મુલતાની માટીના ત્વચા અને વાળ માટે ચોંકાવનારા ફાયદા !! એકવાર કરી જુઓ ચોક્કસ ફાયદો થશે.

મુલતાની માટીના સોંદર્યવર્ધક અને આરોગ્યવર્ધક ગુણ :

મુલતાની માટીનો ઉપયોગ યુગોથી સોંદર્ય સંબંધી ઉપચાર માટે કરવામાં આવી રહેલ છે. મુલતાની માટી કુદરતનું અનમોલ રતન છે જે વાળ અને ચામડી સબંધી કોઈપણ સમસ્યા સામે લડવામાં મદદ કરે છે. મુલતાની માટી માટે સૌથી અગત્યની વાત એ હોય છે, કે તે સસ્તી હોય છે અને સરળતાથી મળી જાય છે. મુલતાની માટીનો ઉપયોગ પણ ઘણો સરળ અને સામાન્ય રીતે આપણા ઘરમાં કરી શકાય છે.

મુલતાની માટીના ફાયદા :

૧. મુલતાની માટીમમાં બદામના થોડા ટુકડા વાટીને નાખી દો, અને તેમાં થોડા પ્રમાણમાં દૂધ ભેળવો. તે ચહેરા ઉપર લગાવવાથી ચહેરો કોમળ પણ બની રહે છે અને સાફ પણ થઇ જાય છે.

૨. ફુદીનાના થોડા પાંદડા મિક્સ કરીને વાટી લો. તેમાં થોડા પ્રમાણમાં દહીં ભેળવી લો. આ પેસ્ટને મુલતાની માટીમાં ભેળવીને લગાવવાથી ચહેરાના ડાઘ ધબ્બા દુર થઇ જાય છે.

૩. ગુલાબજળને મુલતાની માટીમાં ભેળવીને લગાવવાથી ચહેરા ઉપર નિખાર આવે છે. પેસ્ટને ત્યાં સુધી ચહેરા ઉપર લાગી રહેવા દો જ્યાં સુધી સુકાઈ ન જાય. આ પેસ્ટને લગાવવાથી ચહેરા ઉપર રહેલ વધારાની ચીકાશ સાફ થઇ જાય છે.

૪. પપૈયાની એક ચમચી ગરબ અને એક બે ટીપા મધને મુલતાની માટીમાં ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને લગાવવાથી ચહેરો નીખરી જશે.

૫. ચંદન પાવડરમાં એક ચમચી ટમેટાનો રસ ભેળવી લો. હવે તેને મુલતાની માટીમાં ભેળવીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા ઉપર લગાવવાથી ડાઘ ધબ્બા દુર થઇ જાય છે.

ચમકતી ચામડી માટે સૌથી સારો ઘરેલું મુલતાની માટીનો ફેસ પેક :

ત્વચા – મુલતાની માટીમાં જે એન્ટીસેપ્ટિક ગુણ હોય છે તે ત્વચા સબંધી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે.

ત્વચા સબંધી ચાર સમસ્યાઓ સામે લડવામાં મુલતાની માટીનો પેક ઘણી મદદ કરે છે.

ડાઘ ધબ્બાને ઓછા કરવામાં મદદ કરે છે :

ક્યારે ક્યારે તડકામાં વધુ સમય રહેવાથી કે પદુષણ ને કારણે ચહેરા ઉપર ડાઘ ધબ્બા બની જાય છે અને તમારા સોંદર્ય ઉપર ડાઘ લાગી જાય છે. મુલતાની માટી અને દહીંનું પેક તેમાં રાહત અપાવવામાં ઘણી મદદ કરશે.

રીત :

એક વાટકીમાં મુલતાની માટી અને દહીં લો અને બન્નેને સારી રીતે અડધો કલાક સુધી પલળવા દો. ત્યાર પછી તેમાં ફુદીનાનો પાવડર સારી રીતે ભેળવી દો. આ પેકને ડાઘ વાળી જગ્યા ઉપર લગાવીને ત્રીસ મિનીટ સુધી સુકાવા માટે રાખી દો. પછી તેને હુફાળા પાણીથી ધોઈ લો. આ પેકને રોજ ઉપયોગ કરવાથી ડાઘ ધબ્બા ધીમે ધીમે ઓછા થવા લાગશે.

તમે ધબ્બાને અસરકારક રીતે દુર કરવા માટે મુલતાની માટીના ચંદનનો પાવડર અને ટમેટાનો રસ નાખીને પેક બનાવી લો. આ પેક ધબ્બાને ધીમે ધીમે ઓછા કરવામાં ઘણી મદદ કરશે.

