કેન્સર ના રોગીઓ આ રીતે જરૂર લેવું જોઈએ અળસી નું તેલ જાણો અળસીના તેલના અન્ય કારગર સ્વાસ્થ્ય લાભ

અળસીના તેલના સ્વાસ્થ્ય લાભ :

અળસીની જેમ અળસીના બીજોમાં રહેલું ઘણું બધું તેલ પણ અનેક પ્રકારની ઔષધિઓનું ભંડાર છે. આમાં વિટામિન ઈ અને ઓમેગા 3 ફૈટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આના સિવાય આમાં ઘણા બધા તત્વ જેવા કે પોટેશિયમ, કૈલ્શિયમ, મેગ્નીશિયમ, આયર્ન, કોપર, ઝીંક, પ્રોટીન, વિટામિન બી વગેરે જોવા મળે છે.

સ્વસ્થ શરીર :

અળસીમાં ૨૩ ટકા ઓમેગા, ૩ ટકા ફૈટી એસિડ, ૨૦ ટકા પ્રોટીન, ૨૭ ટકા ફાઈબર, લિગનેન, વિટામિન બી ગ્રુપ, સેલેનિયમ, પોટેશિયમ, મેગ્નીશિયમ, ઝીંક વગેરે હોય છે, જેના કારણે અળસીનું તેલ શરીરને સ્વસ્થ રાખે છે અને ઉંમર વધારે છે.

ઘા ભરવા :

ડાયાબિટીસના દર્દીઓના પગમાં ઘા થઇ જાય છે જે જલ્દી ભરતા નથી. એવી સ્થિતિમાં અળસીના તેલની માલિશ કરવાથી રક્ત સંચાર વ્યવસ્થિત રૂપથી થાય છે અને ઘા પણ જલ્દી ભરાય જાય છે. સાથે જ આગથી દાઝેલા ઘા પર આ તેલ લગાડવાથી બળતરા અને દુ:ખાવામાં તરત રાહત મળે છે.

કોષોમાં નવી ઊર્જા :

ઓમેગા 3 થી ભરપૂર અળસીના તેલથી કમજોર કોષોને ભરપૂર ઓક્સિજન મળવા લાગે છે. આ જ કારણથી આ આપણા કોષોમાં નવી ઉર્જા ભરે છે.

બીમારીઓથી બચાવે :

અળસીના તેલનો પનીરની સાથે ઉપયોગ કરવાથી ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, અર્થરાઇટિસ, હાર્ટ એટેક, અસ્થમા અને ડિપ્રેશન વગેરે બીમારીઓમાં રાહત મેળવી શકાય છે. અળસીના તેલનો પનીર સાથે ઉપયોગ કરવાથી સલ્ફર યુક્ત પ્રોટીન મળે છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રિત :

ચરબી રહિત હોવાના કારણે અળસીના તેલથી બનેલ ભોજન હ્ર્દયના રોગોને દૂર કરે છે. અળસીનું તેલ અને બીજ કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે હ્ર્દય સંબંધિત અન્ય રોગોથી બચાવે છે. સાથે જ અળસીનું તેલ ઈંજાઈના અને હાઇપરટેંશનથી પણ બચાવે છે.

માંસપેશીઓ માટે ફાયદાકારક :

હાડકા તૂટ્યા પછી જોડાવા પર પણ તે સ્થાનની માંસપેશીઓ અકડાય જાય છે. તે પરિસ્થિતિમાં અળસીના તેલની સતત માલીસ કરવાથી માંસપેશીઓ મુલાયમ થઇ જાય છે.

પેટ રોગમાં લાભકારી :

આયુર્વેદ અનુસાર દરેક બીમારીઓનું મૂળ આપણા પેટથી થાય છે અને પેટ સાફ રાખવામાં અળસીનું તેલ ઈસબગોલથી પણ વધારે પ્રભાવશાળી હોય છે. પેટ સંબંધિત બીમારીઓ જેમ કે આઈ.બી.એસ, અલ્સરેટિવ કોલાઈટિસ, અપચો, હરસ, મસ્સા વગેરેમાં પણ ઉપચાર કરે છે.

મધુમેહનું આદર્શ આહાર :

અળસીનું તેલ શુગરને નિયંત્રિત જ નથી કરતું પણ સાથે ડાયાબિટીસના દુષ્પ્રભાવોથી સુરક્ષા અને ઉપચાર પણ કરે છે. અળસીમાં રેશાની માત્રા ભરપૂર 27 ટકા પરંતુ સુગરની માત્રા માત્ર 1.8 ટકા એટલે કે ના ને બરાબર હોય છે.

વજન ઓછું કરવામાં મદદગાર :

અળસીનું તેલ ખાવાની લાલસા અને ચરબીને ઓછું કરે છે અને શરીરમાં બી.એમ.આર, શક્તિ અને સ્ટેમિના વધારે છે. સાથે જ આનું સેવન આળસ અને વજન ઓછું કરવામાં મદદ કરે છે. ઓમેગા 3 અને પ્રોટીન હોવાને કારણે માંસ-પેશીઓનો વિકાસ કરે છે. છેવટે બોડી બિલ્ડીંગ માટે પણ નંબર એક સપ્લીમેન્ટ છે અળસીનું તેલ.

વિચાર રાખો સકારાત્મક :

અળસીના તેલના સેવનથી ગુસ્સો આવતો નથી, મન પ્રસન્ન રહે છે એટલા માટે આને ફીલગુડ ફૂડ પણ કહેવાય છે. આના સેવનથી સકારાત્મક વિચાર બની શકે છે અને તમારા તન, મન અને આત્માને શાંતિ અને સૌમ્ય કરી નાખે છે.

ત્વચામાં લાવે નિખાર :

અળસીના શક્તિશાળી એન્ટી ઓક્સીડેન્ટ, ઓમેગા 3 અને લિગનેન ત્વચાને કોલેજનની રક્ષા કરે છે અને ત્વચાને આકર્ષક, કોમળ, નરમ, ડાઘ વિનાની અને ગોરી બનાવે છે. અળસીનું તેલ સુરક્ષિત, સ્થાઈ અને ઉત્કૃષ્ટ ભોજ્ય સૌંદર્ય પ્રસાધન છે જે ત્વચામાં અંદરથી નિખાર લાવે છે.