સ્નાન કરતા સમયે સૌથી પહેલા કયું અંગ સાફ કરો છો અને એ તમારા વિષે શું જણાવે છે, જાણો

સવારના ઉઠીને બ્રશ કરવું અને સૌચ જવું અને ત્યારબાદ સ્નાન કરવા જવું, આ લગભગ દરેક વ્યક્તિની દિનચર્યાની શરૂઆત હોય છે. અને આ દરેક કામ અત્યંત જરૂરી છે. આ કામ કર્યા પછી જ તમે પોતાની જાતને ફ્રેશ અનુભવો છો. પણ શું તમે જાણો છો કે સ્નાન કરવાની રીત તમારા વ્યક્તિત્વ વિષે ઘણી બધી વાતો જણાવે છે. ચહેરા પર સુંઘવા, જોવા વગેરે સંબંધિત ઇન્દ્રિયો હોય છે. હાથ અને પગ શક્તિનું પ્રતીક હોય છે. એના આધાર પર અનુમાન લગાવી શકાય છે કે વ્યક્તિની પર્સનાલિટી કેવી છે.

સ્નાન કરવું તમારી દિનચર્યાનો ભાગ ભાગ હોય છે. સ્નાન કરવાની શરૂઆત દરેક વ્યક્તિ અલગ અલગ-રીતે કરે છે. કોઈ સ્નાન કરતા સમયે સૌથી પહેલા પગ ધોય છે તો કોઈ માથા પર પાણી નાખીને સ્નાનની શરૂઆત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્નાન કરવાની રીતથી તમારા વ્યક્તિત્વ વિષે શું જાણી શકાય છે?

1. ગળાથી શરૂઆત કરો છો : જો તમે સ્નાન કરવાની શરૂઆત ગળા (ડોક) પર પાણી નાખીને કરો છો તો એનાથી ખબર પડે છે કે તમે કઠોર પરિશ્રમ કરવા વાળા અને સકારાત્મક છો. સાથે જ પોતાના પ્રતિયોગીઓ કરતા આગળ નીકળવા માંગો છો.

2. પીઠ પર પાણી નાખવું : સ્નાન કરવાની શરૂઆત જો પીઠથી કરો છો, તો એનો અર્થ છે કે તમે ઘણા સાવધાન રહેવા વાળા વ્યક્તિ છો અને લોકો પર સરળતાથી ભરોષો નથી કરતા.

3. ચહેરા પર પાણી નાખવું : જો તમે સ્નાન કરવાની શરૂઆત ચહેરા પર પાણી નાખીને કરો છો, તો એનાથી ખબર પડે છે કે તમે આ વાતને લઈને ચિંતિત રહો છો કે લોકો તમારા વિષે શું વિચારે છે.

4. પગ ધોવાથી : પગ શક્તિનું પ્રતીક હોય છે. જો તમે સ્નાન કરતા સમયે સૌથી પહેલા પગ પર પાણી નાખો છો, તો સમજી જાવ કે તમે બીજા લોકોને પોતાની પસંદ નાપસંદ બનાવવાથી જરા પણ અચકાતા નથી. જો તમે પહેલા પોતાની બગલ સાફ કરો છો, તો તમે પોતાના સોશિયલ સર્કલને સારી રીતે સાચવવા વાળા વ્યક્તિ છો.

5. માથું ધોવાથી : જો તમે સ્નાન કરવાની શરૂઆત માથા પર પાણી નાખીને કરો છો, તો તમે ઘણા પ્રેક્ટિકલ માનવામાં આવો છો. સાથે જ તમે પોતાના જીવનમાં શિષ્ટાચારનું પાલન કરવા વાળા વ્યક્તિ છો.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)