મુંહાસે(ખીલ)થી છુટકારો મેળવવામાં મદદ કરે છે :

પદુષણ અને પોતાની ત્વચાની જાળવણી સારી રીતે ન કરવાને કારણે ચહેરા ઉપર મુંહાસે નીકળવા લાગે છે. મુલતાની માટી અને લીમડાની પેસ્ટ મુંહાસેને કાઢવામાં મદદ કરે છે.

રીત :

એક વાટકામાં એક ચમચી લીમડાનો પાવડર લો, તેમાં બે ચમચી મુલતાની માટી, જરૂર મુજબ ગુલાબજળ, એક ચપટી કપૂર, અને ચાર પાંચ લવિંગને વાટીને બનાવેલ પાવડર નાખીને પેક બનાવી લો. ચહેરા ઉપર મુંહાસે વાળા ભાગ ઉપર પેકને સારી રીતે લગાવીને દસથી પંદર મિનીટ સુધી લગાવીને રાખો, સુકાઈ ગયા પછી પાણીથી ધોઈ લો.

કરચલીને ઉંમરથી પહેલા આવવાથી અટકાવે છે :

જેમ કે તમે યુવાન અવસ્થામાંથી વયસ્ક અવસ્થામાં પહોચવા લાગો છો તમારી ત્વચા તેની રોનક ઓછી કરવા લાગશે. પણ મુલતાની માટીના પેક આ સમસ્યામાંથી તરત રાહત અપાવવામાં મદદગાર સાબિત થાય છે.

રીત :

એક વાટકીમાં એક મોટી ચમચી મુલતાની માટી સાથે સરખા ભાગે દહીં લો અને તેમાં એક ઈંડું ફોડીને નાખો. આ પેકને મુલાયમ બનાવવા માટે સારી રીતે ભેળવી લો. આ પેકને ચહેરા ઉપર લગાવીને વીસ મિનીટ સુધી સુકાવા માટે રાખી દો અને પછી હુફાળા પાણીથી ધોઈ લો. પેકને ધોયા પછી તમને જુદી જ જાતની તાજગીનો અનુભવ થશે.

તૈલી ત્વચાને સુંદરતાને પછી મેળવવામાં મદદ કરે છે :

મુલતાની માટી એક એવી કુદરતી વસ્તુ છે જે તૈલી ત્વચાને શોષવામાં મદદ કરે છે અને ત્વચાને તાજગી પૂરી પાડે છે.

રીત :

એક વાટકીમાં એક નાની ચમચી કાકડીનું પેસ્ટ, ઘાટું દહીં, બે નાની ચમચી બેસન અને મુલતાની માટી નાખીને સારી રીએ ભેળવી લો. આ પેક ત્વચા માંથી વધારાની ચીકાશ શોષવામાં મદદ કરે છે.

વાળની જાળવણી માટે મુલતાની માટીનો ઉપયોગ કેવી રીતે કરવો?

વાળ :

તમને એ જાણીને નવાઈ લાગશે કે મુલતાની માટી માત્ર ત્વચા સબંધી સમસ્યાઓ સામે લડવામાં જ મદદ નથી કરતી પણ વાળની ઘણી તકલીફોમાંથી રાહત અપાવવામાં મદદ કરે છે. તે સ્ક્લેપથી વધારાના તેલને શોષવમ મદદ કરે છે. તે વાળમાં સુકાપણાની સમસ્યામાંથી રાહત અપાવવામાં અને કન્ડીશનિંગ કરવામાં મદદ કરે છે.

સુકા વાળને સ્વસ્થ કરવામાં મદદ કરે છે :

ક્યારે ક્યારે પદુષણ કે ખરાબ ખાવા પીવાની અસર વાળ ઉપર થાય છે અને તે સુકા અને નિર્જીવ થઇ જાય છે. મુલતાની માટી, દહીં અને લીંબુના પેક વાળને રેશમી જેવા બનાવવામાં મદદ કરે છે.

રીત :

એક વાટકીમાં ચાર નાની ચમચી મુલતાની માટી, ૧/૨ કપ દહીં, અડધા લીંબુનો રસ, બે નાની ચમચી મધ નાખીને સારી રીતે ભેળવીને પેક બનાવી લો. દહીં વાળને ખરવાના ઓછા કરે છે અને લીંબુ સુકાની તકલીફ માં રાહત અપાવવામાં મદદ કરે છે. મધ વાળને કાળા અને ઘાટા બનાવવામાં મદદ કરે છે. આ પેકને વાળમાં સારી રીતે લગાવીને ત્રીસ મિનીટ સુધી રાખો પછી શેમ્પુથી ધોઈ લો.

