આવતા 48 કલાક અહીં કહર વરસાવશે કુદરત, ધોધમાર વરસાદ સાથે પડશે વીજળી, સરકારે કરી સ્કૂલો બંધ

વિશ્વમાં અવાર નવાર કુદરતી આપત્તિઓ આવતી જ રહેતી હોય છે, જેમાં ઘણી જાન માલની પણ હાની થતી હોય છે. અને માણસ પણ કુદરતની સામે કશું જ નથી કરી શકતો. વિજ્ઞાન અને ટેકનોલોજી કેટલી પણ વિકસિત કેમ ન હોય, પરંતુ કુદરત સામે તેનાથી કાંઈ કરી શકાતું નથી. આવી જ એક કુદરતી આપત્તિ વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

સોમવારના રોજ બપોરે વેસ્ટ યુપીમાં અચાનક બદલાયેલી ઋતુને કારણે સામાન્ય જીવનને ઘણી અસર થઇ છે. ઋતુ વિભાગની આગાહીમાં જણાવ્યા મુજબ ૨૧ અને ૨૨ જાન્યુઆરી અને ૨૩ જાન્યુઆરીના રોજ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી હતી. જો કે હવે સાચી પડતી જોવા મળી રહી છે. સોમવારની બપોરે એકાએક ઠંડી હવા સાથે ઝડપી વરસાદે વાતાવરણમાં ઠંડક વધારી દીધી.

એટલું જ નહિ આખા શહેરની વીજળી બંધ થઇ ગઈ અને હજુ સુધી આવી નથી. ઝડપી હવા અને વરસાદથી વધેલી ઠંડકને કારણે મંડલની આસપાસના જીલ્લામાં સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. હવામાન વિભાગના એલર્ટ પછી જીલ્લાના જીલ્લાઅધિકારીઓએ ધોરણ એક થી આઠ સુધીની સરકારી અને ખાનગી સ્કૂલોમાં રજાની જાહેરાત કરી છે. મેરઠમાં મંગળવાર અને મુજફ્ફરનગરની સ્કૂલોમાં આવતા ૩ દિવસ સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે. તે બુલંદશહેરમાં મંગળવારના રોજ ધોરણ એક થી લઇને ૧૨ સુધી તમામ સ્કૂલો બંધ રહેશે.

અમરોહામાં વરસાદ અને ઠંડીને લઇને જીલ્લા અધિકારીએ ૨૨ જાન્યુઆરીના રોજ તમામ પરિષદિય અને માધ્યમિક વિદ્યાલયોમાં રજા જાહેર કરી દીધી છે. આ આદેશ ખાનગી સ્કૂલો ઉપર પણ લાગુ પડશે. અમરોહા સાથે જ વેસ્ટ યુપીના બુલંદશહેરમાં પણ સ્કુલ બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. અને ત્યાં પણ જીલ્લામાં સ્કુલ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ઉત્તરપ્રદેશના બાકીના શહેરો લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, ગોરખપુર, વારાણસી, બિહારમાં ચંપારણ, સીવાન, મુજફ્ફરપુર, મધુબની, દરભંગા, પટના, સમસ્તીપૂર અને આસપાસના શહેરોમાં 23 જાન્યુઆરીએ વાદળોની ગર્જના સાથે હલકો વરસાદ થવાની સંભાવના હતી. બંને રાજ્યોમાં આવનારા બીજા બે ત્રણ દિવસો સુધી વાદળ બન્યા રહેશે. જેનાથી દિવસમાં તાપમાન ઓછું થશે. 25 જાન્યુઆરીએ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વરસાદ લગભગ બંધ થઇ જશે. પણ પૂર્વ ઉત્તરપ્રદેશ અને દક્ષિણ બિહારના શહેરોમાં 26 અને 27 જાન્યુઆરીએ પણ વરસાદ થવાની સંભાવના છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ, કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર કરવાથી જો જોઈ એક વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.