મલેશિયાના ૪૯ વર્ષના સુલ્તાનએ પોતાના પ્રેમ માટે રાજાશાહી ગાદીને છોડવાનો નિર્ણય કર્યો. સુલ્તાન મોહમ્મદ (V – પાંચમાં) એ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું, અને કહેવામાં આવી રહ્યું છે કે રૂસની બ્યુટી ક્વીન સાથે લગ્ન કરવાને કારણે તેમણે આ રાજીનાબુ આપ્યું. છેલ્લા થોડા સમયથી બ્યુટી ક્વીન સાથે તેના લગ્નના સમાચાર ચાલી રહ્યા છે.
મુખ્ય મુદ્દા :
૪૯ વર્ષના સુલ્તાનના રૂસની બ્યુટી ક્વીન સાથે લગ્નની અટકળો ચાલી રહી છે.
સુલ્તાનના લગ્નના સમાચારો પર રાજમહેલ તરફથી હજુ સુધી પુષ્ટિ નથી કરવામાં આવી.
મલેશિયાના મલય મુસલમાનો વચ્ચે સુલ્તાનની ઘણી પ્રતિષ્ઠા રહેલી હતી.
મલેશિયાના સુલ્તાન મોહમ્મદ (V – પાંચમાં) એ ૨૦૧૬ માં જયારે રાજાશાહીની રાજગાદી સાંભળી હતી, તે સમયે તે દેશના સૌથી યુવાન સુલ્તાન બની ગયા હતા. સુલ્તાન પંચમએ રવિવારના રોજ પોતાની ગાદી છોડીને આંતરરાષ્ટ્રીય મીડિયામાં જતા રહ્યા છે. એમણે પોતાના લગ્નની અટકળોને વધુ વેગવાન બનાવી દીધી. છેલ્લા બે મહિનાથી સુલ્તાન મેડીકલ લીવ ઉપર હતા અને મીડિયામાં એવા સમાચાર હતા કે સુલ્તાનએ રૂસની બ્યુટી ક્વીન સાથે છાનામાંના લગ્ન કરી લીધા છે.
મલેશિયામાં સુલ્તાનનું થાય છે ઘણું સન્માન :
બ્રિટેન માંથી ૧૯૫૭ માં આઝાદી મળ્યા પછી મુસ્લિમ બહુલ વાળા દેશમાં આ કોઈ શાહના હોદ્દા ઉપરથી રાજીનામું આપવાની પહેલી ઘટના છે. મલેશિયામાં સુલ્તાનનો હોદ્દો રાજ્યોના શાહી કુટુંબોના લોકો પાસે જ રહે છે. દર ૫ વર્ષ પછી સુલ્તાનનો હોદ્દો એક શાહ થી બીજા શાહ પાસે પહોંચે છે. મલેશિયામાં આમતો સરકાર અને સત્તાની શક્તિ પ્રધાનમંત્રી પાસે હોય છે, પરંતુ સુલ્તાનનો હોદ્દો ઘણો માન મોભા વાળો હોય છે. મલ્ય મુસ્લિમ સમુદાય વચ્ચે સુલ્તાન અને રાજ કુટુંબોનું ઘણું માન છે, અને તેની અવગણના પ્રતિબંધીત માનવામાં આવે છે.
ઓક્સના દ્વારા સુલ્તાન માટે બદલ્યો ધર્મ :
સુલ્તાન અને રૂસની બ્યુટી ક્વીનની મુલાકાત ૧૮ મહિના પહેલા યુરોપમાં થઇ હતી. ભૂતપૂર્વ મિસ મોસ્કો ઓક્સાના વોઈવોદાના ધંધાથી મોડલ અને ફેશન ડિઝાઈનર છે. ડેલી મેલમાં છપાયેલા સમાચાર મુજબ સુલ્તાન સાથે લગ્ન માટે બ્યુટી ક્વીનએ ઇસ્લામ ધર્મ પણ અપનાવી લીધો. લગ્નથી પહેલા સુધી ઓક્સાના સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહેતી હતી.
સુલ્તાનના લગ્નની પુષ્ઠી હુજુ સુધી રાજ કુટુંબ દ્વારા થઇ નથી. મલેશિયાના પ્રધાનમંત્રીએ પણ આ મુદ્દા ઉપર માહિતી નહિ હોવાની વાત કરી. મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ ઓક્સનાની ફેમીલી અને ફ્રેન્ડસ લગ્ન દરમિયાન હાજર હતા.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.