ફિલ્મ ‘ફરેબ’ થી પ્રખ્યાત થયેલી આ હિરોઈને કર્યા છે 3-3 લગ્ન, છતાં પણ હજુ સુધી નથી મળ્યો સાચો પ્રેમ.

બોલીવુડમાં ઓછા સમયમાં મેળવી જોરદાર સફળતા, પણ પ્રેમની બાબતમાં ત્રણ વખત નિષ્ફ્ળ થઈ છે આ એક્ટ્રેસ. બોલીવુડ અભિનેત્રી સુમન રંગનાથને એક સમયે ઘણી સમાચારો માં રહી હતી. વર્ષ 1999 માં આવેલી ફિલ્મ ફરેબ અને આ અબ લોટ ચલે અને ત્યાર પછી વર્ષ 2003માં આવેલી ફિલ્મ બાગબાનમાં તે જોવા મળી હતી. સુમન રંગનાથન તેની સુંદરતા અને કર્લી વાળને કારણે ઓછા સમયમાં ઘણી પ્રસિદ્ધ થઇ ગઈ હતી.

જે સમયે તે ફિલ્મોમાં કામ કરી રહી હતી, ત્યારે ન માત્ર તેની ફિલ્મોને લઈને, પરંતુ તેના સંબંધોને લઈને પણ તેણે ઘણી ખ્યાતી મેળવી હતી. ઘણા વિવાદોમાં પણ તેનું નામ જોડતું રહ્યું. ત્યાં સુધી કે સ્કેન્ડલ્સમાં પણ તેનું નામ આવ્યું. છેલ્લા થોડા સમયથી સુમન લાઈમલાઈટથી દુર જોવા મળી રહી છે. અહિયાં અમે તમને તેની સાથે થોડી રસપ્રદ વાતો વિષે જણાવી રહ્યા છીએ.

કર્ણાટકના તુમકુરમાં 26 જુલાઈ, 1974ના રોજ સુમનનો જન્મ થયો હતો. ન માત્ર હિન્દી ફિલ્મોમાં, પરંતુ તેમણે બંગાળી, કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું. ફિલ્મ ફરેબ સાથે બોલીવુડમાં કામ કરવાનું શરુ કર્યું હતું. તેની આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી હતી. તે વર્ષની આ ઘણી હીટ ફિલ્મ રહી હતી. ખાસ કરીને આ ફિલ્મનું ગીત તેરી આંખે ઝુકી ઝુકી ઘણું જ વધુ હીટ થઇ ગયું હતું. આ ફિલ્મમાં સુમન રંગનાથન સાથે ફરાજ ખાન અને મિલિંદ ગુનાજી મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા.

ફિલ્મ ફરેબથી જ પહેલી ફિલ્મ સીબીઆઈ શંકર માં તેમણે કામ કર્યું હતું, જે એક કન્નડ ફિલ્મ હતી. આમ તો ઇન્ડસ્ટ્રીમાં સૂનમને એક ફિલ્મ પછી વધુ સફળતા ન મળી શકી. તેનો અભિનય દર્શકોને વધુ પ્રભાવિત ન કરી શકી. છતાં પણ તેના અફેયરને કારણે જ તે ઘણી ચર્ચામાં રહી હતી. તેની કારકિર્દીમાં તેણે સપોર્ટીગ ભૂમિકાઓ જ વધુ નિભાવી, પરંતુ તેમ છતાં પણ તેના ફેંસની યાદી નાની નથી.

સૌથી વધુ પ્રકાશમાં ત્યારે રહી જયારે ફરહાન અખ્તર, રાહુલ રોય અને ઉદ્યોગપતિ ઉરૂ પટેલ સાથે તેનું નામ જોડાયું હતું. ફિલ્મોમાં આવતા પહેલા જયારે સુમન મોડલિંગ કરી રહી હતી, તે સમયે ફરહાન અખ્તર સાથે તેનું નામ જોડાયું હતું. કહેવામાં આવે છે કે ફરહાનને તે વખતે તે દિલ આપી ચુકી હતી. પહેલી નજરમાં જ તેને ફરહાન સાથે પ્રેમ થઇ ગયો હતો.

ફરહાન તે સમયે કોઈ સંબંધોમાં બંધાઈને રહેવા માંગતો ન હતો. તે કારણે જ ફરહાન સાથે તેને પોતાને દુર કરી લીધી. ફરહાનથી જયારે તે અલગ થઇ ગઈ હતી અને બોલીવુડમાં તેની શરુઆત થઇ રહી હતી, તો ફિલ્મ અભિનેતા રાહુલ રોય સાથે પણ તેનું નામ જોડાયું હતું. કહેવામાં તો એવું પણ આવે છે કે બંને લગ્ન પણ કરવા માંગતા હતા, પરંતુ આ સંબંધો થોડા જ દિવસો સુધી ચાલ્યા હતા.

સુમનને તેની કારકિર્દીમાં આગળ વધવામાં રાહુલની ઘણી મદદ મળી હતી. જયારે રાહુલ રોય સાથે સંબંધ તૂટી ગયા તો ત્યાર પછી ઉદ્યોગપતિ ઉરૂ પટેલ સાથે સુમન રંગનાથનના અફેયર ચાલવા લાગ્યા. આમ તો કડવાશ સાથે આ બંનેના સંબંધ તૂટી ગયા. પછી વર્ષ 2000 માં પ્રસિદ્ધ મોડલ ગૌતમ કપૂર સાથે સુમનના લગ્ન થઇ ગયા. આ સંબંધ પણ તેના થોડા દિવસો જ રહ્યા અને બંનેના છૂટાછેડા થઇ ગયા.

ત્યાર પછી ફિલ્મ પ્રોડ્યુસર બંટી વાલિયા સાથે 2005 માં તેના લગ્ન ત્યાં, પરંતુ એક વર્ષની અંદર તેમનો ઝગડો મીડિયામાં પણ આવવા લાગ્યો. પાર્ટીમાં ઝગડો થયા પછી બંટીનું ઘર સુમને છોડી દીધું. બંટીએ સુમન ઉપર તેના કજીન સાથે અફેયરનો આરોપ લગાવ્યો હતો અને જીમ ટ્રેનર સાથે પણ તેના સંબંધને ખુલો પાડ્યો હતો.

બંટીએ એ પણ કહ્યું હતું કે ઘર છોડતા પહેલા સુમને 24 બેગ પેક કરી હતી. જયારે બંટી સાથે સુમનના છૂટાછેડા થઇ ગયા, તો પછી 3 જુન, 2019 ના રોજ તેને બિજનેસમેન સાજન ચિનપ્પા સાથે લગ્ન કરી લીધા, જે કોફીની ખેતી કરે છે. કર્નાટકના કોડુગુમાં તેનો કોફી પ્લાન્ટેશનનો બિજનેસ ચાલે છે. લાઈમલાઈટથી હવે સુમન દુર છે અને આનંદમય રીતે તેનું જીવન જીવી રહી છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.