હાથ માંથી ખાવાનું પડી જાય અથવા ગેસ પર રાખેલું દૂધ ઉભરાયને બહાર આવી જાય, તો તેને આપણે સામાન્ય વાત સમજીને અવગણીએ છીએ. વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર (Vastu Tips) માં ખાવાલાયક પદાર્થો પડવાને શુભ અશુભ સંકેત સાથે જોડીને જોવામાં આવે છે.
સામાન્ય દેખાતા આ સંકેત આપણને આવનારી તકલીફોની જાણકારી આપે છે. દૂધને ચંદ્રમાં સાથે જોડીને જોવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, ઉકળતા દૂધનું પડવું સુખ સમૃદ્ધિ ભંગ થવાનો સંકેત પણ છે. આ પરિવારના સભ્યો વચ્ચે માનસિક તકલીફો વધવાનો પણ સંકેત છે. ધાર્મિક માન્યતા મુજબ, દૂધ અથવા તેનાથી બનતા પદાર્થો પડવાનો અર્થ છે કે પરિવાર પર આર્થિક સંકટ આવવાનો છે.
દૈનિક જીવનમાં મીઠાનું મહત્વપૂર્ણ સ્થાન હોય છે. મીઠું આપણા ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે , પૂજા પાઠ અને નજરદોષને દુર કરવામાં પણ કામ આવે છે. બલ્ગેરિયા, યુક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં તેને દુર્ભાગ્ય અને વિવાદનો સુચક સમજવામાં આવે છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જો હાથમાંથી મીઠું પડે, તો શુક્ર અને ચંદ્રના નબળા હોવાનો સંકેત છે. જો તમારાથી મરી વેરાઈ જાય, તો કોઈ નજીકના સંબંધીનો તમારી સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.
ઘઉં, ચોખા અને અન્ય ખાવાના પદાર્થ વેરાઈ અથવા પડવાથી દેવી અન્નપુર્ણા અને દેવી લક્ષ્મીના રુષ્ટ હોવાના સંકેત છે. જો ભૂલથી અનાજ પડી જાય, તો તેને ઉઠાવીને માથાથી લગાવીને જાણીને કે ભૂલથી કરેલી ભૂલની ક્ષમા માંગી લેવી જોઈએ.
ખાવાનું તેલ પડવું પણ શુભ નથી મનાતું. તે આ વાતનો સંકેત છે કે પરિવાર પર કોઈ ખુબ મોટુ દેવું આવવાનું છે. આ ઘરમાં ગરીબીનો પણ સંકેત હોય છે. પૂજા કરતી વખતે જો પૂજાની સામગ્રી અથવા આરતીની થાળી નીચે પડી જાય, તો મનાય છે કે પૂજા સ્વીકાર નથી થઇ. આ આવનારા સમયમાં કોઈ વિપત્તિ આવવાનો સંકેત છે. પૂજા દરમિયાન દીવાનું ઓલવાય જવું પણ અશુભ મનાય છે. એવામાં ભગવાનથી પ્રાર્થના કરો કે તે તમારી સાથે બધું સારું કરે.
જો સુહાગની નિશાની સિંદુર જમીન પર પડીને વેરાઈ જાય, તો તેનો અર્થ છે કે પતી પર કોઈ આપત્તિ આવવાની છે અથવા પતી સાથે દુર્ઘટના થઇ શકે છે. આ ધન અથવા વ્યાપાર સંબંધિત નુકસાન થવાનું પણ સૂચવે છે. જો પાસે રાખેલો પાણીનો ગ્લાસ હાથ લાગીને પડી જાય છે તો તે પણ અશુભ છે. તેનો અર્થ થાય છે કે કોઈ બીમારી તમને હેરાન કરવાની છે.
ત્યાં જ જો ઘરની બહાર જતી વખતે અથવા કપડા પહેરતી વખતે પૈસા પડે છે તો તમને દેખાય જાય છે, તો તેને શુભ સંકેત મનાય છે. તેનો એ જ અર્થ છે કે આવનારા સમયમાં તમારી સાથે કઈક સારું થવાનું છે. તેની સાથે જ ધન પ્રાપ્તિનો યોગ બને છે. આ પ્રકારે જો કોઈ સાથે લેણ દેણના સમયે તમારા હાથમાંથી પૈસા છૂટીને જમીન પર પડી જાય છે, તો તેને પણ શુભ મનાય છે. જો કપડા બદલતી વખતે પણ એવું થાય છે, તો તે પણ શુભ સંકેત છે.