ફાયર બ્રિગેડ કર્મચારી બન્યો દેવદૂત, મોબાઈલ રિંગટોનથી આવી રીતે બચાવ્યા 10 ના જીવ

દિલ્હીમાં લોકોની રવિવારની કાળી સવારની શરુઆત અનાજ માર્કેટમાં ભીષણ આગ અને તેમાં ૪૩ લોકોના માર્યા જવાના સમાચારથી થઇ. રાની ઝાંસી રોડ ઉપર એક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગે ૪૩ લોકોના જીવ લઇ લીધા, જયારે ઘણા લોકો ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા. પરંતુ આ ભીષણ અગ્નિકાંડ વચ્ચે ફાયર બ્રિગેડના કર્મચારી સુનીલ કુમાર થોડા લોકો માટે દેવદૂત બનીને આવ્યા અને ૧૦ થી વધુ લોકોના જીવ બચાવી લીધા.

લોકોને બચાવતા ઈજાગ્રસ્ત થયેલા સુનીલ પાસેથી જયારે તમે જાણશો કે, કેવી રીતે તેમણે લોકોને બચાવ્યા? તો તમે ગર્વ સાથે સલામ કરવાથી પોતાને નહિ રોકી શકો. દિલ્હી ફાયર સર્વિસના અધિકારી સુનીલ જયારે આગના સમાચાર મળ્યા પછી સ્થળ ઉપર પહોંચ્યા, તો ચારે બાજુ બસ આગની જ્વાળા અને ધુમાડા જ દેખાઈ રહ્યા હતા. જયારે તે અંદર પહોંચ્યા તો તેમને પણ સ્પષ્ટ દેખાતું ન હતું, પરંતુ એક સાથે ઘણા મોબાઈલ ફોન વાગી રહ્યા હતા.

ખાસ કરીને સવારે સમાચાર સાંભળીને તે ફેક્ટરીમાં કામ કરવા વાળા મજુરના સગાવ્હાલા હાલચાલ જાણવા માટે પોતાના સ્નેહીજનોને સતત ફોન કરી રહ્યા હતા, અને દરેક મોબાઈલની રીંગટોન વાગી રહી હતી. મોબાઈલની ઘંટડીનો અવાજ સાંભળીને સુનીલ કુમારને એ અંદાઝ તો થવા લાગ્યો કે કઈ દિશામાંથી અવાજ આવી રહ્યો છે? અને લોકો કદાચ ત્યાં બેભાન થઈને પડ્યા છે.

સુનીલ કુમાર તરત અવાજ આવતી દિશા તરફ આગળ વધતા ગયા અને ધુમાડાના ગોટા વચ્ચે ફસાયેલા એવા લોકોને બહાર કાઢવાનું કામ શરુ કરી દીધું. ગુંગળામણમાં એક એક શ્વાસ લેવા માટે તકલીફ અનુભવી રહ્યા હતા.

સાંકડી સીડીઓ, મકાનો વચ્ચે ઓછી જગ્યા, ચારે બાજુ ગૂંચવાયેલા તાર અને સાંકડી ગલીઓએ અનાજ માર્કેટની ફેક્ટરીએ રવિવારની સવાર લોકો માટે મડદાનો રૂમ બનાવી દીધો હતો. શોર્ટ સર્કીટને કારણે જ લાગેલી આગમાં ત્યાં સુઈ રહેલા ૪૩ લોકોને ભાગવાની પણ તક ન આપી.

જે ફેક્ટરીમાં આગ લાગી તેની બારીઓ ઉપર પ્લાસ્ટિકનો સમાન રાખવામાં આવ્યો હતો, અને વેન્ટીલેશનના જરૂરી અને પૂરતા સાધનોની વ્યવસ્થા પણ ન હતી. તેના કારણે જ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ગ્રીલ કાપીને અંદર જવું પડ્યું, કેમ કે અંદર જવા માટે બીજો કોઈ રસ્તો ન હતો. આ કામમાં ઘણો સમય પણ લાગી ગયો. પણ સુનીલ કુમારે પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવી અને શક્ય એટલા લોકોનો જીવ બચાવ્યો. સલામ છે સુનીલ કુમારને.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.