તેને ડ્યુટી પર સાથે રાખું છું. નાગૌરી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ છે, એવામાં તેને સાથે રાખીને ડ્યુટી કરું છું. આ દરમિયાન મુશ્કેલી નથી થતી, સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવું પણ જરૂરી હોય છે, તો એવામાં જ્યાં ડ્યુટી હોય છે, ત્યાં તેને છાંયડામાં બેસાડી દઉં છું.

3. બંને દીકરીઓ સાથે ફક્ત ફોન પર જ વાત થઈ શકે છે :

લોકડાઉન પછીથી ઘરે ઓછું જવાનું થાય છે. પણ જયારે પણ ઘરેથી નીકળું છું, તો બંને દીકરીઓ દિવ્યા અને જાહન્વી રડવા લાગે છે. રોજ એવું કહીને નીકળું છું કે, આજે જલ્દી ઘરે આવીશ. મોડી રાત્રે ઘરે પહોંચું છું ત્યારે બંને સૂતી હોય છે. પણ જ્યારથી કુડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાગ્યો છે, ત્યારથી ઘરે જવાનું થતું નથી. બસ ફોન પર જ વાત થાય છે.

4. 3 વર્ષનો દીકરો ઊંઘી જાય પછી પહોંચું છું, ઉઠવાપહેલા નીકળું છું :

લોકડાઉન પહેલા ડ્યુટી પરથી જયારે પણ ઘરે પહોંચતી તો સાડા ત્રણ વર્ષનો પ્રત્યુશ મને ગળે મળતો હતો. લોકડાઉન પછીથી ફિલ્ડ પરથી ઘરે જવાનું ઓછું થાય છે. જયારે પણ ઘરે જઉં છું તો તે સૂતેલો હોય છે. તેના જાગવા પહેલા જ ડ્યુટી માટે નીકળી જઉં છું, જેથી તેને સંક્રમણના સંભવિત ભયથી દૂર રાખી શકું. પરિવારને સુરક્ષિત રાખવા માટે તેમને ઘરના અલગ રૂમમાં જ રાખું છું.

5. હું ઘરે નથી જઈ શકતી, દીકરાને વિડીયો કોલ ખાવાનું બનાવતા શીખવ્યું :

જ્યારથી લોકડાઉન થયું ત્યારથી મોટાભાગનો સમય ફિલ્ડ પર જ પસાર થાય છે. ઘરે જવાનું થતું નથી. પોલીસ સ્ટેશનને જ ઘર બનાવી લીધું છે. એવામાં દીકરા ઈશાન સત્યપ્રકાશે ઘરમાં એકલા રહેવું પડે છે. દીકરાને થોડા દિવસ જમવાની મુશ્કેલી રહી. એવામાં હું તેને વિડીયો કોલ કરવા કહેતી. તેને કોલ પર જ ખાવાનું કઈ રીતે બનાવવું તે શીખવાડતી. થોડા દિવસોની પ્રેક્ટિસ પછી હવે તે ખાવાનું બનાવાનું શીખી ગયો છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.