તવામાં વારંવાર ચોંટે છે ખાવાનું તો અપનાવો આ ટ્રીક્સ, દુર થઈ જશે તમારી મુશ્કેલી.

જો તમારી સાથે પણ થઈ રહી છે વારંવાર તવા પર ખાવાનું ચોંટેવાની સમસ્યા, તો આ હેક્સ કરશે તમારી મદદ.

ઘણા લોકો સાથે આ સમસ્યા થતી હોય છે કે, તેઓ રોજ જે તવાનો ઉપયોગ કરે છે તેમાં મોટાભાગના સમયે ખાવાનું ચોંટવાને કારણે તે ખરાબ થવા લાગે છે. રોજ વપરાતા તવામાં જો તમે ક્યારેક ઢોંસા, ચીલા વગેરે બનાવો છો તો તે પણ ઘણા ચોંટે છે અને ખાવાનો સ્વાદ અને ટેક્સચર બંને ખરાબ થઇ જાય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા થઇ રહી છે, તો તમે એકલા નથી.

તવાની આવી સમસ્યા ઘણા લોકો સાથે થાય છે, અને આ સમસ્યાના ઉકેલ માટે ઘણી નાની નાની અને સરળ ટ્રીક્સ જ પુરતી છે. જો તમારી સાથે પણ આવું જ કઈક થઇ રહ્યું છે, તો આ ટ્રીક્સ જરૂર તમને મદદરૂપ થશે.

(1) લોટથી સાફ કરો તવો :

જો તમે ઢોંસા, ચીલા કે એવી કોઈ પણ વસ્તુ બનાવવા જઈ રહ્યા છો જે તવા ઉપર ચોંટે છે, તો તમારે સૌથી પહેલા તેની ચિકાસ દુર કરવી જોઈએ જે પહેલા પકવેલા ખાવાને કારણે રહી ગઈ છે. તેના માટે તમે તવા ઉપર થોડો લોટ નાખી દો. તેનાથી તવામાં જે તેલ હશે તેને લોટ શોષી લેશે અને સાથે જ થોડા ખાવાના કણ પણ તેમાં આવી જશે. તે તેલ અને ખાવાના કણ ન માત્ર વારંવાર બળીને નવા ખાવાનો સ્વાદ બગડી દે છે પણ તે તવાને સ્ટીકી પણ બનાવે છે. આ ટ્રીક તમારા માટે ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે.

નોંધ : ધ્યાન રાખશો કે આ ટ્રીકનો ઉપયોગ કરતી વખતે તવા ઉપર કોઈ પણ ચિકાસ ન રહે નહિ તો લોટ ચિકાસને કારણે તેના પર ચોંટી જશે.

(2) વાસી બ્રેડથી કરો તવાને સાફ :

વાસી બ્રેડ તવો સાફ કરવામાં એ રીતે કામ આવી શકે છે જે રીતે આપણે લોટથી તવો સાફ કર્યો. ચિકાસ વગરના તવાને 1-2 દિવસ જૂના વાસી બ્રેડથી ઘસો. તેના કોર્નર ઉપર પણ ધ્યાનથી બ્રેડ ઘસો. એમ કરવાથી વધારાનું તેલ, ખાવાના કણ અને બળેલા કણો સાફ થાય છે. તેનો ફાયદો એ છે કે, જો તમારા તવામાં ધોયા પછી સાબુ રહી ગયો છે તો તે પણ સાફ થઇ જશે.

નોંધ : તમે કોઈ ચીલા કે ઢોંસા બનાવવા જઈ રહ્યા છો તો બ્રેડને તવા પર ઘસી જુઓ, તવાની સ્ટીકીનેસ ઘણી ઓછી થઇ જશે.

(3) તવાને હંમેશા સુકવીને જ રાખો :

તવા ઉપર ભલે તમે રોટલી બનાવી રહ્યા હોવ કે ચીલા, ઢોંસા, ઉત્તપમ કે બીજું કાંઈ પણ બનાવી રહ્યા હોવ. જો તવો સારી રીતે ધોયો નથી તો તેનાથી મુશ્કેલી ઘણી વધી જશે. ખાસ કરીને તવા ઉપર સાબુ રહી જવું ઘણું સહજ છે, અને જો તમે તેને ધોયા પછી લૂછ્યો નથી તો બની શકે છે કે તેમાં સાબુના કણ ચોટેલા રહી જાય કે પછી તેમાંથી ચિકાસ સારી રીતે દુર ન થાય. એટલા માટે સારું એ રહેશે કે તમે તમારા તવાને ધોયા પછી સુકવીને જ રાખો.

નોંધ : તવાને વારંવાર સ્ક્રબરથી ન ઘસો તેનાથી તે પાતળો થઇ જશે અને તમારું ખાવાનું વારંવાર તેમાં ચોટશે.

(4) એક જ તવા ઉપર ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ ન કરો :

એક જ તવા ઉપર રોટલી, પરોઠા, ઢોંસા, ચીલા, ઉત્તપમ, થેપલા વગેરે બધું જ બનાવશો તો તવો હંમેશા સ્ટીકી રહેશે અને કોઈને કોઈ રીતે ખાવાનું ખરાબ કરી દેશે. રોજ રોટલી અને પરોઠાના ઉપયોગ માટે એક અલગ તવો રાખો અને કોઈ સ્પેશ્યલ ડીશ બનાવવા માટે અલગ તવો રાખો.

નોંધ : નોન સ્ટીક કે ટેફ્લોન કોટિંગ વાળા તવા ઉપર ઢોંસા વગેરે સારા બને છે, એટલા માટે લોખંડનો તવો ત્યારે ઉપયોગ કરો જયારે તે સારી રીતે સીઝન્ડ (Seasoned) હોય.

(5) વધુ જુનો તવો બદલી નાખો :

ઘણી વખત આપણે વર્ષો વર્ષ એજ જ તવાનો ઉપયોગ કરીએ છીએ જે ખોટું છે. તે હંમેશા ખાવાનું ખરાબ કરે છે અને તેનાથી ખાવાનું ચોંટવાની સમસ્યા પણ વધી જાય છે. એટલા માટે તમારા માટે એ જરૂરી છે કે, તમે તવાને જુનો થાય એટલે બદલી નાખો.

આ બધી ટીપ્સ તમારા રોજના રસોડાના કામ સરળ કરી શકે છે.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.