ફ્લાઇટમાં પાદવાથી થયો ઝગડો, વચ્ચે જ થયું ઇમર્જન્સી લૈન્ડીંગ

તમારા ગ્રુપ માંથી કોઈ એવા છે જે જ્યાં સુધી શાંતિ ન થાય ત્યાં સુધી ગેસ છોડે છે. ચાર મિત્રો વચ્ચે કોઈ છે જે દરેક વખતે ગંધ ફેલાવી દે છે. અને પૂછીએ તો કહે છે – મેં નથી કર્યુ, સોગંધ થી.. જો તમે કોઈ એવાને જાણો છો તો તેને આ ખબર જરૂર સંભળાવશો.

તમે બોલીવુડ ફિલ્મ થ્રી ઈડિયટ તો જોઈ જ હશે. જો તમે આ ફિલ્મ જોઈ છે તો તમને એ ફિલ્મનું એક ફની પાત્ર ચતુર રામલિંગમ પણ જરૂર યાદ હશે. ચતુરએ આ ફિલ્મમાં સંસ્કૃતમાં પાડવાની શૈલી ઉપર શ્લોક વાંચ્યા હતા. उत्तमम दधददात पादम, मध्यम पादम थुचुक थुचुक,घनिष्ठः थुड़थुडी पादम, सुरसुरी प्राण घातकम| ત્યાર પછી ચતુર રેંચોને ચેલેન્જ કરે છે. તે ફિલ્મમાં આમીર ખાનનો એક મિત્ર ખોટું બોલીને પ્લેનનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવે છે. હમણાં હાલમાં જ એક એવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પ્રવાસી દ્વારા પાદી ગયા પછી વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હાલમાં જ હું દુબઈથી એમ્સટર્ડમ જઈ રહેલી એયરલાઈન્સની ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડીંગનું કારણ જાણીને દંગ રહી ગયો. ખાસ કરીને એક પ્રવાસીને ગેસની સમસ્યા હતી અને તેણે ફ્લાઈટમાં એટલી દુર્ગંધ (ગેસ છોડીને) ફેલાવી કે સાથી પ્રવાસીઓ સાથે મારામારીની સ્થિતિ ઉભી થઇ ગઈ. મીડિયામાં આવેલા સમાચારોના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલા દુબઈ થી એમ્સટર્ડમ જઈ રહેલી ફ્લાઈટને વિએનામાં ઈમરજન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું. તેનું કારણ હતું એક પ્રવાસીનું વારંવાર ગેસ છોડવું. તેના વારંવાર ગેસ છોડવાથી વિમાનમાં એટલી દુર્ગંધ ફેલાઈ ગઈ કે બીજા પ્રવાસી તેની સાથે ઝગડો કરવા લાગ્યા.

ગેસ છોડવા વાળા વ્યક્તિએ ઘણી ન્યુઝ ચેનલ્સ હેઠળ માહિતી આપતા ગેસ છોડવાની ઘટનાને કુદરતી પ્રક્રિયા ગણાવી, અને તેને રોકવા માટે અસમર્થ ગણાવ્યું હતું. ઘટના ટ્રાંસેવીયા એયરલાઈન્સ એચવી-૬૯૦૨ બજટ ફ્લાઈટની છે. પ્લેનના ક્રૂ મેમ્બર્સ સાથે ઘણી વખત સાથી કર્મચારીઓ પાસે ફરિયાદ કરી તેમ છતાંપણ તે વ્યક્તિ ગેસ છોડતો રહ્યો.

મારામારી જેવી સ્થિતિમાં વિમાનના કેપ્ટનએ વીએનામાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવી દીધું. વિમાનને વીએનામાં ઉતારતા જ પોલીસ વિમાન પાસે આવી ગઈ અને ચાર લોકોને વિમાનની બહાર કરી દીધા. તેમાંથી એક વ્યક્તિ ગેસ છોડવા વાળો હતો અને બીજા તે લાઈનમાં બેઠેલા લોકો હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના એક પેસેન્જરને કારણે બનેલી છે જે ગેસ છોડી રહ્યો હતો અને ફરિયાદ પછી પણ પોતાને કાબુમાં રાખવાનો પ્રયાસ ન કરી રહ્યો હતો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.