અહીં માત્ર 15 રૂપિયામાં કરો પેટ ભરીને સ્વાદિષ્ટ ભોજન, જાણો ક્યાં શરૂ થઇ છે આ અદ્દભુત સેવા.

ગરીબ લોકોને રાહત દરે ભર પેટ ભોજન મળે એટલા માટે અહીં શરૂ કરવામાં આવ્યું ખાસ કેન્દ્ર, જાણો વિસ્તારથી.

બે ટંકના ભોજનની દરેકને જરૂર પડે છે. પણ સમાજમાં કેટલાક લોકો એવા પણ હોય છે જેમને બે ટંકનો રોટલો પણ ભાગ્યમાં નથી હોતો. તેથી દેશના અલગ અલગ ભાગમાં સરકાર કે સ્વયં સેવકો દ્વારા તેમના માટે પેટભરીને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. એવી જ એક શરુઆત હવે પટના જંક્શન ગોલંબર પાસે દૂધ માર્કેટ વાળા સ્થાન ઉપર થઇ છે. જ્યાં 15 રૂપિયામાં પેટભરીને ભોજન અને નાસ્તો મળવા લાગ્યા.

તેનું ઉદ્ઘાટન મેયર સીતા સાહુ અને ઉપ મેયર રજની દેવીએ કર્યું. મેયરે જણાવ્યું કે, ‘ભામા શાહ ફાઉંડેશન’ ના સહયોગથી ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરીબ વર્ગ, રેલયાત્રીઓ અને વિદ્યાર્થીઓને સસ્તા દરે ગુણવત્તાયુક્ત ભોજન મળવા લાગ્યું છે. મેયર મુજબ કારગીલ ચોક ઉપર ચાલી રહેલા ભોજનાલયમાં દરરોજ બે હજારથી વધુ લોકો આવે છે. પટના જંક્શન પાસે આવેલું આ ભોજનાલય 24 કલાક ખુલ્લું રહેશે.

અને મેયર સીતા સાહુએ જણાવ્યું કે, આ સ્થળ ઉપર મોટી સખ્યામાં લોકો ભોજન કરવા માટે આવવાની આશા છે. આ સ્થળનો વિકાસ કરવામાં આવશે. આ કેન્દ્ર ખુલવાથી રીક્ષા ચાલકો, લારીવાળા, ઓટો રીક્ષા ચાલક, બસ કર્મચારી, મજુર, સફાઈ કર્મચારી વગેરે લોકોને લાભ મળશે.

નાસ્તામાં આઠ પુરી, શાક અને ખીર-જલેબી : ઉપ મેયર રજની દેવીએ તે પ્રસંગે જણાવ્યું કે, આ કેન્દ્રનો લોકો લાભ ઉઠાવે. નુતન રાજધાની અંચલના કાર્યપાલક અધિકારી રાકેશ કુમાર સિંહે જણાવ્યું કે આ સ્થળને અતિક્રમણથી મુક્ત કરીને કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાભા શાહ ફાઉન્ડેશનના વિજય કુમારે જણાવ્યું કે, નાશ્તામાં આઠ પૂરી, શાક અને ખીર કે જલેબી મળશે. દિવસે ભાત, દાળ, શાક, ચટણી, પાપડ વગેરે મળશે. અને સાંજે પાંચ રોટલી અને શાક મળશે અને આગળ જતા મેન્યુમાં વધારો કરવામાં આવશે.

પટના જંક્શન ઉપર દૂધ માર્કેટ પાસે બનશે શૌચાલય : અને તે ઉપરાંત પટના જંક્શન ગોલંબર પાસે દૂધ માર્કેટ વાળા સ્થળ ઉપર શૌચાલય બનશે. મેયરે જણાવ્યું કે, પટના જંક્શન જવા વાળા રસ્તા ઉપર યુરીનલના યુનિટ લગાવવામાં આવશે. મુખ્ય રસ્તા પાસેના ભાગમાં શૌચાલય બનાવવામાં આવશે. તેમણે કાર્યપાલક અધિકારીને નિર્દેશ આપ્યો છે કે, વહેલામાં વહેલી તકે તેના નિર્માણની પ્રક્રિયા પૂરી કરાવે. આ સ્થળ ઉપર શૌચાલય જરૂરી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.