ફિલ્મ સ્ટાર્સમાં લાગી હોલીવુડ જવાની હોડ, 2020 માં વિદેશી ફિલ્મોમાં દેખાશે આ 6 કલાકાર

દરેક બોલીવુડ કલાકારનું સપનું હોલીવુડમાં કામ કરવાનું હોય છે, પરંતુ અમુક જ એવા કલાકાર હોય છે જેનું તે સપનું પૂરું થઇ શકે છે. વાત કરીએ બોલીવુડની તો પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ, અનીલ કપૂર, ઈરફાન ખાન એવા જ થોડા કલાકાર છે જેનું તે સપનું પૂરું થયું છે. મીસ વર્લ્ડ એશ્વર્યાને હોલીવુડમાંથી ઘણી ઓફરો મળી ચુકી છે પરંતુ તેમણે એક જ ફિલ્મમાં કામ કર્યું છે.

આવનારા સમયમાં થોડા બોલીવુડ ક્લાકારો હોલીવુડમાં કામ કરવાના સપના પુરા કરવાના છે. સાથે જ આ લીસ્ટમાં થોડા એવા કલાકારો સામેલ છે જે પહેલાથી જ હોલીવુડમાં કામ કરી ચુક્યા છે અને આ વર્ષ પણ કરશે. આજે અમે તમને થોડા એવા કલાકારોનો પરિચય કરાવીશું, જે વર્ષ ૨૦૨૦માં વિદેશી ફિલ્મોમાં જોવા મળવાના છે.

દીપિકા પાદુકોણ :

દીપિકા વર્ષ ૨૦૧૭ માં વિન ડીઝલ સાથે ફિલ્મ ‘ટ્રીપલ એક્સ : રીટર્ન ઓફ ઝેંડર કેજ’ માં જોવા મળી હતી. તે તેની પહેલી ડેબ્યુ હોલીવુડ ફિલ્મ હતી. હાલમાં વિને એક ફોટો શેયર કરતા હિંટ આપી છે કે, તે એક વખત ફરી આ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે.

પ્રિયંકા ચોપડા :

દેસી ગર્લ તો પહેલાથી હોલીવુડમાં સક્રિય છે અને એક જાણીતું નામ બની ચુકી છે. હાલમાં જ તે હોલીવુડ ફિલ્મ ‘ઇઝંટ ઈટ’ માં જોવા મળી હતી. આમ તો ભારતીય સિનેમાઘરોમાં આ ફિલ્મ રીલીઝ થઇ નથી. હવે લેટેસ્ટ સમાચારો મુજબ વહેલી તકે જ પ્રિયંકા ભીંડી કેલીંગ સાથે જોવા મળી શકે છે. આ મુવી ભારતમાં થતા લગ્ન ઉપર બેસ્ડ હશે.

અલી ફજલ :

ફાસ્ટ એંડ ફયુરીયસ, વિક્ટોરિયા અને અબ્દુલ પછી અલી ફજલ વંડર વુમન ગેલ ગેડોટ સાથે જોવા મળી શકે છે. ટૂંક સમયમાં જ અલી ગેલ ગેટોડ સાથે ફિલ્મ ડેથ ઓન દ નાઇલમાં જોવા મળશે. ફિલ્મ પ્રસિદ્ધ લેખિકા અગાથા ક્રિસ્ટીની તે નામના પુસ્તક ઉપર આધારિત હશે.

ડીમ્પલ કપાડિયા :

ડીમ્પલ કપાડિયા વહેલી તકે ડનકર્ક, ઈંટરસ્ટેલર અને દ ડાર્ક નાઈટ જેવી પ્રસિદ્ધ ફિલ્મો બનાવી ચુકેલા ડાયરેક્ટર ક્રિસ્ટફર નોલનની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં ડીમ્પલનું મહત્વનું પાત્ર હશે. ફિલ્મનું ટાઈટલ ટેનેટ છે. ફિલ્મમાં ડીમ્પલ એક ૬૦ વર્ષની મહિલાનું પાત્ર નિભાવતી જોવા મળશે. ફિલ્મમાં ડીમ્પલ ઉપરાંત રોબર્ટ પેટીસન, જોન ડેવિડ વોશિંગટન, માઈકલ ફેન, કેનેથ બ્રેગન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હશે.

શબાના આઝમી :

બોલીવુડ હિરોઈન શબાના આઝમી પણ આ વર્ષે એક ઇન્ટનેશનલ પ્રોજેક્ટમાં જોવા મળશે. શબાના આઝમી સ્ટીવન સ્લીપબર્ગની સીરીઝ હેલોના નોર્વે પાર્ટમાં જોવા મળશે. તે દુનિયાની સૌથી પ્રસિદ્ધ વિડીયો ગેમ ફ્રેન્ચાઇઝી છે. આ સીરીઝમાં શબાના સાથે હોલીવુડના ઘણા પ્રસિદ્ધ કલાકારો જોવા મળશે. આ સીરીઝ હ્યુમેનીટી અને એલીયન રેસ વચ્ચેની ટક્કર ઉપર બેસ્ડ હશે. તેમાં શબાનાનો રોલ એક નેવલ ઈંટેલીજેંસ ઓફીસના ચીફનો છે.

આદીલ હુસેન :

અભિનેતા આદીલ હુસેનને તમે અમેરિકી ટીવી શ્રેણી સ્ટાર ટ્રેક : ડીસ્કવરી સીઝન 3 માં જોઈ શકશો. હાલમાં જ તેનું ટ્રેલર રીલીઝ થયું છે. ત્યાર પછી આદીલે જણાવ્યું કે, તે તક તેની પાસે આકાશ માંથી ઉતરી છે. તેમણે ક્યારે પણ વિચાર્યું ન હતું કે, તે તેની શ્રેણીમાં કામ કરશે. આદીલ હુસેનનું નામ બોલીવુડના એ અભિનેતાઓમાં જોડાયેલું રહે છે જે, પોતાના જોરદાર અભિનય માટે ઓળખાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.