Flipkart સેલ : 4,999 રૂપિયામાં મળશે આ કંપનીના LED TV, જુઓ ઓફર

Thomson દ્વારા ફ્લિપકાર્ટ સેલ દરમિયાન LED TV લાઈનઅપમાં ભારે છૂટ આપવામાં આવશે. ફ્લિપકાર્ટ સેલમાં ગ્રાહક આ કંપનીના એલઈડી ટીવીને 4,999 રૂપિયાની શરૂઆતની કિંમતમાં ખરીદી શકશે. ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલની શરૂઆત 19 જાન્યુઆરીએ થશે. જો કે ફ્લિપકાર્ટ પલ્સ મેમ્બર્સ 18 જાન્યુઆરીએ જ રાત્રે 8 વાગ્યાથી આ ડિલ્સ મેળવી શકશે. સેલમાં બેઝિક એલઈડી ટીવીને 4,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભારતમાં આ ટીવીની કિંમત કોઈ પણ થોમસન ટીવીની સૌથી ઓછી કિંમત હશે.

થોમસન દ્વારા ફ્લિપકાર્ટ સેલમાં 24 ઇંચના એલઈડી ટીવીને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં વેચવામાં આવશે. સેલમાં આ ટીવીને 7,499 રૂપિયાની જગ્યાએ 4,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીના 24 ઈંચ વાળા ટીવીમાં 20W સ્પીકર આઉટપુટ મળે છે. સાથે જ કંપનીના દાવા અનુસાર તેમાં 60Hz રિફ્રેશ રેટની સાથે સેમસંગની પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટીવી માય વોલ ઇન્ટરફેસ પર ચાલે છે, અને તેમાં એક વર્ષની વોરંટી મળે છે.

આ પ્રકારના સેલમાં થોમસનના બીજા ટીવી મોડલો પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગ્રાહક 32 ઇંચના HD TV ને 7,999 રૂપિયાની જગ્યાએ 6,999 રૂપિયામાં ખરીદી શકશે. સાથે જ કંપની UD9 સિરીઝના 4 મોડલો પર પણ ગ્રાહકોને ડિસ્કાઉન્ટનો ફાયદો આપશે. ગ્રાહક 43 ઈંચના 4K UHD ટીવીને 20,999 રૂપિયામાં ખરીદી શકશે. જો તમે મોટી સ્ક્રીનવાળા ટીવીની શોધમાં છો, તો તમે સેલમાં થોમસનના 50 ઇંચ વાળા ટીવીના મોડલને ફક્ત 19,499 માં ખરીદી શકશો. તેમાં 30% છૂટ આપવામાં આવશે.

ફ્લિપકાર્ટના અપકમિંગ સેલમાં થોમસનના 65 ઇંચના એન્ડ્રોઈડ ટીવી પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગ્રાહક તેને 51,999 રૂપિયામાં ખરીદી શકશે. જણાવી દઈએ કે, ભારતમાં તેને 79,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ગ્રાહકોને તેમાં 33 ટકા છૂટ આપવામાં આવશે. આ રીતે સેલમાં થોમસનના ઘણા બધા ટીવી મોડલો પર છૂટ આપવામાં આવશે, જેને ગ્રાહક સેલ દરમિયાન જોઈ શકશે.

સાથે જ તમને જણાવી દઈએ કે, થોમસને શુક્રવારે આ જાહેરાત કરી હતી કે, કંપની ભારતમાં પોતાના ટીવી મોડલો માટે ઓફિશિયલ એન્ડ્રોઇડ સોફ્ટવેયર બનાવશે. એવામાં થોમસન ટીવી ભારતમાં પહેલી ટીવી કંપની હશે, જે દેશમાં પોતાના ટીવી મોડલ માટે ઓફિશિયલ એન્ડ્રોઇડ સોફ્ટવેયર બનાવશે. થોમસને હાલમાં જ ગુગલ પાસેથી લાઇસન્સ લીધું છે. થોમસને ગયા વર્ષે મે મહિનામાં ઓફિશિયલ એન્ડ્રોઇડ ટીવી રેંજ સાથે પ્રીમિયમ ટીવી સેગમેન્ટમાં પગ મુક્યો હતો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.