ચીનમાં એક તળાવમાં દેખાઈ માણસ જેવા ચહેરા વાળી માછલી, ઈન્ટરનેટ પર મચી ગઇ સનસની

આપણી આ દુનિયા ઘણી વિચિત્ર છે. અહીં જાત જાતના જીવો જોવા મળે છે. ઘણા જીવો તો એવા હોય છે જેના વિષે આપણે કશું જાણતા જ નથી હોતા. અને ઘણા જીવોને જોયા પછી આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આવા જીવો લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. જોને એને લીધે લોકોમાં ડર પણ જોવા મળે છે કે કયાંક આ જીવ આપણને કોઈ નુકશાન તો નહિ પહોંચાડે ને. આજે અમે તમને એક એવા જ જીવ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કદાચ તમે પહેલા ક્યારેય નહિ જોયું હોય.

આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે, માણસ પહેલા પશુના અવતારમાં હતો અને ધીમે ધીમે તેમાં ફેરફાર થતો રહ્યો અને આજે માણસ વ્યવસ્થિત આકાર અને સ્વરૂપમાં દેખાય છે. તમે ઘણી વખત પહેલાની વાર્તાઓમાં વાચ્યું હશે કે, માણસને પહેલા પૂંછડી પણ હતી અને તે ધીમે ધીમે નીકળતી ગઈ. એવામાં આવો આજે આપણે એક એવા કિસ્સા વિષે જાણીએ જે અત્યંત ચોંકવનારો છે. એનો વિડીયો નીચે લેખન અંતમાં આપવામાં આવ્યો છે.

હાલમાં એક માછલીનો વિડીયો ઝડપથી ઈન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહ્યો છે, જેનો ચહેરો માણસ જેવો છે. આ માછલીને ચીનના એક ગામના તળાવમાં તરતા જોવામાં આવી હતી. લોકોએ આ જીવ વિષે નવાઈ વ્યક્ત કરતા વિડીયો બનાવ્યો અને ઈન્ટરનેટ ઉપર નાખી દીધો. મીડિયા અહેવાલના જણાવ્યા મુજબ, આ માછલીને લઈને લોકોમાં એટલી ઉત્સુકતા વધી ગઈ છે કે, થોડા જ કલાકોમાં લાખો લોકોએ આ વિડીયો જોઈ લીધો, અને હજારો લોકોએ શેયર કર્યો.

ડેલી મેલના રીપોર્ટ મુજબ, ચીનના મિલાઓ ગામમાં એક મહિલા તળાવમાં ગઈ તો આ માછલીને ત્યાં તરતા જોઈ. ત્યાર પછી તેણે તેનો વિડીયો બનાવી લીધો જેથી બીજા લોકો પણ એના વિષે જાણી શકે. મહિલાએ શરુઆતમાં આ વિડીયોને ચાઈનીઝ માઈક્રો બ્લોગીંગ સાઈટ વીબો ઉપર શેયર કર્યો, પરંતુ જોત જોતામાં તે ઘણી સોશિયલ સાઈટો ઉપર ફરવા લાગ્યો.

૧૪ સેકન્ડનો છે આ વિડીયો :

૧૪ સેકન્ડના આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, માછલીના શરીરમાં માણસનો ચહેરો છે. ચહેરા ઉપર નાક, બે આંખો, કાન અને મોઢું છે. અહિયાં તમે અનોખી માછલીનો વિડીયો જોઈ શકો છો.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

જુઓ વિડીયો :