આ રાશિઓ પર રહેશે સ્કંદમાતાની કૃપા, પાંચમા નોરતે નોકરી અને નફામાં ભાગ્યશાળી રહેશે આ રાશિના લોકો.

મેષ રાશિ : આજે તમે પોતાને ઘણા એકલા અનુભવી શકો છો પણ તે તમારો ભ્રમ માત્ર છે. પોતાને એકલા અને અસહાય સમજવાથી બચો અને પોતાની ક્ષમતાને ઓળખો. કામને લઈને દિવસ મજબૂત રહેશે, એટલા માટે પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપો જેથી સારા પરિણામ મળી શકે. અંગત જીવનને લઈને આજે સમજદારીનો પરિચય આપવો પડશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આજે ઘણા રોમાન્ટિક દેખાશે, જયારે ગૃહસ્થ જીવન પસાર કરી રહેલા લોકો આજે પોતાના જીવનસાથી સાથે કોઈ પોલિસી વિષે ચર્ચા-વિચારણા કરી શકે છે.

વૃષભ રાશિ : પોતાના બિઝનેસ પાર્ટનર સાથે સારા સંબંધ પર ધ્યાન આપો નહિ તો આજે તેમની સાથે ઝગડો થઇ શકે છે. આવકમાં વધારો થવાના પ્રબળ યોગ બનશે. માનસિક તણાવ તમારાથી દૂર ભાગશે અને આજે તમે ઘણા જોશમાં દેખાશો. કામને લઈને સ્થિતિ સામાન્ય રહેશે. આજે તમને કોઈનું માર્ગદર્શન પ્રાપ્ત થશે, જેથી તમે ઘણા લાભાન્વિત થશો. અંગત જીવન સુખ આપશે અને આજે પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પોતાના પ્રિય વ્યક્તિને કોઈ ગિફ્ટ આપી શકે છે. આજે તમે કોઈની પાસેથી ઉધાર પણ લેશો, જે તમારા કોઈ મહત્વપૂર્ણ કામ માટે હશે.

મિથુન રાશિ : આજે તમે બુદ્ધિનો પ્રયોગ કરીને પોતાના બગડેલા કામ બનાવી લેશો. તેનાથી તમારી કાર્યકુશળતા પણ સિદ્ધ થશે અને લોકો તમારી પ્રશંસા પણ કરશે. તમારી આવક પણ થશે. આજનો દિવસ મનોરંજનમાં પસાર થશે. કામને લઈને સ્થિતિ સારી છે. કામ પર તમારી પકડ બનેલી છે. પોતાના બિઝનેસને આગળ વધારવાનો નવો આઈડિયા તમારી પાસે આવશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, ફક્ત વધારે ચિંતા કરવાથી બચો અને સંપૂર્ણ જોશ સાથે આજના દિવસની શરૂઆત કરો. ગૃહસ્થ જીવન સારું રહેશે જયારે પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોને આજે કોઈ નિરાશા થઇ શકે છે.

કર્ક રાશિ : આજે તમે પોતાના પ્રેમ જીવનને લઈને ઘણો ભાવુક અનુભવ કરશો. તમે પોતાના પ્રિય વ્યક્તિને પોતાના દિલની વાત ઊંડાણથી જણાવવા ઇચ્છશો કે તમે તેની કેટલી સંભાળ રાખો છો, પણ તેમનો વ્યવહાર તમને દુઃખી કરી શકે છે. પ્રયત્ન કરો કે આજે તમે તેમને મળો નહિ. પરણેલા લોકો પોતાના ગૃહસ્થ જીવનમાં સંતુષ્ટ થશે અને આજે પોતાના જીવનસાથી સાથે ઓફિસની વાતો શેયર કરશો. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે. કામને લઈને તમે સહજ રહેશો. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પેટ સાથે જોડાયેલી કોઈ સમસ્યા થઈ શકે છે.

સિંહ રાશિ : આજે તમે પોતાનામાં મજબૂતાઈ અનુભવશો. અમુક વિરોધી તમને પરેશાન જરૂર કરી શકે છે પણ, સાંજ થતા થતા તમે તેનો કોઈને કોઈ ઉકેલ કાઢી લેશો. પોતાના બિઝનેસને લઈને આજે ઘણા ગંભીર રહેશો. લેબરનો કોઈ મુદ્દો તમારું ધ્યાન આકર્ષિત કરશે. ગૃહસ્થ જીવનમાં આજે સારો સમય રહેશે અને જીવનસાથી સાથે ખુશીથી ભરપૂર સમયનો અનુભવ થશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આજે પોતાના સંબંધમાં ઘણા ખુશ થશે અને આવકમાં પણ વધારો થશે, જે તમારો દિવસ બનાવી દેશે.

કન્યા રાશિ : ઘર પરિવારમાં આનંદ રહેશે. કોઈ ખાસ વસ્તુ ખરીદવા માટે ખર્ચ કરશો. ઘરની ખુશહાલી માટે કંઈક નવું કરવા માટે આજે વિશેષ દિવસ છે. તમે કોઈ લાંબી યાત્રાનું પ્લાનિંગ રદ્દ કરી શકો છો. આજે તમારી માં તમને કોઈ સારી શીખ આપી શકે છે, જે તમારા બિઝનેસમાં ઘણી કામ લાગશે. જીવનસાથી ગુસ્સામાં આવીને કંઈક ખોટું કહી શકે છે, પણ તેમની વાતોને દિલ પર ના લો. શાંતિથી કામ લો.

