જાણો ફાઈબર આપણા શરીર માટે કેમ છે જરૂરી, તેની ઉણપથી કઈ કઈ પ્રકારના થાય છે નુકશાન

ફાઈબર એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ હોય છે, જેમાં પોષણ તો ખુબ ઓછું હોય છે પણ તે પાચનને લગતી પ્રક્રિયાઓ ને સંચાલિત કરવામાં ઘણી મદદ કરે છે. આપણા શરીરને સારા સ્વાસ્થ્ય માટે ઘણી જાતના પોષક તત્વો વાળો આહાર લેવો પડે છે. આ આહારોના પાચન સારી રીતે થવું પણ જરૂરી હોય છે. ફાઈબર શરીરમાં સારી રીતે પાચન માટે જવાબદાર હોય છે. ફાઈબરથી આપણને કોઈ પણ જાતના પોષણ નથી મળતા પણ આપણા શરીર માટે ખુબ જ જરૂરી તત્વ હોય છે. ફાઈબર આપણા પેટમાં ઘણા સમય સુધી જળવાય રહે છે, જેના લીધે આપણને વારંવાર ભૂખ નથી લગતી. ફાઈબરનો આ ગુણ તમને વજન ઓછું કરવામાં ખુબ મદદ કરે છે. ફાઈબરના ફાયદા વિષે જાણતા પહેલા તમારે તે પણ જાણવું જરૂરી છે કે ફાઈબર શું છે?

શું છે ફાઈબર? – ફાઈબર એક જાતનું કાર્બોહાઈડ્રેટ હોય છે, જેમાં પોષણ તો ખુબ ઓછા પ્રમાણમાં હોય છે પણ આ પાચન ને લગતી પ્રક્રિયાઓ ને સંચાલિત કરવામાં ખુબ મદદ કરે છે. ફાઈબર બે જાતના જણાવવામાં આવે છે, પહેલો ઘુલનશીલ(ઓગળી જાય તેવો) ફાઈબર અને બીજો અધૂલનશીલ ફાઈબર. ધૂલનશીલ ફાઈબરથી લીધેલ આહાર પાણીમાં સરળતાથી ભળી જાય છે. તે શરીરની અંદર ભળીને એક જાતનો ઘાટો તૈલી કે જેલ બનાવે છે, જે કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ કરવામાં કામ કરે છે. તે બ્લડ શુગર તથા ડાયાબીટીસના દર્દીઓને માટે ખુબ ફાયદાકારક હોય છે. તે ઉપરાંત અધૂલનશીલ ફાઈબર વજનને નિયંત્રિત કરવામાં ઉપયોગમાં લઇ શકાય છે.

શામાંથી મેળવી શકાય છે ફાઈબર – ફાઈબરથી યુક્ત આહારનું સેવન કરવું સારા આરોગ્ય માટે ખુબ જરૂરી છે. ખાસ કરીને શુગર, મોટાપો અને ડાયાબીટીસ ના દર્દીઓને રોજ ફાઈબરયુક્ત આહારનું સેવન કરવું જોઈએ. ફાઈબર ચોકર શિર ઘઉં નો લોટ, લીલા પાંદડા વાળા શાકભાજી, સફરજન, પપૈયું, દ્રાક્ષ, ખીરા, ટમેટા, ડુંગળી, ફોતરાવળી દાળ, સલાડ, શક્કરીયા, ઇશબગુલ ની ભૂકી, દાળિયા, બેસન અને સોજી જેવા ખાદ્ય પદાર્થોમાં જરૂરી પ્રમાણમાં મળી આવે છે.

ફાઈબર ની ઉણપ થવાથી શું થશે – ફાઈબરનું યોગ્ય પ્રમાણ ન મળેલ પાણી થી મોટાપાનો રોગી બની જાય છે. પેટ સાફ ન થવાથી મોઢામાં છાલા થઇ જવું સામાન્ય વાત છે. ફાઈબરની ઉણપથી કબજિયાત, ગેસ, પેટ સાથે જોડાયેલી અન્ય બીમારીઓ જેવી કે અલ્સર વગેરેનો સામનો કરવો પડી શકે છે. તે ઉપરાંત આતરડાનું કેન્સર, બબાસીર, હ્રદયની બીમારીઓ પણ ફાઈબરનું યોગ્ય પ્રમાણમાં સેવન ન કરવાથી થઇ શકે છે.

ફાયબર નો સૌથી ઉત્તમ સ્ત્રોત ઇસબગુલ છે જે ગુજરાત નાં જ કિસાનો ઉગાડે છે તેની જાપાન જેવા દેશો માં પણ ખુબ ડીમાંડ છે. ઇસબગુલ ને પાણી માં નાખી ને જ લેવા માં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.


Posted

in

, ,

by