દીકરી ઈશાના સુખી સંસાર માટે મુકેશ અંબાણી આટલા કિલોમીટર પગપાળા ચાલીને આ વ્યક્તિને આપી પહેલી કંકોત્રી અને 51 લાખ રૂપિયા

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ગયા વર્ષે એટલે કે 2018 માં પોતાની દીકરી ઈશાના લગ્ન કરાવ્યા. ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરના રોજ બિઝનેસમેન આનંદ પિરામલ સાથે મુંબઈના એંટીલિયામાં થયા હતા. આ લગ્ન વર્ષના સૌથી યાદગાર લગ્ન રહ્યા છે. એમાં દેશ-વિદેશના તમામ જાણીતા ચહેરા જોવા મળ્યા હતા. લગ્નના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા. શું તમે જાણો છો કે ઈશાના લગ્નની પહેલી કંકોત્રી કોને મળી હતી. જો નહિ તો અમે તમને પહેલી કંકોત્રી સાથે જોડાયેલી ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ.

દીકરીના લગ્નની પહેલી કંકોત્રી આમને આપી :

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નની પહેલી કંકોત્રી સૌથી પહેલા એક ખાસ વ્યક્તિને આપી હતી. જણાવી દઈએ કે મુકેશ પહેલી કંકોત્રી આપવા માટે 1 કિલોમીટર પગપાળા ચાલીને એ ખાસ જગ્યા પર ગયા હતા. એમણે પહેલી કંકોત્રી ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં પગપાળા ચાલીને આપી હતી. એમણે ન ફક્ત કંકોત્રી આપી પણ એની સાથે ત્યાં 51 લાખ રૂપિયા પણ કંકોત્રી સાથે ચઢાવ્યા હતા. પ્રી-વેડિંગની સૌથી ખાસ વાત એ હતી કે એમણે ત્રણ દિવસ સુધી ત્યાંના ગરીબોને ભોજન કરાવ્યું હતું.

પ્રી-વેડિંગમાં ગરીબોને ખવડાવ્યું ભોજન :

મુંબઈમાં લગ્ન પહેલા ઈશાનું પ્રી-વેડિંગ જોધપુરના ઉમ્મેદ ભવનમાં થયું હતું. અહીંનું ભવ્ય આયોજન જોવા લાયક હતું. તેમજ આ કાર્યક્રમમાં બોલીવુડના તમામ સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા. ઈશાની માં નીતા અંબાણીએ એક ડાન્સ પરફોર્મન્સ પણ કર્યુ હતું. પ્રી-વેડિંગની સૌથી ખાસ વાત એ રહી કે મુકેશ અંબાણીએ ત્રણ દિવસ સુધી હજારો ગરીબોને ભોજન કરાવ્યું હતું.

બીજી એક ખાસ વાત એ હતી કે ઈશા અંબાણીના લગ્નમાં આવેલા બધા ભારતીય અને વિદેશી મહેમાનો પાસે ‘ઓમ જય જગદીશ હરે’ ની આરતી ગવાડીને મુકેશ અંબાણીએ કમાલ કરી દીધી હતી. દરેક વિદેશી મહેમાનો પણ હાથમાં આરતીની થાળી લઈને ‘ઓમ જય જગદીશ હરે’ ગાઈ રહ્યા હતા. અને ઈશા અંબાણીના લગ્નના સમયે ભારતની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરના અવાજમાં ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવી રહ્યું હતું. તમજ ઈશાના કન્યાદાન સમયે શુભાશીષનું કામ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન જેવા વ્યક્તિ કરી રહ્યા હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.