ઘણા મોટા મોટા લોકો પણ આ ફોટા માંથી બિલાડીને શોધી શક્યા નથી, શું તમે શોધી શકો છો?

આ ફોટામાં સંતાઈ ગઈ છે બિલાડી, શોધવા માટે તમારી પાસે હોવી જોઈએ ચિત્તા જેવી ઝડપી અને બાજ જેવી નઝર.

ઇન્ટરનેટ પર ફાઇન્ડ ધ ઓબ્જેક્ટ પઝલ જેવી ગેમ ઘણી પસંદ કરવામાં આવે છે. લોકો આવી રમતમાં આગળ આવીને ભાગ લે છે, જેના લીધે તે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

એવી એક પઝલ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં લોકોને પૂછવામાં આવી રહ્યું છે કે, આ ફોટામાં એક બિલાડી સંતાયેલી છે, શું તમે તેને શોધી શકશો? જણાવી દઈએ કે, બિલાડી ઘણા બધા લોકોની નજરમાં નથી આવી રહી, અને અમુક લોકો જ તે બિલાડીને શોધવામાં સફળ રહ્યા.

જો તમે ફોટાને ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે, ફોટામાં એક રૂમ છે અને તેમાં રહેલો સામાન વિખેરાયેલો છે. રૂમમાં દરેક જગ્યાએ સામાન હોવાને કારણે લોકોને તેમાં બિલાડી શોધવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે.

પણ જો તમે પોતાનું ધ્યાન ફોટા પર કેન્દ્રિત કરી રાખશો, તો તેમને સ્પષ્ટ રીતે બિલાડી દેખાઈ જશે.

આ ફોટાને ESheriff237 નામના યુઝરે શેયર કર્યો છે, જેની સાથે તેમણે કેપ્શન લખ્યું કે, ‘રૂમમાં રહેલી બિલાડીને શોધવામાં વ્યસ્ત થઈ જાવ.’ શું તમે પડકાર માટે તૈયાર છો? મિત્રો, જો તમે અહીં આપવામાં આવેલા ફોટામાં રહેલી બિલાડીને શોધી શકતા હોય, તો તેને શોધીને બધાને દેખાડી દો કે તમારી આંખ કેટલી તેજ છે અને મગજ કેટલું કેન્દ્રિત છે.

આ ફોટાના વાયરલ થતા જ કોમેન્ટનો સિલસિલો શરુ થઈ ગયો. ફોટા પર ઘણા યુઝર્સે મજેદાર કોમેન્ટ કરી છે. જેમ કે ઘણા ટ્વીટર યુઝર્સે કબુલ્યું કે, તેમને બિલાડી નથી દેખાઈ રહી.

એવામાં એક વ્યક્તિએ રમૂજ કરતા લખ્યું કે, મને બિલાડી દેખાઈ ગઈ. તે ઘરની બહાર છે.

જો મિત્રો તમને પણ ફોટામાં બિલાડી ના મળી હોય તો જણાવી દઈએ કે, છત્રી અને છડી મુકવાનું સ્ટેન્ડ છે તેની પાછળના ભાગ તરફ નજર દોડાવશો તો તમને ત્યાં નાનકડી બિલાડી જોવા મળશે.

તમને શોધવામાં તકલીફ પડી હશે પણ આ તમારી નજર અને વિચારને પ્રભાવિત કરીને તેને ઉત્તેજે છે. આવી માહિતી મેળવવા માટે અમારા પેજ સાથે જોડાઈ જવો.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.