ફિલ્મી દુનિયાથી દૂર આવું જીવન જીવી રહ્યા છે 90 ના દશકના 5 સ્ટાર, જુઓ હવે કેવી દેખાય છે ‘ચંદ્રકાંતા’.

૯૦નું દશક ઘણી બધી વસ્તુ માટે ઘણું અલગ હતું. ખાસ કરીને ઇન્ડીયન સિનેમા અને મ્યુઝીકના ઈતિહાસ માટે આ દશક ઘણું જ અલગ હતું. આ દશકમાં સિનેમામાં મોટાભાગે મ્યુઝીક વિડીયોઝનો જાદુ છવાયેલો રહ્યો. તે દરમિયાન ઘણી બધી ટીવી સીરીયલ્સ પણ પ્રસિદ્ધ થઇ. વાત ભલે ‘ચંદ્રકાન્તા’ ની હોય કે પછી ‘શક્તિમાન’ ની. તે એવી ટેલીવિઝન ધારાવાહિક હતી, જે બાળકોથી લઈને મોટા સુધી બધાને ઘણી પસંદ હતી.

આ ધારાવાહિકોમાં કામ કરવા વાળા કલાકાર આપણા જીવનનો મહત્વનો ભાગ ગણાતા હતા. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ટેલીવિઝનના એવા કલાકારો વિષે જે આજે ગુમનામીના અંધારામાં ખોવાઈ ગયા છે.

શક્તિમાન – મુકેશ ખન્ના :- ૯૦ના દશકમાં પ્રસારિત થયેલી ધારાવાહિક ‘મહાભારત’ પછી મુકેશ ખન્ના ‘શક્તિમાન’ માં પોતાના જોરદાર રોલથી એક વખત ફરી પાછા ફર્યા અને તમામ બાળકોના મનગમતા બની ગયા. તે સમયે બાળકો શક્તિમાનના કપડા અને સ્ટાઈલને ફોલો કરવા લાગ્યા હતા. બાળકો વચ્ચે મુકેશ ખન્નાના શક્તિમાન પાત્રને લઈને એવો ક્રેજ હતો જેમ કે હજુ સુધી કોઈ બીજા માટે જોવા નથી મળ્યું. આજના સમયમાં મુકેશ ખન્ના મુંબઈમાં એક એક્ટિંગ સ્કુલ ચલાવી રહ્યા છે.

સીજેન ખાન – કસૌટી જિંદગી કી :- કસૌટી જિંદગી કી માં અનુરાગનું પાત્ર ભજવીને પ્રસિદ્ધ થયેલા સીજેન ખાન ૯૦ના દશકના જાણીતા અભિનેતા હતા. આ ધારાવાહિકમાં લોકોને અનુરાગ અને પ્રેરણાની જોડી ઘણી પસંદ આવી હતી. ત્યાર પછી સીજેન ખાન ‘ક્યા હાદસા ક્યા હકીકત’, ‘પિયા ક ઘર જાના હે’, ‘એક લડકી અંજાની સી’ અને ‘સીતા ઓર ગીતા’ ધારાવાહિકમાં પણ જોવા મળ્યા. ‘સીતા ઓર ગીતા’ ધારાવાહિક ૨૦૦૯માં પ્રસારિત થઇ હતી. આ ધારાવાહિક પછીથી સીજેન ખાન ફિલ્મી દુનિયાની લાઈમલાઈટ માંથી દુર થઇ ગયા છે.

શીખા સ્વરૂપ –ચંદ્રકાન્તા :- ૧૯૯૪થી ૧૯૯૬સુધી ટેલીવિઝન ઉપર પ્રસારિત થયેલી ધારાવાહિક ‘ચંદ્રકાન્તા’ ની મુખ્ય અભિનેત્રીનું નામ શીખા સ્વરૂપ છે. શિખા સ્વરૂપ ૧૯૮૮માં મિસ ઇંડિયાનો એવોર્ડ પણ પોતાના નામે કરી ચુકી હતી. શિખા સ્વરૂપની સુંદરતાના ઘણા બધા દીવાના હતા. શિખા સ્વરૂપ ૨૦૧૨-૧૩માં પ્રસારિત થયેલા શો ‘રામાયણ’ માં કૈકઈનું પાત્ર નિભાવ્યું હતું. આજના સમયમાં શિખા સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ નથી. પરંતુ આજે પણ પ્રસંશક સોશિયલ મીડિયા ઉપર તેના ફોટા શેર કરતા રહે છે.

અરુણ ગોવિલ – રામાયણ :- ટેલીવિઝનની દુનિયામાં સૌથી ઉત્તમ રામાયણ અને ટેલીવિઝન ઉપર સૌથી સારા રામનું પાત્ર નિભાવનારાની વાત કરવામાં આવે તો સૌથી પહેલા અરુણ ગોવિલનું નામ આવે છે. ટેલીવિઝન ઉપર પહેલી વખત ભગવાન રામની રૂપમાં અરુણ ગોવિલ જ જોવા મળે છે. અરુણ ગોવિલે રામાયણ ઉપરાંત ‘ઇતની સી બાત’, ‘શ્રદ્ધાંજલિ’, ‘જીયો તો એસે જીયો’ ‘સાવન કો આને દો’ જેવી ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રામની ભૂમિકા નિભાવીને દર્શકોના દિલમાં રામ બનીને રહેવા વાળા અરુણ ગોવિલ આજના સમયમાં અભિનયની દુનિયાથી દુર છે.

મહાભારત – ગજેન્દ્ર ચોહાણ :- મહાભારતમાં યુધીષ્ઠીરનું પાત્ર ભજવવા વાળા ગજેન્દ્ર ચોહાણ એક સમયે ઘણા જ પ્રસિદ્ધ કલાકાર હતા. એક ઈન્ટરવ્યું દરમિયાન ગજેન્દ્ર ચોહાણે કહ્યું હતું કે યુધીષ્ઠીરના પાત્રએ મારા જીવન ઉપર એટલી ઊંડી અસર કરી કે તેની સામે મારી અસલી છાપ ક્યાંક ગુમ થઇ ગઈ. હું જ્યાં જાઉં છું લોકો મને યુધીષ્ઠીરના નામથી જ બોલાવતા હતા.

એક વખત ગજેન્દ્ર ચોહાણે કહ્યું હતું એક મહિલા મારી પાસે આવી અને કહેવા લાગી હું તમને થપ્પડ મારવા માગું છું. તમારી હિમ્મત કેમ થઇ દ્રૌપદીને જુગારમાં દાવ ઉપર લગાવવાની. ગજેન્દ્ર ચોહાણ એસબીઆઈના ચરમેન પણ રહી ચુક્યા છે.

‘કહાની ઘર ઘર કી’ –શ્વેતા કવાત્રા :- ‘કહાની ઘર ઘર કી’ માં પલ્લવીનું પાત્ર નિભાવનારી શ્વેતા કવાત્રા તે સમયે ઘર ઘરમાં પ્રસિદ્ધ થઇ ગઈ હતી, પણ આજના સમયમાં શ્વેતા કવાત્રા પણ ગુમનામીના અંધારા માં ખોવાઈ ગઈ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.