બેમોઢા વાળ (ફાટેલા વાળ)ની તકલીફમાં રાહત અપાવે છે :

હંમેશા બેમોઢા વાળની તકલીફ મહિલાઓને સહન કરવી પડે છે. આ તકલીફને કારણે પોતાના સોંદર્યને ખોઈ દે છે. મુલતાની માટીઅને દહીંના પેક આ સમસ્યાથી રાહત અપાવવામાં ઘણી મદદ કરે છે.

રીત :

રાત્રે વાળમાં ઓલીવ ઓઈલ લગાવો. બીજા દિવસે સવારે ગરમ પાણીમાં પલાળેલ ટુવાલથી વાળને ઢાંકીને રાખો. એક કલાક પછી વાળમાં દહીં અને મુલતાની માટીનો પેક વાળમાં લગાવો અને સુકાયા પછી વાળ શેમ્પુથી ધોઈ લો.

તૈલી વાળની સમસ્યામાંથી રાહત અપાવે છે :

જે લોકોના વાળ તૈલી હોય છે તે હંમેશા ચોટેલા ચોટેલા જોવા મળે છે. કોઈપણ સ્ટાઈલ કરવી તેમના માટે મુશ્કેલ હોય છે. મુલતાની માટીની પેક વાળને કાળા અને ઘાટા તો બનાવે જ છે સાથે જ વાળને મૂળમાંથી કચરો સાફ કરવામાં મદદ કરે છે.

રીત :

મુલતાની માટીને વાટકામાં ત્રણ ચાર કલાક સુધી પલાળીને રાખો. વાળમાં લગાવ્યાના ત્રીસ મિનીટ પહેલા તેમાં અરીઠા પાવડર નાખીને સારી રીતે ભેળવી લો. પછી તેને વાળમાં લગાવીને દસ પંદર મિનીટ માટે રાખી દો. પછી શેમ્પુથી ધોઈ લો.

વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે :

ચહેરાની જેમ વાળને સ્વસ્થ રાખવા જરૂરી હોય છે. મુલતાની માટીનો પેક તમને લાંબા કાળા વાળને સ્વસ્થ અને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે.

રીત :

એક કપ મુલતાની માટીમાં પાંચ નાની ચમચી ચોખાનો પાવડર, એક ઈંડાની સફેદી નાખીને સારી રીતે ભેળવી લો. પછી આ પેકને સ્કેલ્પ અને વાળમાં સારી રીતે લગાવીને દસ મિનીટ સુધી રાખો અને પછી શેમ્પુથી ધોઈ લો.

મુલતાની માટીના બીજા લાભ :

મુલતાની માટી રૂસી, એક્જીમાં અને માથાની તકલીફોને દુર કરવામાં મદદ કરે છે. તમને માથામાં ખંજવાળ ઓછી કરવાનો આ સસ્તો અને અસરકારક ઉપાય છે. મુલતાની માટી લોહી પરીસંચરણ ને વધારે છે. તેનાથી વાળને કન્ડીશનર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

મુલતાની માટીના ઉપયોગથી ડેન્ડ્રફ, એક્જીમાં અને બીજી માથાની તકલીફો માંથી છુટકારો મેળવી શકાય છે. તે માથાની ખંજવાળને ઓછી કરે છે.

મુલતાની માટીનો ઉપયોગ તે વાળને યોગ્ય રાખવાનો સસ્તો ઉપાય છે. તે વાળને વધવામાં મદદગાર છે. અને ખરાબ વાળને સારા પણ કરે છે.

તે લોહી સંચારને યોગ્ય રીતે ચાલવામાં મદદ કરે છે. તેનાથી તમારા વાળ સારી રીતે ઉગે છે અને તમને ઘાટા વાળ મળે છે.

મુલતાની માટીનો ઉપયોગ વાળની કન્ડીશનિંગ માટે મુલતાની માટીના માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી વાળ રેશમી અને ચમકદાર બને છે.

તેના ગુણોને કારણે મુલતાની માટી આપણા માથાના ટોક્સીન કાઢવામાં મદદગાર સાબિત થાય છે. તેનાથી આપણા વાળના આરોગ્યને રાહત મળે છે. તેની ગંધ એટલી સારી હોય છે કે તેનાથી વાળની ખરાબ ગંધ ઢંકાઈ જાય છે.

સતત મુલતાની માટીનો ઉપયોગ કરવાથી વાળ ખરવાના અટકે છે અને સુંદર વાળ મળે છે.

મુલતાની માટી માથામાંથી અને વાળમાંથી તેલને શોષી લે છે.

કેમ કે તે ઘણા સોમ્ય હોય છે, એટલે કે તેનાથી વાળને કોઈ નુકશાન નથી પહોચતું.

મુલતાની માટીનો ઉપયોગ, તેનાથી ઘણી જાતના પેક બનાવી શકાય છે.