આ ડીએમે પોતાની ઉપર લગાવ્યો 5 હજાર રૂપિયાનો દંડ, ભૂલથી પ્લાસ્ટિકના કપમાં પી લીધી હતી ચા

વર્તમાન સમયમાં પર્યાવરણ ઘણું જ ખરાબ થઇ ગયું છે, અને તેના માટે જવાબદાર પણ આપણે લોકો જ છીએ. આપણે જ પ્લાસ્ટીકનો ઉપયોગ ઘણા જ મોટા પ્રમાણમાં કરીએ છીએ. હવે સરકાર પણ તેના માટે ઘણા પગલા લઇ રહી છે, અને પ્લાસ્ટિક વપરાશ ઉપર પ્રતિબંધ પણ લગાવી રહી છે. ઠીક છે જાગ્યા ત્યારથી સવાર. હવે આપણે જ તેના માટે જરૂરી કાળજી લેવાની જરૂર છે. કોઈ પણ કિંમત ઉપર પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જરૂરી છે.

હાલના દિવસોમાં પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને જોરદાર અભિયાન ચાલે છે. સરકાર પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી રહી છે.

તેમાં મહારાષ્ટ્રના બીડ જીલ્લામાંથી એક વિચિત્ર એવા સમાચાર સામે આવ્યા છે. પોતાની ઓફીસમાં પ્લાસ્ટિકના કપમાં ચા પીધા પછી બીડના ડીએમ આસ્તિક કુમાર પાંડેએ પોતાની ઉપર જ ૫,૦૦૦ રૂપિયાનો દંડ લગાવ્યો.

આ અનોખી ઘટના પછી મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી ડીએમ આસ્તિક કુમારની જ ચર્ચા થઇ રહી છે. દરેક તેમની આ ઈમાનદારી માટે તેમની પ્રસંશા કરી રહ્યા છે.

ખાસ કરીને આઈએએસ અધિકારી આસ્તિક કુમાર પાંડે હાલના દિવસોમાં મહારાષ્ટ્ર જીલ્લામાં ડયુટી ઉપર છે. ગુરુવારે તેમણે બીડ જીલ્લામાં ચુંટણીની તૈયારીને લઈને પત્રકારોને જાણ કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખાતાના કર્મચારીઓ અને મહેમાનોને ચા આપતી વખતે પ્લાસ્ટિક મિશ્રિત કપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ત્યાં રહેલા તમામ પત્રકારોને પ્લાસ્ટિક કપમાં ચા આપવામાં આવી. આમ તો ઘણા પત્રકારોએ ચા પીવાની ના કહી દીધી.

તે દરમિયાન એક રીપોર્ટરે પ્લાસ્ટિકના ઉપયોગને લઈને પ્રશ્ન ઉઠાવ્યો કે, હાલમાં જ એક ગરીબ ખેડૂત ઉમેદવારે પોતાની જમા મૂડીની ચુકવણી કરવા માટે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કર્યો હતો. તે દરમિયાન આ ઉમેદવાર ઉપર ૫,૦૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. જયારે જીલ્લાધિકારી કાર્યાલયમાં પ્લાસ્ટિકના કપમાં ચા આપવામાં આવી રહી છે એવું કેમ?

ત્યાર પછી ડીએમ આસ્તિક કુમાર પાંડેએ ત્યાં રહેલા તમામ પત્રકારો સામે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને પોતાની ઉપર ૫,૦૦૦ રૂપિયાનો દંડ લગાવી દીધો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.