બોલીવુડમાં તો ફિલ્મો દર શુક્રવારના રોજ રિલીજ થાય છે, અને સારી એવી કમાણી કરીને પડદા સાથે સાથે લોકોના મગજ માંથી પણ નીકળી જાય છે. તેમાંથી થોડી ફિલ્મો એવી પણ બની જે પડદા ઉપરથી ઉતરી, પરંતુ લોકોના મગજમાં એવી રીતે વસી ગઈ કે વર્ષો પછી પણ તેની યાદો આજે પણ ભુલાઈ નથી. એવી જ રમેશ સિપ્પીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ હતી શોલે. જેના એક એક પાત્ર આજે પણ લોકોના દિલ અને મગજમાં વસે છે. આ ફિલ્મના દરેક સીનથી લઇને ડાયલોગ સુધી લોકોને યાદ છે. રમેશ સિપ્પી જેનો જન્મ ૨૩ જાન્યુઆરીના રોજ થયો હતો, તે આ ફિલ્મના નિર્દેશક હતા અને તેમણે ફિલ્મનું કલાઈમેક્સ કાંઈક અલગ જ વિચારી રાખ્યું હતું.
કાંઈક જુદુ હોત ફિલ્મનું કલાઈમેક્સ : શોલે બોલીવુડની એ ફિલ્મો માંથી એક છે, જેને આપણે આઇકોનીક કે ફિલ્મ ઓફ દ મેલેનીયમ કહીએ છીએ. આ ફિલ્મમાં તે બધું હતું જે દર્શકોને પસંદ આવ્યું. પછી તે જય વીરુની દોસ્તી, વીરુ બસંતીનો રોમાન્સ, જયનું મૃત્યુ, માસીને લગ્ન માટે મનાવવું, કે પછી ચાચાનું ઇતના સન્નાટા કયો હે ભાઈ કહેવું. દરેક સીનમાં દુ:ખ, ખુશી, હાસ્ય, ડ્રામા બધું હતું. આ ફિલ્મના આમ તો દરેક સીનને પસંદ કરવામાં જ આવ્યા, પરંતુ ફિલ્મનો કલાઈમેક્સ સીન જ જોરદાર રહ્યો અને દર્શકોએ થીએથરમાં તાળીઓ પાડી હતી. પરંતુ રમેશ સિપ્પી આ ફિલ્મનું કલાઈમેક્સ કાંઈક જુદું દેખાડવા માંગતા હતા અને હકીકતમાં દેખાડેલું કાંઈક અલગ હતું.
ફિલ્મના છેલ્લા સીનમાં દેખાડવામાં આવ્યું કે ઠાકુર ખીલા વાળા બુટ પહેરીને આવે છે, અને ગબ્બરને આવીને મારે છે. પરંતુ જેવા જ તે તેનો જીવ લેવાના હોય છે પોલીસ આવીને તેને અટકાવી દે છે. ફિલ્મનો આ સીન આવી રીતે ન હતો. ફિલ્મનો એન્ડ જે વિચાર્યો હતો તે તેનાથી ઘણો અલગ હતો, અને ફિલ્મમાં જય પણ જીવતો હોત.
ગબ્બરનું થઇ જાત મૃત્યુ : ફિલ્મનું સાચું કલાઈમેક્સ એ હતું, કે ઠાકુર ગબ્બરને મારીને એ જગ્યાએ લઇ જાય છે જ્યાં ગબ્બરે તેના હાથ કાપ્યા હતા અને પછી તે તેને મારી નાખે છે. ત્યાર પછી જય અને વીરુ આવીને ઠાકુરને શાલ ઓઢાડી દે છે અને બન્નેને ગળે લગાવી લે છે. આમ તો આ સીન થઇ ન શક્યો અને સેન્સર બોર્ડને કારણે જ રમેશ સિપ્પીએ ફિલ્મનો સીન બદલવો પડ્યો હતો.
ખાસ કરીને આ સીનને બદલવા પાછળ મજબુરી હતી કટોકટી. ફિલ્મ જે સમયે રીલીઝ થઇ તે કટોકટીનો સમય હતો. સેન્સર બોર્ડને એ વાતની તકલીફ હતી, કે ફિલ્મમાં આ દેખાડવામાં આવી રહ્યું છે, કે પોલીસના ભૂતપૂર્વ અધિકારી કોઈ ગુનેગારને પોતે સજા આપી રહ્યા છે. ફિલ્મોથી લોકો તે સમયે થોડા વધુ જ પ્રભાવિત બની જતા હતા, અને એ સીન જોઈને બહારનું વાતાવરણ ખરાબ થઇ શકતું હતું. એ કારણે જ ફિલ્મનો છેલ્લો સીન ફરી વખત સુટ કરવો પડ્યો હતો.
ફિલ્મ રહી સુપરહીટ : આમ તો ફિલ્મનો કલાઈમેક્સ બદલી દેવાથી ફિલ્મને ફાયદો જ થયો અને ફિલ્મ જોરદાર હીટ સાબિત થઇ. ફિલ્મમાં સૌથી દયાજનક મૃત્યુ જયનું હતું, જેને જોઈને દર્શકોની આંખમાં આંસુ આવી ગયા હતા. એ ફિલ્મના તમામ સીન અને પાત્રોએ દર્શકોનું મનોરજન કર્યુ. કોને ખબર હતી કે શરુઆતમાં ફ્લોપ થવા વાળી ફિલ્મ આગળ જઈને આઈકોનિક ફિલ્મ માંથી એક થઇ જશે.