ગોવાના બજેટમાં કરો 5 ફોરેન ટ્રિપ, ખર્ચ 25-30 હજાર રૂપિયા

દેશમાં કેરલ, અંદમાન નિકોબાર, ગોવા અથવા નોર્થ ઇસ્ટ ફરવાની જગ્યાએ આ દેશોમાં ફરવું વધારે સસ્તું છે. અહીં 3-4 મહિના પહેલા બુકીંગ કરાવીને કેરલના ટુર પેકેજના ખર્ચમાં થાઈલેન્ડ, દુબઇ જેવા દેશો ફરી શકાય છે. આજે અમે તમને એવા વિદેશી ટુર પેકેજ વિષે જણાવીશું જે દેશમાં ફરવાની સરખામણીએ સસ્તા છે.

સસ્તી ફોરેન ટ્રિપ :

દેશના સૌથી મોટા ટયુરિસ્ટ ડેસ્ટિનેશન કેરલ, નોર્થ ઇસ્ટ, અંદમાન નિકોબારના ટુર પેકેજ પ્રતિ વ્યક્તિ 25 થી 35 હજાર રૂપિયામાં મળે છે. એટલા જ ખર્ચમાં તમે વિદેશની થોડી જગ્યાઓ પર ફરી શકો છો. અહીં અમે તમને એવા જ દેશો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

આ રીત બચાવી શકો છો તમે ટુર પેકેજનો ખર્ચ :

વિદેશ ફરવા જતા પહેલા એના પર સંપૂર્ણ રિસર્ચ કરી લો.

લગભગ 3 થી 4 મહિના પહેલા એડવાન્સ બુકીંગ કરાવી લો.

વિદેશમાં સસ્તા થ્રિ સ્ટાર હોટલ બુક કરાવો. ત્યાં ટેક્સી લેવાની જગ્યાએ લોકલ મેટ્રો ટ્રેન અથવા બસમાં મુસાફરી કરો. એનાથી તમે ન ફકત એ દેશની સંસ્કૃતિને સમજશો પણ તમારા પૈસા પણ બચાવશો.

વિયતનામ :

પેકેજ : 32,000 રૂપિયા (3 રાત અને 4 દિવસ)

શું છે શામેલ? : વિમાનની ટિકિટ, હોટલ, વિઝાની ફી

વિમાનની ટિકિટ : વિયતનામ જવા આવવા માટે વિમાનની ટિકિટ 3 થી 4 મહિના પહેલા બુક કરાવવા પર 16,000 રૂપિયામાં મળી જશે.

હોટલ : વિયતનામમાં ઘણા બજેટમાં આવે એવા હોટલ પણ છે. જે તમને 1,000 થી 5,000 રૂપિયા એક દિવસના ભાડા પર મળી જશે. એને તમે તમારા બજેટ અનુસાર લઇ શકો છો.

થાઈલેન્ડ :

પેકેજ : 25,000 રૂપિયા (3 રાત અને 4 દિવસ)

વિઝા ઓન અરાઈવલ : 1909 રૂપિયા

શું છે શામેલ? : વિમાનની ટિકિટ, હોટલ, વિઝા ઓન અરાઈવલ

ભારતીય લોકો વચ્ચે થાઈલેન્ડની રાજધાની બેંકોક ઘણી પોપ્યુલર છે. બેંકોકને સૌથી ફેવરેટ ટયુરિસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. 25,000 રૂપિયાના બજેટમાં તમે બેંકોક ફરી શકો છો. અહીં ભારતીય લોકોને વિઝા ઓન અરાઈવલની સુવિધા પણ મળે છે. થાઈલેન્ડમાં રહેવા, ખાવા પીવાનું બધું તમારા બજેટમાં આવી જશે. અહીંની રીક્ષા ‘ટુક ટુક’ ની સવારી કરવાનું ભૂલતા નહિ.

વિમાનની ટિકિટ : જો બેંકોક જવા માટે વિમાનની ટિકિટ 2-3 મહિના પહેલા બુક કરાવો છો, તો દિલ્લીથી 15-17 હજાર રૂપિયામાં તમારી ટિકિટ બુક થઇ જશે. તેમજ કેરલનું બુકીંગ કરાવો છો, તો એમાં 12 થી 14 હજાર રૂપિયાની આસપાસ ખર્ચ થઈ જશે.

બજેટ હોટલ : અહીં ગ્રુપમાં અથવા એકલા ફરવા જાવ છો તો તમારા બજેટમાં હોટલ મળી રહે છે. અહીં હોસ્ટલ, સસ્તા બજેટ હોટલ 1,573 રૂપિયાથી લઈને 3,000 રૂપિયામાં મળી જશે. એને તમે પોતાના બજેટ પ્રમાણે પસંદ કરી શકો છો.

નેપાલ :

પેકેજ : 25,000 રૂપિયા

હોટલ : નેપાલમાં બજેટ હોટલ 1,000 રૂપિયાથી લઈને 3,500 રૂપિયામાં મળી જશે.

શું છે શામેલ? : વિમાનની ટિકિટ, હોટલ, નાસ્તો, સાઈટસીન

ભારતીય લોકોને નેપાળ જવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર નથી પડતી. અહીં તમે ભારતીય આઈડી પ્રુફ સાથે પ્રવાસ કરી શકો છો. નેપાળમાં નગરકોટ, કાઠમાંડૂ, ભક્તાપુર અને જુના બજારમાં ફરવાનું ભૂલતા નહિ.

વિમાનની ટિકિટ : દિલ્લીથી નેપાળ જવા આવવાની ટિકિટ 9,000 રૂપિયામાં મળી જશે. તમે કોલકાતાથી બસ પણ લઇ શકો છો.

દુબઇ :

દુબઇ શોપિંગનું હબ છે. અહીં રેડીમેડ ગારમેન્ટથી લઈને જવેલરી શોપિંગના ઘણા બધા વિકલ્પ છે. દુબઇમાં પાલ્મ ટ્રી, બુર્જ ખલિફા, દરિયા કિનારા અને દુબઇ નાઈટ સફારી એવી ઘણી બધી ફરવા લાયક જગ્યાઓ છે.

પેકેજનો ખર્ચ : 30,000 રૂપિયા (3 રાત અને 4 દિવસ માટે)

શું છે શામેલ? : વિમાનની ટિકિટ, હોટલ, વિઝાની ફી

વિમાનની ટિકિટ : દુબઇ જવા આવવા માટે વિમાનની ટિકિટ તમને 12 થી 13 હજાર રૂપિયામાં મળી જશે. દુબઇની ટિકિટનો ભાવ તમારા ફરવાના સમય અને બુકીંગ પર વધારે નિર્ભર કરે છે.

હોટલ : અહીં તમને બજેટ હોટલ 3,000 થી 5,000 રૂપિયામાં મળી જશે.

શ્રીલંકા :

ભારતીયો વચ્ચે ફરવા માટે શ્રીલંકા સૌથી વધારે ફેમસ છે. શ્રીલંકા ખુબ સુંદર દેશ છે. અહીની કરન્સી ભારતની સરખામણીમાં સસ્તી છે.

પેકેજની શરુઆત : 25,000 રૂપિયા (3 રાત અને 4 દિવસ)

શું છે શામેલ? : એમાં એયર ટીકીટ અને ટેક્સ અને હોટલ સ્ટે આવી જાય છે.

વિમાનની ટિકિટ : દિલ્લીથી શ્રીલંકા આવવા જવાની ટીકીટ 13,210 રૂપિયામાં મળી રહી છે.