ફ્લોપ શો બીગબોસમાં સૌથી વધારે છે ‘છોટી બહુ’ રૂબીનાની ફીસ, બાકી કંટેસ્ટેંટને મળી રહ્યા છે આટલા રૂપિયા

બીગબોસ ભલે રહ્યું ફ્લોપ પણ ‘છોટી બહુ’ રૂબીના બની આ વખતની સૌથી વધારે ફીસ લેનારી કંટેસ્ટેંટ, જાણો કેટલી ફિસ. ત્રણ અઠવાડિયા પહેલા ‘બીગ બોસ’ની સીઝન 14ની શરુઆત થઇ ગઈ છે. આ સીઝન શરુ થતા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આમ તો, એ કહેવું ખોટું નહિ ગણાય કે આ દિવસોમાં આખા દેશમાં ‘બીગ બોસ 14’ની ધૂમ મચી ગઈ છે. કોઈને આ શો પસંદ આવી રહ્યો છે, તો અમુક લોકો શો બંધ કરવાની માંગણી કરી રહ્યા છે.

આ વખતે શો માં એઝાઝ ખાન, પવિત્રા યુનીયા, નિક્કી તંબોલી, રાહુલ વૈધ્ય, રૂબીના દિલાઇક, જૈસ્મીન ભસીન જેવા જાણીતા ચહેરા આવ્યા છે. અમુક લોકોનું માનવું છે કે ‘બીગ બોસ’ હવે એક એડલ્ટ શો બની ગયો છે, જેને ઘરવાળા સાથે બેસીને નથી જોઈ શકાતો, એવામાં તે લોકો તેને બંધ કરાવવાની માંગણી કરી રહ્યા છે.

આમ તો જોવામાં આવે તો ‘બીગ બોસ’ની દરેક સીઝન કોઈને કોઈ કારણથી ચર્ચામાં જરૂર રહે છે. ઘણા લોકો ભલે આ શો ને પસંદ ન કરતા હોય, પરંતુ તેમાં કોઈ બે મત નથી કે આ શો કરતા વધુ મસાલા બીજા કોઈ શો માં જોવા નથી મળતા. ‘બીગ બોસ’ના ઘરમાં રહેવા વાળા સેલીબ્રેટીઝ ફી ના નામ ઉપર એક મોટી રકમ વસુલે છે. તેવામાં આજના લેખમાં અમે તમને ‘બીગ બોસ 14’ ના સ્પર્ધકોની ફી જણાવવા જઈ રહ્યા છીએ.

આમ તો આ પહેલા એ જણાવી આપીએ કે ઘર માંથી હવે સિનિયર્સની વિદાઈ થઇ ગઈ છે. ઘરમાં રહેવા વાળી સિનિયર્સ હીના ખાન, ગોહર ખાન અને સિદ્ધાર્થ શુક્લાને સ્પર્ધકોથી પણ વધુ ફી આપવામાં આવી રહી હતી. સિનિયર્સમાં સૌથી વધુ ફી સિદ્ધાર્થ શુક્લાની ગણવામાં આવી રહી હતી. શેહઝાદ દેઓલ ઘરમાં સૌથી ઓછી ફી મેળવવા વાળા સ્પર્ધક હતા, જે હવે ઘર માંથી બેઘર થઇ ગયા છે. શેહઝાદ ઉપરાંત પંજાબની સિંગર સારા ગુરપાલ પણ ઘરેથી એક્ઝીટ થઇ ગઈ છે. તો આવો જાણીએ શું છે ઘરમાં જોવા મળેલા સિનિયર્સ અને ગેમ રમી રહેલા સ્પર્ધકની ફી.

જાન કુમાર સાનુ : જાન કુમાર સાનુ બોલીવુડના પ્રસિદ્ધ ગાયક સાનુના સુપુત્ર છે, જેની ફી 80 હજાર રૂપિયા પ્રતિ વિક છે.

રાહુલ વૈધ્ય : ઈંડીયન આઈડલના પ્રસિદ્ધ સ્પર્ધક અને ગાયક રાહુલ વૈધ્યને પ્રત્યેક હપ્તાના 1 લાખ રૂપિયાની ફી આપવામાં આવી રહી છે.

નિક્કી તંબોલી : નિક્કી તંબોલીને ઘરમાં જળવાઈ રહેવા માટે દર અઠવાડિયે 1.2 લાખની ફી મળી રહી છે.

અનુભવ શુક્લા : ટીવી અભિનેતા અભિનવ શુક્લાને ફી દર અઠવાડીયાના 1.5 લાખ રૂપિયા મળી રહ્યા છે.

પવિત્રા પુનિયા : ટીવી અભિનેત્રી પવિત્રા પુનિયાની ફી 1.5 લાખ રૂપિયા છે.

એઝાઝ ખાન : એઝાઝ ખાન ટીવીના પ્રસિદ્ધ અભિનેતા છે, જેને શો માં જળવાઈ રહેવા માટે દર અઠવાડિયે 1.8 લાખ રૂપિયા મળી રહ્યા છે.

નિશાંત સિંહ મલકાની : ટીવી કલાકાર નિશાંત સિંહ મલકાનીની ફી 2 લાખ રૂપિયા પ્રતિ વિક છે.

સારા ગુરપાલ : સારા ગુરપાલ, જો કે હવે શો માંથી બહાર થઇ ગયા છે, તેને 2 લાખ રૂપિયા ફી આપવામાં આવી રહી હતી.

જૈસ્મીન ભસીન : ટીવીની પ્રસિદ્ધ અભિનેત્રી જૈસ્મીન ભસીનને શો માં ભાગ લેવા માટે પ્રતિ અઠવાડિયાના 3 લાખ રૂપિયાની મોટી રકમ મળી રહી છે.

રૂબીના દિલાઈક : સૌથી વધુ ફી ટીવીની ‘છોટી બહુ’ એટલે કે રૂબીના દિલાઈક લઇ રહી છે. તેની ફી 5 લાખ રૂપિયા દર અઠવાડિયાના છે.

સિનિયર્સની ફી

ગૌહર ખાન : ગૌહર ખાનને શો માટે દર અઠવાડિયે 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા.

હીના ખાન : ટીવી અભિનેત્રી હીના ખાનને 25 લાખ રૂપિયા મળ્યા.

સિદ્ધાર્થ શુક્લા : સિનિયર્સમાં સિદ્ધાર્થ શુક્લાની ફી સૌથી વધુ હતી. તેને દર અઠવાડિયે 32 લાખ રૂપિયા ફી આપવામાં આવી છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.