આ વાર્તા અમેરિકાની એક મહિલાની છે. જેણે ભગવાન સાથે મળવાનો દાવો કર્યો છે. મહિલા એક વખત નીમોનીયાની બીમારીનો ભોગ બની હતી, અને ઈલાજ દરમિયાન કોમામાં જતી રહી હતી. ઘણી રાહ જોયા પછી ડોકટરોએ તેના કોમા માંથી પાછી ફરવાની આશા છોડી દીધી હતી. તે લાઈફ સપોર્ટ સીસ્ટમ બંધ કરવાની તૈયારીમાં હતા કે મહિલાએ આંખો ખોલી દીધી. પછી મહિલાએ પોતે સ્વર્ગમાં સફર કરી હોવાની વાત રજુ કરી.
કોમા માંથી પાછા ફરવાની ન હતી આશા :
કેલીફોર્નીયાની રહેવાસી યોને ક્લાર બે અઠવાડિયાથી બીમાર હતી. તેને લાગ્યું કે ફ્લુની તકલીફ છે અને થોડી એન્ટીબાયોટીકસ લઇને તે પોતાનો ઈલાજ કરવામાં લાગી ગઈ. પરંતુ તબિયત સુધરવાને બદલે બગડવા લાગી. તકલીફ એટલી વધી ગઈ કે યોનેનું શ્વાસ લેવાનું મુશ્કેલ થઇ ગયું. તેના કાન માંથી કાંઈ સંભળાતું પણ ન હતું. એક દિવસ તે બેભાન થઇ ગઈ અને તેને લીંડા યુનીવર્સીટી મેડીકલ સેન્ટર લઇ જવામાં આવી. હોસ્પિટલમાં યોનેની તબિયતની ગંભીરતાની ખબર પડી. તેનું નીમોનીયા ખરાબ સ્થિતિમાં પહોચી ગયું હતું. ટેસ્ટ દ્વારા ખબર પડી કે ઇન્ફેકશન લીવરમાં પહોંચી ગયું છે.
ડોક્ટર્સએ જણાવ્યું, કે તે સેપ્ટિક શોકમાં જવાની છે અને તેને મેડીકલ પ્રોસેસ દ્વારા કોમા આપીને રાખવામાં આવશે. જેથી ઇન્ફેકશનને સારું કરી શકાય. યોનાને લાગી રહ્યું હતું કે હવે તે ક્યારેય ઉઠી નહિ શકે. તેનું હ્રદય, ફેફસા, કીડની અને ઈંડોસીન સીસ્ટમ સહીત તમામ ઓર્ગેન ધીમે ધીમે ફેલ થવા લાગ્યા હતા. અને બ્લડ શુગર કંટ્રોલથી બહાર થઇ ગયું હતું. ડોક્ટર્સએ પણ હવે યોનેના ફરી ઉભા થવાની આશા છોડી દીધી હતી. યોને પાસે પરિવારમાં કોઈ ન હતું. તેવામાં આશા છોડીને ડોક્ટર્સ તેમની લાઈફ સપોર્ટ સીસ્ટમ બંધ કરવાની તૈયારીમાં હતા.
ઈશ્વરને મળવાનો દાવો :
લાઈફ સપોર્ટ સીસ્ટમ બંધ થવાના ત્રણ દિવસ પહેલા યોનેએ આંખો ખોલી નાખી. અને રીકવરીના થોડા દિવસો પછી યોનેએ ઈશ્વર સાથે મળવા વિષે લોકોને જણાવ્યું. યોનેએ જણાવ્યું, કે તે સ્વર્ગના રસ્તામાં હતી, જ્યાં તેની મુલાકાત એક દેવી સાથે થઇ. તે સિંહ ઉપર બેઠી હતી અને તેના હાથમાં તલવાર હતી. તેમણે જણાવ્યું કે જયારે મેં મારું શરીર છોડ્યું તો ઘણો જ સારો અનુભવ થયો હતો. દેવી એ તેને સ્પર્શ કર્યો અને તે પાછી આવી ગઈ.
યોનેના જણાવ્યા મુજબ, જીસસની હાજરીમાં બધું જ સુંદર હતું. સ્વર્ગનું દ્રશ્ય જોયા પછી સૌથી વધુ રોમાંચક મૃત્યુથી જીવન તરફ પાછું ફરવું હતું. તેમણે કહ્યું કે મને લાગે છે કે ધરતી ઉપર પાછા આવવાનું મારું મિશન હવે લોકોને સ્વર્ગ, ઈશ્વરનો પ્રેમ અને લાગણી વિષે જણાવ્યું છે, જેનાથી હું રૂબરૂ થઈ.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.