આ ફોટામાં છુપાયેલી છે ગરોળી, જેને કોઈ શોધી શકતું નથી, શું તમે તેને શોધવામાં મદદ કરશો?

આ ફોટામાં એક ગરોળી છુપાયેલી છે, જેને શોધી શકવું સરળ નથી, શું તમે તેને શોધી શકશો?

ગરોળીને જોઈને અમુક લોકો મોઢું બનાવી લે છે, તો અમુક લોકો ડરને કારણે ભાગી જાય છે. આ નાનકડા જીવને જોઈને બધા પોત-પોતાની રીતે પ્રતિક્રિયા આપે છે. આજે અમે ગરોળીની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે, એક ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. તેમાં લોકોને એક ગરોળીને શોધી કાઢવાનું ચેલેન્જ આપવામાં આવી રહ્યું છે.

ગરોળી શોધવાનો આ કોયડા જેવો ફોટો ટ્વીટર પર શેયર કરવામાં આવ્યો છે. ઇરેન મેકગી (Earyn McGee) નામની યુઝરે આ ફોટો શેયર કર્યો છે. તે ટ્વીટર પર આ ફોટો શેયર કરીને લોકોને તેમાં કાંઈ શોધી કાઢવા માટે કહેતી હોય છે.

આ વખતે પણ તેમણે એવું જ કર્યું. આ ફોટાને શેયર કરતા તેમણે લખ્યું – આ અઠવાડિયે અમુક લોકો Sceloporus Graciosus (એક પ્રકારની ગરોળી) ને શોધી રહ્યા છે. એવા લોકો માટે એક ચેલેન્જ છે. આ ફોટામાં છુપાયેલી ગરોળીને શોધી કાઢો તો જાણું.

તેમની આ પોસ્ટ # FoundThatLizard ના નામથી ટ્રેંડ કરવા લાગી અને તેના પર લોકો મજેદાર કમેંટ કરી રહ્યા છે. અને લોકો ફોટામાં છુપાયેલી ગરોળીને શોધી કાઢવા માટે પોતાનું મગજ કસી રહ્યા છે. તમે પણ એક વાર પ્રયત્ન કરી જુઓ, કદાચ તમને એક જ વખતમાં તેમાં ગરોળી દેખાઈ જાય.

જો તમને હજી સુધી ગરોળી જોવા નથી મળી? તો ચાલો અમે તમારી મુશ્કેલી દૂર કરી દઈએ. જુઓ અહીં.

છે ને મજેદાર, આ આર્ટિકલને તમારા મિત્રો સાથે શેયર કરીને તેમની પણ મજા લો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.