આ ફોટામાં સંતાયેલો છે એક સાંપ, ઘણા લોકોએ કરી શોધવાની ટ્રાઈ, થયા સારા-સારાના ભેજા ફ્રાઈ.

તમારી નજર બાજ જેવી હોય તો શોધી કાઢો આ ફોટામાં સંતાયેલો સાંપ, ભલભલા માથું ખંજવાળતા થઈ ગયા છે. જો તમે વધારે દૂર સુધી જોઈ શકો છો, તો તેનો અર્થ છે કે તમારી દૂરની નજર કમાલની છે. પણ આજે અમે તમારા માટે એક એવો ફોટો લાવ્યા છીએ, જેમાં સંતાયેલી વસ્તુ શોધવાની છે. આ ફોટો શેયર કરવાવાળાનું કહેવું છે કે, આ ફોટામાં એક સાંપ છે જેને તમારે માત્ર 15 સેકન્ડમાં શોધવાનો છે. જો તમે આ ફોટામાં સંતાયેલા સાંપને 15 સેકન્ડમાં શોધી લીધો, તો તમે વિજેતા માનવામાં આવશો.

આમ તો તમે વીતેલા દિવસોમાં ઘણી બધી પઝલ અને ટ્રિકી સવાલ ઉકેલ્યા હશે, પણ હાલના દિવસોમાં વાયરલ થઈ રહેલા ફોટાએ લોકોનું મગજ ચકરાવી દીધું છે. કારણ કે આ ફોટામાં જે સાંપ સંતાયેલો છે તેનો રંગ પાંદડાના રંગને મળતો આવે છે, જેના લીધે ઘણી ઝીણવટતાથી જોવા છતાં પણ તમારે તે સાંપને શોધવામાં મગજના ઘોડા દોડાવવા પડશે. જુઓ આ ફોટો અને તેમાં રહેલો સાંપ શોધો.

જો તમને માત્ર 15 સેકન્ડમાં સાંપ મળી ગયો હોય, તો તમારી નજર ખરેખર બાજ જેવી છે. અને જો તમને સાંપ નથી મળી રહ્યો, તો લો અમે તમારી મદદ કરીએ. નીચેના ફોટામાં જ્યાં લાલ રંગનું વર્તુળ દોરેલું છે, તે જગ્યા પર ધ્યાનથી જોશો તો તમને પાંદડાની વચ્ચે લીલા રંગનો સાંપ દેખાશે.

તમે આ પઝલ પોતાના મિત્ર મંડળ અને પરિવારના સભ્યો સાથે પણ શેયર કરો, અને જાણો કે તમારામાંથી કોણ સૌથી પહેલા આ પઝલ ઉકેલે છે.

આ માહિતી ફીરકી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.