ફિલ્મોમાં આવતા પહેલા કરતા હતા વેટરનું કામ, સંધર્ષ ભર્યું રહ્યું છે 3 ઈડિયટ્સના ‘વાયરસ’ નું જીવન.

પોતાની ફિલ્મોમાં ખુબ જ ગુસ્સામાં રહેનારા બોમન ઈરાની અસલ જીવનમાં છે ખુબ અલગ, 20-30 રૂપિયા માટે કર્યું છે આ કામ. ફિલ્મ મુન્નાભાઈ એમબીએએસ હોય કે 3 ઈડિયટ્સ, મુખ્ય પાત્રમાં ભલે સંજય દત્ત અને આમીર ખાન જોવા મળ્યા પરંતુ તેમાં જે કલાકાર દિલ જીતી ગયા તે હતા બોમન ઈરાની, 2 ડીસેમ્બરના રોજ બોમન ઈરાની તેનો 61 મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ ખાસ પ્રસંગ ઉપર આવો બોમન ઈરાની વિષે જાણીએ થોડી રસપ્રદ વાતો.

બોમન ઈરાનીને બાળપણથી જ ફિલ્મોનો શોખ હતો. તે સ્કુલ પછી ફિલ્મ જોવા જતા રહેતા હતા, પરંતુ ક્યારેય વિચાર્યું ન હતું કે તે પોતે જ સિનેમા જગતના સ્ટાર બની જશે. જન્મ પહેલા જ બોમન ઈરાનીના પિતાજીનું અવસાન થઇ ગયું હતું. તેની માં એ તેને ઉછરીને મોટો કર્યો. બોમન ઈરાનીએ એક સમયે ઘરની બેકરી શોપમાં પણ કામ સાંભળ્યું છે.

એક ઈરાની જોરાસ્ટ્રીયન કુટુંબમાં જન્મેલા બોમન ઈરાનીએ સેન્ટ મેરી સ્કુલ માંથી તેનો સ્કુલનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તેમણે મુંબઈ આવેલી મીઠીબાઈ કોલેજ માંથી વેઈટરનું પોલીટેક્નીક ડિપ્લોમાં કોર્સ કર્યો. કોર્સ પૂરો કર્યા પછી બોમન ઈરાનીએ તાજ મહેલ પેલેસ એંડ ટાવરમાં વેઈટર તરીકે કામ કરવાનું શરુ કર્યું.

બોમન ઈરાનીએ બે વરસ સુધી વેઈટર અને રૂમ સર્વિસનું કામ સંભાળ્યું. કામ પ્રત્યે તેની ધગશ અને વફાદારી જોઈ તેને બઢતી આપવામાં આવી. ત્યાર પછી તેમણે ફ્રેંચ રેસ્ટોરન્ટ Rendezvous માં પણ વેઈટરનું કામ કર્યું.

તાજ પેલેસમાં કામ કરતી વખતે બોમન ઈરાની ગ્રાહક દ્વારા કરવામાં આવેલી ટીપ્સ એકઠી કરતા રહ્યા હતા. આ પૈસા માંથી તેમણે એક કેમેરો લીધો અને સ્કુલના ક્રિકેટ ફૂટબોલ મેચના ફોટા પાડતો રહેતો હતો. તે આ ફોટા 20-30 રૂપિયામાં વેચતો હતો. સાત વર્ષની કમાણી જમા કરી બોમન ઈરાનીએ ફેમીલી વેકેશનની ટ્રીપ પણ બનાવી. તે તેના કુટુંબને ઉટી લઈને ગયો હતો, પરંતુ ઓછા પૈસાને કારણે જ તેને નાની નાની હોટલમાં રૂમ મળ્યા.

વેઇટરનું કામ અને ફોટોગ્રાફી કર્યા પછી બોમન ઈરાનીએ વર્ષ 2000 માં ફિલ્મો તરફ નસીબ અજમાવ્યું. તેમણે ફિલ્મ ડરના મના હૈ માં નાનું એવું પાત્ર નિભાવ્યું. આ ફિલ્મમાં બોમન ઈરાનીને ઘણા ઓછા સ્ક્રીન સ્પેસ મળ્યા પરંતુ તેના નામની નોંધ લેવામાં આવી અને પછી બોમન ઈરાનીના સારા દિવસ શરુ થઇ ગયા.

ડરના મના હૈ પહેલા બોમન ઈરાની, એવરીબડી સેજ આઈ એમ ફાઈન અને લેટ્સ ટોકમાં જોવા મળ્યા હતા. ત્યાર પછી 2003 માં બુમમાં તે ફરી જોવા મળ્યા. બુમ પછી બોમનને ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં ડૉ. જેસી અસ્થાનાનું પાત્ર મળ્યું. આ રોલમાં બોમને દર્શકોના દિલ જીતી લીધા.

તેમણે આ ફિલ્મ માટે સ્ક્રીન વીકલી એવોર્ડ ફોર બેસ્ટ પરફોર્મન્સ ઈન કોમિક રોલથી સન્માનિત કરવામાં આવ્યા. ત્રણ વર્ષ પછી 2006 માં આવેલી લગે રહો મુન્નાભાઈમાં પણ બોમન જોવા મળ્યા, ત્યાર પછી તેમને ફિલ્મફેયરનો બેસ્ટ વિલન એવોર્ડ આપવામાં આવ્યો.

2009 માં આવેલી ફિલ્મ 3 ઈડિયટ્સમાં પણ બોમનના કામની પ્રસંશા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેમણે વીરુ સહસ્ત્રબુદ્ધે ઉર્ફ ‘વાયરસ’ નું ઉત્તમ પાત્ર નિભાવ્યું હતું. આ પાત્ર માટે આજે પણ બોમનને યાદ કરવામાં આવે છે. 3 ઈડિયટ્સ માટે બોમનને 3 એવોર્ડ મળ્યા. તેને સ્ટાર સ્ક્રીન એવોર્ડ ફોર બેસ્ટ વિલેન, ફિલ્મફેયર એવોર્ડ ફોર બેસ્ટ સપોર્ટીગ કલાકાર અને આઈફા એવોર્ડ ફોર બેસ્ટ પરફોર્મન્સ ઈન નેગેટીવ રોલથી સન્માનિત કરવામાં આવ્યા.
બોમન ઘણી હીટ ફિલ્મોનો ભાગ બન્યા છે. તેમાંથી મેં હું ના, લક્ષ્ય, વીર-ઝારા, પેજ-3, વક્ત-ધ રેસ અગેન્સ્ટ ટાઈમ, નો એન્ટ્રી, બ્લફમાસ્ટર, ડોન, હનીમુન ટ્રેવલ્સ, હે બેબી, દોસ્તાના વગેરે રહેલી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.