તુલા રાશિ : આજે તમારા અટકેલા કામ બનશે, જેથી તમારી અંદર જોશ વધશે અને તમે કોઈક નવા કામ પણ શરૂ કરશો. આવકને લઈને આજે તમે સંતુષ્ટ દેખાશો કારણ કે સારી આવક થશે. ખર્ચમાં પણ ઘટાડો થશે અને તમે વિરોધીઓ પર ભારે પડશો. આજે તમે કોઈ ખાસ પૂજામાં રસ દેખાડશો અથવા મંદિરમાં જઈને ઈશ્વર દર્શનમાં સમય પસાર કરશો. અંગત જીવન સુખ આપનારું હશે અને કામને લઈને આજે તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, પણ સાંજ થતા-થતા તમે તે પડકારોમાંથી બહાર નીકળી જશો અને તમારા ચહેરા પર હાસ્ય હશે.

વૃશ્ચિક રાશિ : આજે તમારા મનમાં ઘણો તણાવ રહેશે. કોઈ વાતનું પ્રેશર તમને વધારે પરેશાન કરશે. ખર્ચમાં પણ વધારો થઈ શકે છે પણ તમારે વધારે ટેંશન લેવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. કામમાં ભાગદોડ રહેશે અને તમારે ક્યાંક દૂર ટ્રાવેલિંગ પર જવું પડી શકે છે. ભાઈ બહેનોને તમારી પાસેથી પૈસાની જરૂર પડી શકે છે. ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ ઘણો સારો છે અને જીવનસાથી તમને હિંમત આપશે પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આજે પોતાના પ્રિય વ્યક્તિનો ઉત્સાહ જોઈને ઘણા ખુશ થશે, કારણ કે તે કોઈ નવા કામની શરૂઆત કરી શકે છે.

ધનુ રાશિ : આજે પોતાના જ્ઞાન, બળ અને બુદ્ધિના દમ પર દિવસને પોતાનો બનાવવામાં સફળ રહેશો. કોઈને કોઈ ખર્ચને લઈને ચિંતા જરૂર થશે. પણ તમે એક યોદ્ધાની જેમ પોતાની બધી સમસ્યાઓને દૂર કરી દેશો. પારિવારિક જીવન તમારું ધ્યાન આકર્ષિત કરશે. આજે કોઈ પ્રોપર્ટી અથવા પોતાનું ઘર ખરીદવાનો વિચાર થશે. આવક સામાન્ય રહેશે. પરસ્પર તાલમેલના આધારે ગૃહસ્થ જીવન આગળ વધશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આજે પોતાના પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક ફરવા જઈ શકે છે.

મકર રાશિ : આજે તમારે આત્મવિશ્વાસથી પણ બચવું પડશે. જ્યાં કામ કરો છો, ત્યાં તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, પણ હિંમતથી કામ લો. આ સમય પણ જતો રહેશે. બોસ સાથે તમારો ઝગડો થઈ શકે છે, એટલા માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે, સાવચેતીથી કામ કરો. અંગત જીવન તમને ખુશી જરૂર આપશે. આજે પોતાની કાર્ય કુશળતા અને પોતાના વિચારને કારણે પરિવારમાં મહત્વની ભૂમિકા ભજવશો અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

કુંભ રાશિ : આજે પોતાના પરિવારના સ્વાસ્થ્યને લઈને થોડા પરેશાન દેખાશો. ભાગ્યને કારણે આજે તમને બિઝનેસમાં કોઈ નવા સંપર્ક અને નવા સોદા મળી શકે છે, જેથી તમને સારો નફો મળશે. આજે તમારી આવક પણ સારી રહેશે અને તમારા અટકેલા કામ પણ થશે. ગૃહસ્થ જીવન પસાર કરી રહેલા લોકો આજે પોતાના જીવન સાથી સાથે રોમાંસ કરતા દેખાશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પોતાના પ્રિય વ્યક્તિ વિષે વિચારીને ખુશ થશે. કામને લઈને દિવસ થોડો નબળો છે.

મીન રાશિ : આજે તમે ઘણી સારી સ્થિતિમાં રહેશો, જે કામને કરવાનું વિચારશો તેમાં સફળતા મળશે કારણ કે ભાગ્ય તમારી સાથે હશે. ફક્ત ઓવર કોન્ફિડન્ટ થવાથી બચો અને પોતાના વિષે વધારી-ચડાવીને કોઈ વાત ન કરો. તમારી ઓફિસમાં તમારી સ્થિતિ સારી રહેશે. અંગત જીવનને લઈને સ્થિતિઓ થોડી તણાવ પૂર્ણ છે, પણ તમારી અંદર તેમાંથી બહાર નીકળવાની હિંમત છે. આજે તમે બીજાને પણ પ્રેરણા આપશો અને અચાનકથી ધન પ્રાપ્તિના યોગ બનશે. આજે કોઈ મહિલા સાથે ઝગડો કરવો નહિ.