મહત્વપૂર્ણ યાત્રાને સફળ બનાવવા માટે કરો આ કામ, થશે લાભ.
કોઈ પણ મહત્વપૂર્ણ યાત્રા શરુ કરતા જ તમને નીચે જણાવેલા શુભ શુકન દેખાય, તો નીચે જણાવ્યા પ્રમાણે તેમનું સ્વાગત કરી યાત્રા શરૂ કરો. આવું કરવાથી એ યાત્રા સફળ થાય છે.
1. બ્રાહ્મણ દર્શન : જો યાત્રા શરુ કરતા જ તમને કોઈ બ્રાહ્મણ દેખાય, તો તેમને પોતાની ક્ષમતા અનુસાર દક્ષિણા આપીને તેમના ચરણ સ્પર્શ કરી યાત્રા શરુ કરો.
2. કન્યા દર્શન : જો યાત્રા શરુ કરતા જ તમને કોઈ કન્યા દેખાય તો તેને ક્ષમતા અનુસાર દક્ષિણા આપીને તેના ચરણ સ્પર્શ કરી યાત્રા શરુ કરો.
3. ગૌ દર્શન : જો તમને યાત્રા શરુ કરતા જ કોઈ ગાય દેખાય તો તેને ગોળ ખવડાવીને તેની પ્રદક્ષિણા કરી યાત્રાની શરૂઆત કરો.
4. કળશ : જો યાત્રા શરુ કરતા જ તમને ભરેલું કળશ (અહીં કળશ એટલે જળથી ભરાયેલું કોઈ પાત્ર) દેખાય તો તેમાં એક સિક્કો નાખીને યાત્રાની શરૂઆત કરો.
5. દાન : યાત્રા શરુ કરતા પહેલા પોતાના હાથમાં એક સિક્કો અથવા થોડું ધન રાખો અને મંદિર કે જરૂરિયાત મંદ વ્યક્તિમાંથી જે પણ રસ્તામાં પહેલા દેખાય તેને તે આપો. તે રાશિનું દાન કરી યાત્રા પ્રારંભ કરો.
જયારે ‘શુભ મુહૂર્ત’ ન મળે ત્યારે શું કરવું?
જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઉપર જણાવેલા નિર્દેશ અને શાસ્ત્રોક્ત યાત્રા મુહૂર્ત અનુસાર જ પોતાની મહત્વપૂર્ણ યાત્રાઓ કરવી જોઈએ. પરંતુ ઘણી વખત એવી પરિસ્થિતો ઉભી થઇ જાય છે કે, યાત્રા કરવી જરૂરી હોય હોય છે અને મુહૂર્ત અનુકૂળ હોતું નથી. તો આપણા શાસ્ત્રોમાં આ મુશ્કેલીનું પણ સમાધાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર, જયારે પણ આવી સ્થિતિ ઉભી થાય તો યાત્રા કરતા પહેલા કોઈ પણ ‘કવચ’ જેમ કે દુર્ગા કવચ, રામરક્ષાસ્તોત્ર, સુદર્શન કવચ વગેરેનું 1, 3, 5 કે 11 ની સંખ્યામાં પાઠ કરી યાત્રાની શરૂઆત કરવી જોઈએ.
રોગીઓ માટે યાત્રા મુહૂર્ત જોવું જરૂરી નથી :
સામાન્ય લોકોએ યાત્રા મુહૂર્તને ધ્યાનમાં રાખીને જ પોતાની મહત્વપૂર્ણ યાત્રાઓ કરવી જોઈએ. પરંતુ રોગીઓ માટે યાત્રા (દવાખાનું/હોસ્પિટલ જવા માટે) મુહૂર્ત જોયા વિના જ યાત્રા શરુ કરવાનો શાસ્ત્રોમાં નિર્દેશ છે. કોઈ વિશેષ પરિસ્થિતિઓ જેવી કોર્ટ-કચેરી કે હુકમના પાલનમાં પણ યાત્રા મુહૂર્ત જોવું જરૂરી હોતું નથી.
આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.